આઠ રાજ્યમાં લાગ્યો સંપૂર્ણ
પ્રતિબંધ : અનલોક પછી મોટેભાગે સુધારાના સંકેતો,
પરંતુ દેશમાં પાંચ લાખ
શ્રમજીવીને રોજગારી આપતી બજાર પર સંકટ વધુ ઘેરું
દિવાળી નજીક આવી ગઇ?છે અને હવે કપડાં બજાર હોય કે ઇલેક્ટ્રોનિક કે મીઠાઇ, ગિફ્ટ પેકિંગ કે સોનું-ચાંદી હોય હવે બજારમાં ખરીદીએ ગતિ પકડી હોવાના સમાચારો દેખાય છે. ક્યાંક ભલે ઓનલાઇન ખરીદી વધુ થવાના કારણે સ્થાનિક બજારો પર અસર પડી હોવાની વેપારીઓ ફરિયાદ કરે છે, પરંતુ કોરોના અને એ પછીના લોકડાઉનને પગલે પડેલી અર્થતંત્ર પરની અસરોને સંબંધ?છે ત્યાં સુધી બધે સુધારાના સંકેત છે, માત્ર?એક સેક્ટર વધુ ચર્ચામાં છે - ફટાકડા ઉદ્યોગ. પહેલાં કોરોનાના કારણે ફેક્ટરીઓ લાંબો સમય બંધ રહી, લગ્નગાળાની સિઝન ગુમાવી, પછી બધી આશા દિવાળી પર હતી, જેમાં વર્ષનો લગભગ 75 ટકા ધંધો થાય છે. આ પડયા પર પાટુ માર્યું પ્રદૂષણની સમસ્યાએ. બીજું, કોરોનાના દર્દીને કે સ્વસ્થ થઇ ચૂકેલા દર્દીને પણ આ ધુમાડો નુકસાન કરે છે તેવી શક્યતા છે.
આમ તો ભારતીય શહેરોમાં
પ્રદૂષણનું પ્રમાણ વધતાં 2018થી સુપ્રીમ કોર્ટે ચીન સહિતના દેશોમાંથી આયાતી ફટાકડા
પર નિયંત્રણો લાદ્યા પછી કેન્દ્ર સરકારે તો મનાઇ?કરી જ દીધી છે અને સમગ્ર ફટાકડા કારોબાર
ઘટતો હતો ત્યાં કોરોના મહામારી આવી અને પ્રદૂષણનો આંક પણ ચિંતાજનક આવતાં નેશનલ
ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્યોને નોટિસો ફટકારી. છ રાજ્યોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધો
મૂકી દીધા. ગુજરાતે ગઇકાલે જો કે નોટિસ મળ્યા બાદ જાહેરમાં ફટાકડા ફોડવાની મનાઇ
કરી અને સમયમર્યાદા નિશ્ચિત કરી છે. દિલ્હીએ તો 30મી નવેમ્બર સુધી સંપૂર્ણ
પ્રતિબંધ અને અન્ય રાજ્યોની જેમ ઇકોફ્રેન્ડલી-ગ્રીન ફટાકડા ફોડવાની પણ દિવાળી
તહેવારોમાં મનાઇ રાખી છે. કોરોનાકાળ અને પ્રદૂષણ આ બંને પરિબળોથી દેશનો લગભગ 10,000 કરોડનો ફટાકડા કારોબાર અને પાંચ લાખ લોકો રોજગારી મેળવે છે એ ગરીબ
કામદારો અસરગ્રસ્ત બનશે. કારણ?કે દિવાળીને જૂજ દિવસો બાકી રહ્યા છે અને હજુ 30થી 40 ટકા જ
ડિમાન્ડ આવી હોવાનું ભારતીય ફટાકડા ઉત્પાદક એસોસિયેશન કહે છે. સ્થાનિકે હેવાલો જ
જોઇએ, અને કચ્છનો દાખલો જ લઇએ તો ગત વર્ષ કરતાં માત્ર અડધી જ
સંખ્યામાં દુકાનો માટે લાયસન્સ મગાયા છે. આમ, સમગ્ર દેશનો
ફટાકડા ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. દિવાળી ફટાકડા બજાર દર વર્ષ કરતાં ઘણી મંદ રહેશે એ લગભગ નિશ્ચિત બન્યું છે.
એનજીટી (નેશનલ ગ્રીન
ટ્રિબ્યુનલ)ના હેવાલ મુજબ દેશના 122 શહેરોમાં હવાની ગુણવત્તા અનુકૂળ માપદંડથી નીચે
છે. જે 18 રાજ્યોને નોટિસ અપાઇ?છે એમાંથી રવિવાર સવાર સુધીમાં છ રાજ્યો ફટાકડા ફોડવા, વેચવા પર પ્રતિબંધ ફરમાવી ચૂક્યા છે જેમાં દિલ્હી, કર્ણાટક,
પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન,
ઓરિસ્સાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રે માર્ગદર્શિકા બહાર પાડી છે.
અચાનક આવેલા આ ધડાધડ આદેશોથી હોલસેલ વેપારીઓ ડઘાઇ ગયા છે કારણ?કે સામાન્ય રીતમુજબ બે-ત્રણ?મહિના પહેલાં જ
ફેક્ટરીઓને આગોતરી રકમ આપીને ઓર્ડર થયા છે એ પ્રમાણે જ ફેક્ટરીઓ ફટાકડા બનાવે છે.
હવે થયું એવું કે લોકડાઉન અને એ પછીના સમયના લગ્ન-ઉત્સવો ઊજવાયા નહોતા એટલે સ્ટોક
પડયો જ હતો, ત્યાં પ્રતિબંધો આવતાં હવે માલ ભરાઈ જવાનું જોખમ
ઊભું થયું છે. બાકીના રાજ્યો પણ પ્રતિબંધ લાદશે તો શ્રમિકોની રોજગારીય છીનવાશે
એટલું જ નહીં, દિવાળી પછી એમને મળનારું મહેનતાણું ક્યારે
ચૂકવવું એ પણ પ્રશ્ન થશે.
શિવાકાશી છે ઉત્પાદન હબ
દેશમાં તામિલનાડુ ખાતે આવેલું શિવાકાશી એ ફટાકડા ઉત્પાદનનું હબ છે. ભારતના કુલ ઉત્પાદનનો 80 ટકા જથ્થો અહીં બને છે. અહીં, 1070 કંપની નોંધાયેલી છે અને 6000 કરોડનો કારોબાર શિવાકાશીમાં જ થાય છે ને ત્રણ લાખ લોકો કામ કરે છે. બીજો ક્રમ દિલ્હીનો આવે છે. અહીં દર વર્ષે 2000 કરોડનો કારોબાર થતો હતો, જે ધીમે-ધીમે પ્રદૂષણના પ્રતિબંધો બાદ ઘટીને 500 કરોડનો થયો છે. એ પછી આસપાસના ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં ત્રણેક હજાર કરોડનો કારોબાર થાય છે. આમ આ વખતે અહીંના દસ હજાર કામદારોને કામ નહીં મળતાં બેકાર થવાના હેવાલ બહાર આવ્યા છે. અગાઉનો વેચાયા વિનાનો માલ પડયો છે ને ત્યાં નવી માંગ દર વર્ષ કરતાં અડધી પણ નથી આવી. કોરોનામાં વાયુ પ્રદૂષણથી ગંભીર સમસ્યા સર્જાવાની શક્યતાએ અગાઉથી જ ફેક્ટરીઓ બંધ કે ધીમી ગતિએ કામ કરી રહી છે.
ચીની ઘર્ષણ ; દેશી અને ગ્રીન
ફટાકડા મોંઘા
No comments:
Post a Comment