આર્થિક મંદીમાં પડેલા પડોશી દેશો;
ચિંતા એની કરાય જે આપણી કરે
-શ્રીલંકાનો મોંઘવારી દર 29.8 ટકા
-શ્રીલંકાનો ખાદ્ય ફુગાવો 46.6 ટકા
-બાંગ્લાદેશમાં ફુગાવો 6.17 ટકા
-પાકિસ્તાનમાં છૂટક મોંઘવારી 13.4 ટકા
-નેપાળનું એક્સટર્નલ દેવું 1.85 ટ્રિલિયન રૂપિયા વધ્યું
-લોકડાઉનથી ચીનની નિકાસ ઘટી
-ભારતની શ્રીલંકાને 3.50 અબજ ડોલરથી વધુની મદદ
ભારતે થોડા સમય પહેલાં નાદાર બનેલા પડોશી શ્રીલંકાને ત્રણ અબજ ડોલરની કિંમતની દવા અને દૂધ પાવડર તેમજ અને ખાદ્ય પદાર્થો મોકલ્યા. એથી પહેલા ઇંધણ ખરીદી માટે 50 કરોડ ડોલરની રકમ લોન પેટે આપવાની જાહેરાત કરી. આવી રીતે નેપાળ સાથે કૃષિ ,વિજ્ઞાન, વીજળી ક્ષેત્રે કરાર કરીને પડોશી દેશો સાથે ક્ષેત્રીય સહકાર આગળ વધારવામાં આવે છે . અરે, થોડા સમય પહેલાં આર્થિક રીતે ભાંગી ચૂકેલા પાકિસ્તાનને મદદની વાતના એક હેવાલ પ્રસિદ્ધ થયા ! પડોશી ધર્મ સારી વાત છે અને આપણા પડોશી દેશો જો આર્થિક તૂટેલા હશે તો ભારતના વ્યાપારને પણ અસર પડે તે પણ એટલી જ સાચી વાત છે, પરંતુ આવો પડોશી ધર્મ હવે એવા જ દેશો સાથે બજાવવાનો સમય છે કે જે ચીનના પ્રભાવમાં ન હોય.
વૈશ્વિક મંદી આવે છે તેની
ચર્ચા થાય છે પરંતુ આપણા પડોશી દેશોની હાલત તો અત્યારથી જ ખસ્તાહાલ બની ચૂકી છે . પાકિસ્તાનમાં એપ્રિલનો છૂટક મોંઘવારી દર 13.4 ટકા છે. શ્રીલંકામાં એપ્રિલનો મોંઘવારી દર 29.4 ટકા હતો અને ખાદ્ય ફુગાવો 46.4 ટકા જેટલો જબર હતો. બાંગ્લાદેશમાં ફેબ્રુઆરીનો ફુગાવાનો દર 6.17 ટકા છે. નેપાળ મ્યાનમારની
સ્થિતિ પણ સારી નથી. એમ કહેવાય છે કે કોરોના મહામારી અને પછી રશિયા યુક્રેન યુદ્ધે તમામ અર્થતંત્રની સ્થિતિ બગાડી નાખી પરંતુ પાકિસ્તાન તો એથી પહેલાં ડામોડળ થઈ ગયું હતું. હાલમાં પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે નબળો
પડવામાં સૌથી ઉપર રહ્યો . પાકિસ્તાનમાં ઇમરાનની સરકાર પડી એમાં પણ આર્થિક નબળાઈ સૌથી મોટું કારણ હતું. નેપાળમાં તાજેતરમાં રિઝર્વ બેન્કના ગવર્નરને
સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં પણ આર્થિક નબળાઈ સામેના અપૂરતા પગલાનું કારણ જાહેર થયું. શ્રીલંકામાં તેની આઝાદી પછીની સૌથી ગંભીર સ્થિતિ છે. જયારે ભારતમાં પણ મોંઘવારી દર આઠ વર્ષનો સૌથી ઊંચો છે પરંતુ પડોશી દેશો કરતા ઘણી સારી સ્થિતિ છે ત્યારે આસપાસના નબળા- નાના દેશો ભારત અને ચીન પર મદદની
આશાની નજર રાખી બેઠા છે. પરંતુ એ મહત્વનું છે કે જેની મદદ કરવામાં આવે એ દેશો ચીનની ચાલબાજી સમજે. ડ્રેગનનો આર્થિક ઘૂસણખોરીનો બદઇરાદો સમજે અને
આપણે પણ એવા દેશોની મદદ કરવાની હવે આવશ્યકતા ઉભી થઈ છે કે જેની આંખ ઉઘડી ગઈ હોય અને ભારતના મુદ્દાઓને પણ સ્વીકારવા તૈયાર હોય .
પડોશી દેશો ખાસ કરીને ખાદ્ય ચીજો, ઇંધણ અને ખાતરની
અછતમાં સપડાયા છે . શ્રીલંકાની વાત
કરવામાં આવે તો 7.80 કરોડનું ઋણ ન ચૂકવી શકતાં તેણે તાજેતરમાં નાદારી જાહેર કરી અને ભારતે મદદ કરી, ભારતની રિઝર્વ બેન્કે પણ પગલા લીધા . પરંતુ
નોંધનીય છે કે શ્રીલંકા એ દેશ છે જેમાં ચીને હંબનટોટા મહાબંદર અને એરપોર્ટ ઊભું કર્યું છે ને 99 વર્ષના લિઝમાં લઈ લીધું છે. આ બંદર પર કોઈ આર્થિક ગતિવિધિ પણ નથી થતી, માત્ર ઘૂસણખોરી છે એ એની શ્રીલંકાએ આંખ
ઉઘાડવી જરૂરી છે. નેપાળમાં આર્થિક સંકટ ગંભીર બન્યું છે પરંતુ ભારત માટે સહકાર વધારવા પહેલા ભારતના ભૌગોલિક, રાજકીય હિતોનો સ્વીકાર કરવો
પડશે. કેટલીક અસહમતીઓ આડી આવી
ગઈ, નહીં તો ભારતીય વ્યાપાર વધારીને નેપાળ ઉગરી ગયું હોત. જેમ બાંગ્લાદેશે કર્યું . બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ
છેલ્લા દોઢ વર્ષમાં સારી રીતે આગળ વધી છે તેનું કારણ પરસ્પર હિતોનો સ્વીકાર છે. ધંધાકીય આગળ વધતાં છેલ્લે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદી ભૂમિ
વિવાદનો અંત આણતા ઐતિહાસિક કરાર થયા હતા , અને અત્યારે બાંગ્લાદેશની સ્થિતિ બગડી તેનું કારણ માત્ર કોરોના અને
યુદ્ધના યુદ્ધ જ છે .
પાકિસ્તાનમાં અત્યારે ખાણીપીણીની ચીજોના ભાવ આસમાને છે. ઉર્જા ખાદ્ય ચીજો માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે. ચીન અને યુએઈ તેની મદદ કરે છે. પડોશી ધર્મ બરાબર છે પરંતુ એવા દેશોને મદદનો વિચાર જ અયોગ્ય છે કે જેની આર્થિક સમૃદ્ધિ વધે તો એ નાણા આપણી સામેના શસ્ત્રો ખરીદવામાં જ વપરાવાના છે. જોકે, આ સંબંધે સરકારે સત્તાવાર રીતે પાકિસ્તાનની મદદની કોઈ જાહેરાત નથી કરી .
પડોશી ચીન દુનિયાની બીજા ક્રમની અર્થવ્યવસ્થા છે પણ કોરોના પછીના વારંવારના લોકડાઉનથી એનીય સ્થિતિ સારી નથી. લોકડાઉનમાં ફેક્ટરીઓ લાંબો સમય બંધ રહેવાને કારણે તેની નિકાસ નોંધપાત્ર રીતે ઘટી ગઈ. ભૂતાન - નેપાળ જેવા દેશો "લેન્ડલોક" છે, અને આવા પડોશી દેશો આયાત નિકાસ વ્યાપાર માટે ભારત પર નિર્ભર છે. એમનો વિદેશ વ્યાપાર નબળો પડે એ દેખીતી રીતે
ભારતને અસર કરે પરંતુ આવા દેશો પર ચીન પણ પ્રભુત્વ વધારી રહ્યું છે ત્યારે
પડોશી દેશોની મદદ કે સહકારના નિર્ણય મુદ્દે અત્યારે ઘણી ચર્ચા ઊભી થઈ છે અને આ મુદ્દો ઘણો મહત્વનો બની જાય છે. જોકે અત્યારે
ભારતની સ્થિતિ બીજા દેશો કરતાં સારી છે . કૃષિ ઉત્પાદન
વધ્યું છે, ખાદ્ય ભંડાર ભરાયેલો છે એટલું જ નહીં ઘઉં અને ચોખાની તો વિક્રમી નિકાસ કરી છે. માત્ર ઇંધણ ભાવ
વધારાનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે જે
મોંઘવારી વધારે છે પરંતુ આપણી સારી સ્થિતિને લઈને સહાય એ ભોગે તો ન જ કરાય કે આપણી જ સ્થિરતા તૂટી પડે, સામે પડોશીઓએ પણ એ
સમજવું પડશે કે ચીનની મદદ લાંબા ગાળે તેના અર્થતંત્રને ડુબાડી
નાખશે.
No comments:
Post a Comment