બે નવી યોજના...., બેંકિંગ ફરિયાદ છે ?
સીધી RBIને ફરિયાદ કરો..
એટીએમમાંથી નાણાં ઉપાડવા સમયે રકમ ખાતાંમાથી કપાઈ જવી, પણ નાણાં ન મળવા અને પછી તે મેળવવા માટે બેંકના ધક્કાઓ ખાવા, કોઈ વ્યવહારની સૂચના વિના ખોટી રીતે બેન્ક ખાતામાથી બેલેન્સ કપાઈ જવી, વાજબી કિસ્સાઓમાં પણ બઁક સેવા ન મળવી, ભ્રષ્ટાચાર કે લોન માટે ધકાઓ ખવડાવા જેવી ફરિયાદ ગ્રાહકોને હોય છે, પહેલા કોઈ બેંકમાં ફરિયાદ કરો તો કહેવાતું કે, બીજી બેંકમાં જાવ, એમ કહીને દોડાવી દે કે એટીએમ અમારું નહોતું, બીજી બેંકનું હતું, એટીએમ જે બેંકનું હોય એ એમ કહી દે કે ખાતું ક્યાં અમારી બેન્કમાં છે ? આમ, ફરિયાદો સમયે ગ્રાહકોને કડવા અનુભાવો થવા એ જાણીતી વાત છે. હવે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બેન્કો હોય કે નોન બેંકીગ ફાયનાન્શિલ કંપનીઓ (એનબીએફસી) કે પછી ડીજીટલ વ્યવહારોમાં છેતરપિંડી જેવા કિસ્સા હોય, તમામ પ્રકારની ફરિયાદો એક જ સ્થાને કરી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એકીકૃત લોકપાલ
યોજનાની વિડીયો કોન્ફરન્સથી વર્ચ્યુઅલી શરૂઆત કરી હતી. જેનો હેતુ
બેંકો અથવા બેંકિંગ સેવાઓની ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં વધુ સુધારો કરવાનો છે.
આનાથી બેંકો, એનબીએફસી, પેમેન્ટ
સર્વિસ સંચાલકો જેવી કેન્દ્રીય બેંકના નિયમન હેઠળની સંસ્થાઓ સામેની ગ્રાહકોની ફરિયાદોનું
વધુ સારું નિરાકરણ શક્ય બને તેવી આશા ઊભી થઈ છે.
આ યોજનાની જાહેરાત પછી દાવો એવો કરવામાં આવ્યો છે કે, તેનો હેતુ
ફરિયાદના ઉકેલની પધ્ધતિમાં સુધારો કરવાનો છે. આનાથી ગ્રાહકની
ફરિયાદોનું વધુ સારું નિરાકરણ આવશે. સમગ્ર નાણાકીય ક્ષેત્ર માટે
લોકપાલ પ્રણાલી આવી જશે, પણ આ દાવો કેટલો સાચો ઠરશે એ તો સમય
જ કહેશે, પરંતુ તેની જોગવાઈઑ પર અહી પ્રકાશ પડાવમાં આવ્યો છે.
સંકલિત લોકપાલ યોજના કેમ કામ કરશે
સંકલિત લોકપાલ યોજના ૧૨ નવેમ્બરથી લાગુ થઈ છે. જે 'એક રાષ્ટ્ર-એક લોકપાલ'ની કેન્દ્રીય
થીમ પર આધારિત છે. યોજનામાં એક પોર્ટલ, એક ઈ-મેલ અને એક સરનામુંની જોગવાઈ કરવામાં આવી છે.
જ્યાં ગ્રાહકો બેંકો, એનબીએફસી વગેરે સામેની ફરિયાદો
નોંધાવી શકશે. ગ્રાહકો ફરિયાદો, દસ્તાવેજો
સબમિટ કરી શકશે, ફરિયાદો-દસ્તાવેજોની સ્થિતિ
તપાસી શકે છે અને એક જ જગ્યાએ સૂચનો આપી શકે છે. સરળ શબ્દોમાં
કહીએ તો, ગ્રાહક પાસે ફરિયાદો સંબધી તમામ પ્રક્રિયા માટે એક જ
સ્થાન હશે. આમ, આરબીઆઇ દ્વારા અંકુશીત દેશભરની કોઈપણ બેંક અથવા નાણાકીય
સંસ્થાના કેન્દ્રિય લોકપાલને ફરિયાદ કરી શકશે.
ક્યારે થઈ શકશે ફરિયાદ ?
જો ગ્રાહકે અગાઉ બેંકો, એનબીએફસી વગેરે જેવી આરબીઆઈ હેઠળની સંસ્થાઓને અગાઉ લેખિતમાં
ફરિયાદ કરી હોય અને તેની ફરિયાદ આંશિક અથવા સંપૂર્ણ રીતે નકારી દેવામાં આવી હોય અથવા
સંતોષકારક જવાબ ન મળે અથવા 30 દિવસની સમય મર્યાદામાં કોઈ જવાબ
ન મળ્યો હોય તો ગ્રાહક ફરિયાદ કરી શકે છે.
નિયંત્રિત સંસ્થા તરફથી જવાબ મળ્યાના ૧ વર્ષની અંદર ગ્રાહક આ
'ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ' તરીકે
ઓળખાતી યોજનાની હેઠળ ફરિયાદ કરી શકે છે, અને નિયમનકારી સંસ્થા
તરફથી જવાબ ન મળવાના કિસ્સામાં, ફરિયાદ કર્યાની તારીખથી એક વર્ષ
અને 30 દિવસની અંદર લોકપાલને ફરિયાદ કરી શકાય છે.
અત્યારની ત્રણ યોજનાઓ સંકલીત કરાઇ
સંકલિત લોકપાલ યોજના એ ખરેખર આરબીઆઈની ત્રણ વર્તમાન ત્રણ લોકપાલ યોજનાઓને સાંકળીને
બનાવવામાં આવી છે. જેમાં બેંકિંગ લોકપાલ યોજના,૨૦૦૬,
નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ માટેની લોકપાલ યોજના
૨૦૧૮ અને ડિજિટલ વ્યવહારો માટે લોકપાલ યોજના ૨૦૧૯નો સમાવેશ છે. સંકલિત લોકપાલ યોજના,
જો આરબીઆઈ નિયમન કરાયેલ એકમો જેમ કે બેંકો, એનબીએફસી વગેરે ગ્રાહકની ફરિયાદને
સંતોષકારક રીતે સમાધાન ના કરે કે ૩૦ દિવસના સમયગાળામાં ગ્રાહકોને જવાબ ન આપે તો ગ્રાહકોની
ફરિયાદોનું આ યોજના હેઠળ નિશુલ્ક નિવારણ કરવામાં આવશે. આ સંકલિત
લોકપાલ યોજના તળે રૂ. ૫૦ કરોડ અને તેથી વધુની થાપણો ધરાવતી પ્રાથમિક સહકારી બેંકો પણ દાયરામાં આવરી
લેવામાં આવી છે.
યોજનાની મુખ્ય વિશેષતા શું છે ?
-ફરિયાદીને એ ઓળખાવવાની જરૂર રહેશે નહીં કે તેણે કઈ યોજના હેઠળ ફરિયાદ નોંધાવી જોઈએ.
-ફરિયાદો હવે 'સૂચિબદ્ધ આધારો'
હેઠળ આવરી લેવામાં આવી નથી, એથી ઉડાડી નહી શકાય.
-આ યોજનાથી દરેક લોકપાલ કાર્યાલયના અધિકારક્ષેત્રની નાબૂદી.
-કોઈપણ ભાષામાં કાગળ પરની કે ઈમેલ ફરિયાદોની પ્રાપ્તિ અને વહેલાસર
પ્રક્રિયા માટે ભારતીય રિઝર્વ બેંક, ચંદીગઢ ખાતે કેન્દ્રિય કેન્દ્રની
સ્થાપના થઈ છે.
-ફરિયાદોના સંદર્ભમાંજાણકારી આપવાની જવાબદારી જાહેર ક્ષેત્રની
બેંકમાં જનરલ મેનેજર અથવા તેના સમકક્ષના હોદ્દા પરના મુખ્ય નોડલ ઓફિસરની રહેશે.
-સંસ્થાને એવા કેસમાં અપીલ કરવાનો કોઈ અધિકાર નથી કે જેમાં લોકપાલે
સંતોષકારક અને સમયસર માહિતી/દસ્તાવેજો પૂરા ન કરવા બદલ તેમની
વિરુદ્ધ ચુકાદો જારી થયો હોય.
-આરબીઆઈના ગ્રાહક અને સુરક્ષા વિભાગના નિયામક આ યોજના હેઠળ અપીલ
અધિકારી રહેશે.
ફરિયાદ કેમ દાખલ થશે ?
- https://cms.rbi.org.in પર ઓનલાઈન ફરિયાદ થઈ શકશે.
- ફરિયાદો ઈ-મેલ દ્વારા અને કાગળ દ્વારા
પણ આરબીઆઈ દ્વારા સૂચિત કેન્દ્રમાં નોંધાવી
શકશે.
- ઈ-મેલ crpc@rbi.org.in પર મોકલી શકાશે.
- ફરિયાદ ભૌતિક સ્વરૂપમાં હોય, તો તેના
પર ફરિયાદી કે તેના અધિકૃત પ્રતિનિધિની સહી રહેશે.
- પત્ર વ્યવહારથી નિયત માળખામાં ફરિયાદ ફોર્મ 'આરબીઆઈ, ૪થા માળે, સેક્ટર ૧૭,
ચંદીગઢ - ૧૬૦૦૧૭' કેન્દ્ર પર મોકલી શકાશે.
No comments:
Post a Comment