આરબીઆઇ તો સમજાય પણ આ
ફેડ બેઠકથી ભારતમા` કેમ થાય છે હલચલ ?
0થી 0.25 ટકાના મુખ્ય વ્યાજદરવાળા અમેરિકામા` કોરોનાપછી રાહતના ભાગરૂપે નાણા` ઠલવાયા; હવે પાછા
ખેંચી લેવાના અને વ્યાજદર વધારવાના સ`કેત : ભારતમા` શેરબજાર, વ્યાજદર, ડોલર અને ખરીદશક્તિ સહિતની અસરો પડે છે
ભારતમા` કેન્દ્રિય મધ્યસ્થ બેંક છે. આરબીઆઇ (રિઝર્વ બેંક
ઓફ ઇન્ડિયા) પણ, અમેરિકામા` આવી એક બેંક નથી, મધ્યસ્થ
બેંકોના વડાઓની એક સમિતિ છે, એમની નાણાકીય બાબતો માટેની વર્ષમા` ચાર વખત બેઠક મળે છે. કમિટીનુ` નામ છે અમેરિકી ફેડરલ
ઓપન માર્કેટ કમિટી. હવે ભારતમા` નાણાકીય નીતિની સમયા`તર બેઠક મળે અને
તેની અસર ભારતીય અર્થત`ત્ર અને બજાર પર
પડે એટલે બેઠકની ઉત્સુકતા હોય એ સ્વાભાવિક છે. કારણ કે તે દેશનો ભવિષ્યનો રોડમેપ નક્કી
કરે છે, પર`તુ જ્યારે જ્યારે અમેરિકી ફેડ બેંકની બેઠક હોય, તેની એટલી
જ ચર્ચા હોય. એવુ` શા માટે ? વ્યાપાર
અને બજારની દુનિયામા` રસ ધરાવનારા માટે
આ કડી સમજવા જેવી છે. ખાસ કરીને ગત બુધવારે અમેરિકી ફેડની બેઠક મળી તેની ચર્ચા ઘણી
હતી. કારણ કે તેમા` કોરોના પછીનો નીતિ બદલાવ હતો. આ સમીક્ષા પછી
ફેડના ચેરમેન જેરોન પોવેલે જે નિવેદન આપ્યુ` અને નિર્ણયો લીધા
તે ભારતીય સ`દર્ભમા` ઘણુ` મહત્ત્વ ધરાવે છે.
ચેરમેન પોવેલે સ્પષ્ટ કહ્યુ` કે, અમેરિકી
અર્થત`ત્ર હવે મજબૂત રીતે આગળ વધે છે. ભલે નવા વાયરસનો
ખતરો છે, હાલમા` વ્યાજદર નહીં વધારાય
પર`તુ આગામી ત્રણ વર્ષમા` સાત વખત વ્યાજદર વધશે. 2022મા` ત્રણ વખત, 2023મા` બે અને 2024મા` પણ બે વખત વ્યાજદર
વધશે. બીજુ`, આગામી માર્ચ-2022 સુધીમા` બોન્ડની ખરીદી બ`ધ કરી દેવામા` આવશે. એટલે કે રાહત પેકેજ બ`ધ કરી દેવામા` આવશે. હવે દર મહિને 15 અબજ ડોલરને બદલે 30 અબજ ડોલરનુ` બોન્ડ ટેમ્પરિ`ગ એટલે કે તેને સાદી
ભાષામા` કહીએ તો અર્થત`ત્રમા` મૂકેલી નાણા` પ્રવાહને પાછા ખેંચવાની
ઝડપ બેવડી કરીને માર્ચમા` તેને બ`ધ કરાશે.
આ જાહેરાતનો સૂચિતાર્થ એ નીકળે છે કે અમેરિકા કોરોનાને કારણે મા`દા પડેલા અર્થત`ત્રને રાહત આપવાનુ` બ`ધ કરશે. કોરોનાના કારણે લોકડાઉન અને પછી ઊભી
થયેલી ઠપ અર્થત`ત્રની સ્થિતિમા` માત્ર અમેરિકા જ નહીં દુનિયાના તમામ દેશોએ પેકેજ જાહેર કર્યા હતા. અમેરિકાએ
વધુને વધુ નોટો છાપી નાણા`નો ઢગલો કરી નાખ્યો
હતો. જેનુ` પરિણામ તાજેતરના ફુગાવામા` દેખાયુ` અને અમેરિકામા` મોંઘવારીનો આ`ક 40 વર્ષની ઉચ્ચત્તમ
સપાટીએ આવી ગયો. હવે અમેરિકી ફેડરલ બેંકને લાગ્યુ` કે અર્થત`ત્ર વધુ હીર પકડી ચૂક્યુ` છે, નાણા`ના ઓક્સિજન વિના શ્વાસ લઇ શકે છે, તેને પાછા લેવામા` આવે અને ફુગાવાને અ`કુશમા` રાખવા માટે વ્યાજદર વધારવામા` આવે. કારણ કે વ્યાજદર
ઘટાડી ઘટાડીને અમેરિકાએ તેનો મુખ્ય વ્યાજદર 0થી 0.25 ટકા કરી નાખ્યો હતો.
આ છે પરિસ્થિતિ, અને ભારત અનેક રીતે પ્રભાવિત થશે. તેમા` સૌથી મોટી અસર અમેરિકાના અર્થત`ત્રમા`થી નાણા` પાછા ખેંચવાની થશે. બલ્કે અસર શરૂ થઇ ચૂકી છે.
છેલ્લા એકાદ પખવાડિયામા` જોવામા` આવેલા શેરબજારના કડાકા એ આ અસરનુ` પરિણામ છે. અમેરિકા
દુનિયાનુ` સૌથી મોટુ` અર્થત`ત્ર છે. તેના રોકાણકારો ભારત સહિત બધા દેશમા` જાય છે. ભારતીય બજારમા` વિદેશી સ`સ્થાકીય રોકાણકારોનો નિર્ણાયક હિસ્સો છે. ઓછા ટકાના વ્યાજ સાથે લીધેલા નાણા`ના અમેરિકી રોકાણકારોન`y મોટુ` પ્રમાણ છે. બજારના નિષ્ણાતો ફેડ બેઠક પહેલા`થી જ તેના નિર્ણયોનો
અ`દાજ બા`ધી લે છે અને રોકાણ
પાછુ` ખેંચવાનુ` શરૂ કરે છે જે હાલમા` દેખાઇ રહ્યુ` છે. અમેરિકાનુ` અર્થત`ત્ર અત્યારે મજબૂત છે, સારી ક`પનીઓનો નફો વધશે, વ્યાજદર પણ વધશે તો બહાર શા માટે જવુ`. વળી શૂન્ય નજીકના ઓછા વ્યાજના કારણે ઉધાર લઇને રોકાણ કરનારા હોય છે. એ તો પાછા
જાય તો એમને પોસાય. સરવાળે ભારતીય શેરબજાર દબાશે, બજાર દબાશે તો ક`પનીઓનો મૂડીપ્રવાહ ઘટશે, જે આ તેજીના પ્રવાહમા` ખુદ પ્રમોટરો શેર વેચીને મેળવતા હતા. ક`પની નબળી પડશે તો
નફો ઘટશે અને નફો ઘટશે તો મ`દી આવી શકે છે. આમ, આ ચક્રના
ભયે ભારતની ફેડ બેઠક પર સીધી નજર હોય છે. આ વખતે એક ખાસ બાબત એ જોવા મળી કે ઓક્ટોબરથી
ડિસેમ્બર સુધીમા` હજુ વિદેશી રોકાણકારો
સતત વેચવાલી કરી રહ્યા છે, પર`તુ આ આ`ચકા બજાર ખમી જાય છે. કારણ કે બે વર્ષ દરમ્યાન નવા આવેલા રોકાણકારોની ખરીદી
છે. 2017મા` જ્યારે અમેરિકાએ આવી રીતે બજારમા`થી નાણા` પ્રવાહ ઓછો કરવાના પગલા` લીધા અને ભારતીય બજાર પર એટલી અસર પડી હતી કે 20 દિવસમા` 12 ટકા બજાર નીચુ` ગયુ`. આ વખતે હજુ એવા કોઇ ચિન્હ નથી પર`તુ 2021ના વર્ષ કરતા` 2022 એ વળતરની એ પડકારભર્યું જરૂર બનશે.
અમેરિકી નાણા` પ્રવાહમા` બદલાવની અસર જેમ સીધી ભારતના બજાર પર છે એમ તેની અન્ય અસર વ્યાજદર, ડોલર અને
લોન પર પડે છે. અમેરિકામા` વ્યાજ વધારાનુ` અનુકરણ આરસીઆઇ 2022મા` કરી શકે છે. પર્સનલ
લોન-ડેટનો દર ભલે સ્થિર હોય પર`y હોમ લોનના દર ફલોટિ`ગ હોય છે. અત્યારે તે નીચા છે. ભારતમા` પણ રાહત પેકેજ અપાયુ` હતુ`. તેના ભાગરૂપે વિવિધ યોજનામા` વ્યાજદર પણ નીચા થયા હતા. લોન હપ્તા ભરવામા` પણ થોડો સમય છૂટછાટ
અપાઇ. જો હવે વ્યાજમા` અનુકરણ થાય તો હપ્તેથી
અને ખરીદનારાઓની ખરીદશક્તિ ઘટે, બા`ધકામ ઉદ્યોગમા` આવેલી તેજી ઠ`ડી પડી શકે.
આ સિવાય અમેરિકી ફેડ અનુસાર વ્યાજદર વધશે તો ડોલર મજબૂત થશે અને તો રૂપિયો
નબળો પડશે. ભારતમા` ગુરુવારે ડોલર સામે રૂપિયાનો ભાવ 76 હતો, જે તળિયે
આવી ગયો છે અને વધુ નબળો પડવાનો ભય છે. ડોલર મજબૂત થશે એટલે ભારતમા` આયાત મોંઘી બનશે, વિદેશમા` પ્રવાસ કરવો મોંઘો
બનશે, વિદેશમા` બાળકોને ભણાવુ` મોંઘુ` થશે. હા, નિકાસકારોને ફાયદો થશે,
તેમને એક ડોલરના વધુ રૂપિયા મળશે.
જો કે, ભારત પરની ફેડના નિર્ણયોની અસર આરબીઆઇ આગોતરી ઓળખીને તેની નીતિ બનાવે જ છે. જેથી નકારાત્મક અસરો ઓછી થાય અને સ્થિતિ સ`તુલિત રહે. પણ, ભારતે ઘણા સમયથી વ્યાજદર વધાર્યા નથી અને મોંઘવારીનો આ`ક પણ ઊંચે જઇ રહ્યો છે, અર્થત`ત્ર પણ ઉગરી ગયુ` હોવાનુ` સમજાય છે ત્યારે ભારતમા` પણ વ્યાજદર વધશે એ નિશ્ચિત મનાય છે.
No comments:
Post a Comment