Sunday, 23 May 2021

One tweet, Market twist! Who is this musk?

 

એલન મસ્ક.વિશ્વમાં ગુંજતું નામ.

બ્લૂમબર્ગ બીલીયોનાર ઈન્ડેક્સમાં દુનિયાના સૌથી સમૃદ્ધ વ્યક્તિ તરીકે એક તબક્કે એમેઝોનના ચેરમેન જેફ બેજોસને પણ પાછળ ધકેલી,પ્રથમ ક્રમે આવી, બધાને આશ્ચર્યમાં મુકી દીધા. અરે, દોઢ વર્ષ પહેલા વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં જેમનું પ્રથમ ૫૦માં પણ નામ નહોતું એ ટૂંકા ગાળામાં પ્રથમ સ્થાને આવીને અત્યારે બીજા ક્રમે છે. ૪૯ વર્ષિય મસ્ક માત્ર ઉદ્યોગપતિ નથી, એક સેલિબ્રિટી છે, યુવાનો, ઇજનેરો, વ્યાપાર જગત, રોકાણકારો અને વિજ્ઞાનની દુનિયામાં સદીના ઉદ્યોગપતિ તરીકે ચર્ચાતું નામ છે. દુનિયામાં અબજપતિઓ તો ઘણા છે પરંતુ આટલો વિવાદ બીજાનો નથી, કયારેક ટીકા થાય તો ક્યારેક વળી રચનાત્મક-સર્જનાત્મક શોધ અને ઊંચી મહત્વાકાંક્ષા માટે મસ્કનો દાખલોય અપાય. ટ્વીટરમાં ભારે સક્રિય. ટ્વીટ કરે એટલે કરોડો નહીં, અબજો રુ.ની કલાકોમાં ઉથલપાથલ થઈ જાય.

વાત એટલે માંડી કે ગત બુધવારે ઇલેક્ટ્રિક કાર બનાવતી વિખ્યાત ટેસ્લાના માલિક અને લોકોને મંગળની આસાનીથી યાત્રા કરાવવાનું સપનું જોતા મસ્કે તેની કારના વેચાણનાં બદલામાં, પર્યાવરણને નુકશાન થતું હોવાનો હવાલો આપીને બીટકોઈન સ્વીકારવાની ના પાડી અને એક જ ધડાકે તેની કિંમત ૫૪  હજાર ડોલરથી ઘટીને ૪૫ હજાર ડોલર પર પહોંચી. આ તરંગી મિજાજના ઉદ્યોગપતિએ માર્ચમાં એમ કહ્યું હતું કે, તે ટેસ્લા કારના વેચાણના બદલામાં બીટકોઈન સ્વીકારશે, અને તેની કિંમત અત્યાર સુધી સતત વધતી રહી છે. ટેસ્લા કારના વેચાણના બદલામાં ત્રણ મહિનામાં જ કંપનીએ ૧.૫ અબજ ડોલરના બીટકોઇન ખરીદી લીધા છે. આટલા બધા બીટકોઈન ખરીદી લીધા છતાં આવી ટ્વિટ કરીને ભાવ કેમ ગગડાવ્યા એ અત્યારે વિશ્વ બજારમાં ચર્ચાનો વિષય છે. બીજીબાજુ, તેમણે તેની સ્પેસ એક્સ કંપની માટે બીજી એક વર્ચ્યુઅલ કરન્સી (આભાસી ચલણ) ડોગીકોઈનને ટેઈકઓવર કરવાની તેના ટીવી શોમાં જાહેરાત કરી. ભલે, ઉદ્યોગપતિ છે, પણ, બહુમૂખી પ્રતિભાશાલી મસ્ક  'સેટરડે  નાઈટ લાઈવ' નામના શોમાં તે હોસ્ટ છે અને આ જાહેરાતથી ડોગીકોઈનની કિંમતમાં પણ ઉથલ પાથલ મચી ગઈ. વારંવાર નિષ્ફળતાઓ પછી અશક્ય મનાતું હતું એ ઇલેક્ટ્રિક કારને સફળતાના શિખરે પહોંચાડી, એટલું જ નહીં કાર ઉદ્યોગના માંધાતાઓ ટોયોટા, વોક્સવેગન, જીએમ અને ફોર્ડની કુલ બજાર મૂડીથી પણ વધુ આગળ થઈને વિશ્વની ટોચની કાર કંપની બની ગઈ. ડિજિટલ ચલણ શું છે, બીટકોઈન શું છે અને કેમ કામ કરે છે તેમ જ ચર્ચાના કેન્દ્રમાં રહેલા એલનની કેટલીક અજાણી અને અસામાન્ય વર્તનની વાત આજે કરી છે.

બિટકોઇન શું છે કેમ કાર્ય કરે છે ?

બિટકોઇન એક ક્રિપ્ટોકરન્સી છે. 'ક્રિપ્ટો' એટલે 'ગુપ્ત'. તે ઇંટેરનેટ આધારિત ડિજિટલ ચલણ છે. જે ક્રિપ્ટોગ્રાફીના નિયમોના આધારે કાર્ય કરે છે. હાથમા ન પકડી શકાય તેવુ ચલણ. બિટકોઇનની જેમ ઇથિરિયમ, કાર્ડેનો, ડોગીકોઇન, તીથર., લીટકોઇન એમ ૨૦૦ થી વધુ ક્રિપ્ટોકરંસી છે.  બિટકોઇનની શરૂઆત ૨૦૦૯માં ઇલિયાસ સતોશીએ કરી હતી. બિટકોઇનની કિંમત સતત વધી રહી છે. ગુરુવારે સવાર સુધી માં તેની કિંમત લગભગ ૮.૩૧ લાખને પાર કરી ગઈ હતી.

બીટકોઇન્સ વર્ચ્યુઅલ સિક્કા છે, જે તેમની કિંમત બનાવવા અને વધારવા માટે રચાયેલ છે. આ નાણાનાં વ્યવહાર માટે બેંકોમાં જવાની જરૂર નથી. જો કોઈ પણ વ્યક્તિ પાસે બિટકોઇન હોય તો તેનાં મૂલ્ય મુજબ ચૂકવણુ થાય છે. જેમ કે સોના માટે ઇટીએફમાં વેપાર થાય છે. બિટકોઇનથી ઓનલાઈન ખરીદી પણ થાય છો અને રોકાણ પણ થાય છે. ઇ-વોલેટની જેમ બીજા વ્યક્તિગત ઇ-વોલેટમાં પણ સ્થાનાંતરિત કરવામાં આવે છે. જે કમ્પ્યુટર, સ્માર્ટફોન જેવા સાધનમાં ચાલે છે.

કઇ રીતે પર્યાવરણીય નુકસાન ?

મસ્કે બુધવારે ટ્વિટર પર લખ્યું, "બિટકોઇન બનાવવા અને લેણદેણમાં તેના ઉપયોગ માટે ખનિજ બળતણ, ખાસ કરીને કોલસાના વધતા વપરાશ વિશે ચિંતિત છીએ, કોઈ પણ બળતણ કરતાં કોલસામાં સૌથી કર્બન ઉત્સર્જન થાય છે." ક્રિપ્ટોકરન્સી અનેક રીતે સારો વિચાર છે પરંતુ તેમા મોટી પર્યાવરણીય કિમત ચૂકવવી પદે છે. નોધનિય છે કે બિટકોઇન બનાવવા માટે હ્જ્જારો કોમ્પ્યુટર સતત લાગેલા છે, અને એમા વીજ ખપત થાય છે.

બિટકોઇનું ટ્રેડિંગ કેવી રીતે અને છે ભારે જોખમી

બિટકોઇન ટ્રેડિંગ ક્રેકેન દ્વારા થાય છે. આ માટે, એકાઉન્ટ બનાવવું પદે. એકાઉન્ટ ચકાસ્યા પછી, વેપારની પદ્ધતિ પસંદ કરી શકાય છે. જેમા બિટકોઇનની  ખરીદી અને વેચાણ  કરી શકાય છે. ભાવમાં ખૂબ અણધારી અને ઝડપી વધઘટ થાય છે, તેથી જોખમી છે. વિશ્વભરમાં એક સમયે બિટકોઇનની કિંમત એકસરખી છે, તેથી  વેપાર વધ્યો . કિમત કોઈ દેશ દ્વારા નક્કી નથી કરાતી. પણ ડિજિટલી નિયંત્રિત છે. શેરબજારની જેમ, કોઈ નિશ્ચિત સમય નથી. જોકે, ભારતમાં બિટકોઇન પર પ્રતિબંધ છે, પરંતુ ગુપ્ત રીતે તેનો વેપાર થાય છે. બે હિસાબ મુડી ધરાવનારાઓ આ ચલણ દ્વારા રોકાણ કરે છે. રિઝર્વ બેંકે પણ બિટકોઈન અંગે કડક સૂચના આપી છે.

 

કોણ છે એલન મસ્ક ?

મસ્ક અમેરિકન ઉદ્યોગ સાહસિક . જન્મ દક્ષિણ આફ્રિકામાં, માતા કેનેડાની છે અને પિતા દક્ષિણ આફ્રિકાના. નાનપણથી પુસ્તકો વાંચવાનો શોખ. ૧૦ વર્ષની ઉંમરે, કમ્યુનિટિ પ્રોગ્રામિંગ શિખ્યુ અને ૧૨  વર્ષે  'બ્લાસ્ટર' નામે વિડિઓ ગેમ બનાવી. જે સ્થાનિક સામયિકે પાંચસો ડોલરમાં ખરીદી. જે પહેલી ધંધાકીય  સિદ્ધિ હતી.

૨૭  વર્ષની ઉંમરે, 'એક્સ ડોટ કોમ' નામની કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું અને આ કંપનીએ દાવો કર્યો કે ' તે પૈસા ટ્રાન્સફર કરવાની પ્રણાલીમાં ક્રાંતિ લાવશે'.  જે અત્યારે 'પે-પલ' તરીકે જાણીતી છે અને ૨૦૦૨ માં ઇ-બે દ્વારા ખરિદાઇ હતી .આ માટે મસ્કને  ૧૬૫ મિલિયન ડોલર મળ્યા હતા. ખરેખરો વ્યવસાય ૧૯૯૯માં શરૂ થયો. જ્યારે તેને તેના ભાઈ કિમ્બલ સાથે સોફ્ટવેર કંપની 'ઝિપ -૨' માટે મોટું કામ મળ્યું.

૨૦૦૪માં ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનો પાયો નાખ્યો અને કહ્યું હતું , "ભવિષ્યમાં બધું ઇલેક્ટ્રિક થશે, અવકાશમાં જતા રોકેટ અને ટેસ્લા આ પરિવર્તન લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે." બધા કરતા અલગ ઇજનેર અને વ્યાપારી. ખોટનો ભય નહીં, સતત નવું નવું શોધવાની અને ઉચા લક્ષ્ય સાથે જોખમ લેવાની જાણે આદત. મસ્કનું કાર્યક્ષેત્ર ભવિષ્યની કાર બનાવતી કંપની સુધી મર્યાદિત નથી. ઘરો માટે 'સોલર એનર્જી સિસ્ટમ' બનાવે છે, જેની માંગ સમય જતાં વધી. આ પછી, અવકાશ સંશોધનની ટેકનોલોજી પર કામ કરવાનું શરૂ કર્યું. જે યોજનાનુ નામ છે 'સ્પેસ-એક્સ'. લક્ષ્ય છે 'આવનારા સમયમાં માણસો અન્ય ગ્રહો પર જીવી શકે..'  હવે અમેરિકામાં 'સુપર-ફાસ્ટ અન્ડરગ્રાઉન્ડ વાહન વ્યવહાર સિસ્ટમ' ડિઝાઇન કરે છે.

એક પુસ્તકે વિચારવાની રીત બદલી

વિશ્વ શું છે? અને દુનિયામાં શું કરવાનું છે વિશ્વ એક સુપર કમ્પ્યુટર છે. જેનું સંચાલન બીજા ગ્રહ પર બેઠેલા લોકો ચલાવે છે. એલિયનની  આપણા વિશ્વને સમાપ્ત કરવાની યોજના નથી ને, તે પહેલાં, ઉપાય કાઢીને  અન્ય ગ્રહો પર સ્થિર થવું પડશે. આવા રહસ્યમય સવાલો સાથે લખાયું છે પુસ્તક ધી હિચિકર્સ ગાઇડ ટૂ ગેલેક્સી. ૧૪ વર્ષિય મસ્કે વાંચ્યુ અને જીવંભર અસર રહી છે.  થયું,  હું પણ આ શોધમાં જોડાઇ શકું છું ડગ્લાસ એડમ્સના પુસ્તકે વિચારવાની આખી રીત બદલી.

માતા- પિતાના છુટાછેડા પછી પિતા સાથે રહ્યો, પણ માતા કેનેડિયન નાગરિક એટલે એના આધારે નાગરિકાતા લઇ . અમેરિકા પહોચી પહેલા પીએચડી કરવા માટે નોંધણી કરાવી, પરંતુ બે દિવસની અંદર લાગ્યું કે આ હેતુ નથી., અને સીધો વાસ્તવિકતા સંશોધન તરફ આગળ વધ્યો.

૩૦ વર્ષની  ઉમરે રશિયા રોકેટ ખરીદવા પહોંચ્યો, ન આપ્યું તો પોતે બનાવ્યા

મસ્ક માત્ર ૩૦  વર્ષની ઉંમરે રશિયા પહોંચ્યા. રશિયનોએ ઇરાદાની કદર ન કરી. મસ્કનું સ્વપ્ન મંગળ અથવા કેટલાક અન્ય ગ્રહ પર રોકેટ દ્વારા સ્થિર થવા માટે પહેલા ઉંદરને મોકલવાનું હતું. જ્યારે રશિયાથી બીજી વખત ખાલી હાથે પાછો ફર્યો તો વળતી વખતે જ મનમા ગાંઠ વાળી કે રોકેટ પોતાની જાતે બનાવવા અને સ્પેસએક્સ કંપનીની શરૂઆત થઈ.  મૂડીનો મોટો ભાગ રોકી નાખ્યો. મસ્ક ઇચ્છે છે કે લોકો તેને રોકાણકાર કરતાં વધારે, એક ઇજનેર તરીકે ઓળખે. ક્લાઇમેટ ચેઇન્જ બાબતે તો એ ચિંતિત છે જ. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, "હું નવી ટેકનોલોજીથી સમસ્યાનું સતત સમાધાન શોધુ છું. બેંકમાં નાણાને સફળતાનું માપદંડ માનતો નથી."

મસ્ક રહસ્યમયી વ્યક્તિ તરીકે પ્રખ્યાત છે. મંગળ પર એક વસાહત બાંધવા માંગે છે, વેક્યૂમ ટનલમાં દોડતી સુપર ફાસ્ટ ટ્રેનો ચલાવવા માંગે છે, આર્ટિર્ફિશિયલ ઇંટેલિજન્સને મનુષ્યના મગજ સાથે જોડવા માંગે છે, જેથી વ્યક્તિ વિચારે એમ રોબોટ ચાલે. સપ્ટેમ્બર ,૨૦૨૦માં, તેમણે કહ્યું હતું કે 'ટૂંક સમયમાં તેમની કંપનીની બધી કારો સેલ્ફ ડ્રાઇવિંગ કરશે '.

જોખમ લેવાની આદત અને કામનું વ્યસન

૨૦૦૮માં વૈશ્વિક આર્થિક મંદી વખતે મસ્કની સ્થિતિ કથળી હતી. ઘણી કંપનીઓમા નિષ્ફળતા મળી. સ્પેસ-એક્સના પ્રથમ ત્રણ પ્રક્ષેપણ નિષ્ફળ ગયા. ઇ-કાર ટેસ્લામાં પ્ર્શ્ન આવ્યા. સમય એવો આવ્યો જ્યારે મિત્રો પાસે પૈસા ઉધાર માગ્યા,  ત્યારે નાદારીના ભય વિશેના એક સવાલના જવાબમાં મસ્કે કહ્યું કે ,"વધુ ને વધુ શું થયું હોત, મારા બાળકોને સરકારી શાળામાં જવું પડ્યું હોત. મેં સરકારી શાળામાં જ અભ્યાસ કર્યો છે."  પણ, ઇરાદો બુલંદ હતો અને એક દિવસ આવ્યો,જ્યારે વિશ્વનો સૌથી ધનિક બન્યો.  મસ્કને કામ કરવાનુ વ્યસન છે. અઠવાડિયામાં ૧૨૦ કલાક કામ કરે છે અને તેને તેનો આનંદ આવે છે.

No comments:

Post a Comment