બજેટની અનેક જોગવાઈઓથી જિલ્લાને પરોક્ષ લાભ થવાનીઆશા: એમએસએમઈ અને ટેક્સટાઈલ પાર્કમાં પણ અપેક્ષા
ભુજ, તા. 1 : આજે નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલાં બજેટમાં આમ તો કચ્છને સીધો સંબધ કયાંય નથી જેમ ગત વર્ષમાં બજેટમાં ધોળાવીરાને `આઈકોનિક સાઈટ' તરીકે વિકસાવવાની જાહેરાત કરીને સીધો ઉલ્લેખ થયો હતો. જો કે, પરોક્ષ રીતે કચ્છના ઉદ્યોગોને સમજી દેશના ઉદ્યોગોનેય લાભ મળશે. ખાસ તો કચ્છની સીમાએ વિશ્વનો સૌથી મોટો રિન્યૂએબલ પાર્ક ઊભો થવાનો છે ત્યારે આ ક્ષેત્રની નાણાં ફાળવણી અને સોલારનાં સાધનો પર બેઝિક કસ્ટમ ડયુટી લગાવવામાં ન આવતાં જિલ્લામાં કે સીમા પર પ્રોજેકટ લાવનારી કંપનીઓને ફાયદો થશે.
સૂર્ય ઊર્જા ક્ષેત્રના ઉત્પાદકો તેનાં સાધનો માટે વિદેશ પર વધુ નિર્ભર છે, કારણ કે દેશમાં મર્યાદિત ઉત્પાદન છે. હવે સ્થાનિકોને પ્રોત્સાહન આપવા માટે આજે સોલાર સેલ્સ અને સોલાર પેનલ્સનાં ઉત્પાદન માટે ખાસ યોજનાની વાત કરાઈ અને સોલાર ઈન્વર્ટર અને લેમ્પ પર ર0 ટકા સુધીની ડયુટી વધારી છે. સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને રૂા. 1000 કરોડ અને ઇન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીને રૂા. 1500 કરોડ ફાળવવાની જાહેરાત થઈ છે. કચ્છને ગ્રીન ઊર્જાનાં હબ તરીકે જોવામાં આવે છે ત્યારે આજનું બજેટ પરોક્ષ ફાયદો કરાવશે.
આ સિવાય કચ્છમાં એમએસએમઈ સ્તરનાં ઉદ્યોગો ઘણા છે અને હવે તેની વ્યાખ્યા આજે બદલીને 50 લાખનાં સ્થાને ર કરોડની પેઈડઅપ કેપિટલ તથા ટર્નઓવર ર કરોડમાંથી 20 કરોડ કરતાં ઈમરજન્સી ક્રેડિટ લાઈનવાળી કોરોના પછીની લોન યોજનાનો લાભ વધુ કંપનીઓને મળશે. આ મધ્યમ અને લઘુ સ્તરના ઉદ્યોગો માટે બજેટમાં રૂા. 15,700 કરોડની ફાળવણી કરાઈ છે.
આ સિવાય ટેકસટાઈલ ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધામાં ઉત્પાદન માટે `િમત્ર' યોજના (મેગા ઈન્વેસ્ટમેન્ટ ટેકસટાઈલ માર્ક) યોજનાની બજેટમાં જાહેરાત થઈ છે. કોરોના મહામારી પછી આમેય કચ્છનાં પોતાનાં વતનમાં જ ઉદ્યોગો સ્થાપવાની ઝૂંબેશમાં ખાનગી ધોરણે પાર્ક ઊભો કરવાના પ્રયાસ જારી જ છે. હવે 3 વર્ષમાં દેશમાં સાત ટેકસટાઈલ પાર્ક સ્થાપવાની જાહેરાતથી કચ્છ માટેય આશા ઓછી નથી.
ઉપરાંત 2023 સુધીમાં તમામ બ્રોડગ્રેજ રૂટનું ઈલેકિટ્રફિકેશન, સરકારી બસ સેવામાં ખાનગી ભાગીદારી, 100 નવી સૈનિક સ્કૂલ, 750 એકલવ્ય શાળા, આયર્ન અને સ્ટીલ ક્રેપની ડયુટીમાં ઘટાડો જેવી બજેટની દરખાસ્તોથી પણ કચ્છમાં દેખીતી રીતે લાભ પહોંચવાનો જ છે.
No comments:
Post a Comment