Saturday, 30 May 2026

કચ્છ યુનિ. ના કપરા કાળમાં લાંબો સમય ઈ. વીસી પદ સંભાળનાર ડો. બી. એસ. પટેલ સાથે મુલાકાત..

કચ્છ યુનિ. ના લગભગ દાયકાથી વધુ પહેલાનાં કપરા કાળમાં સૌથી
લાંબો સમય વીસીનું સંભાળનાર ડો. બી. એસ. પટેલ સાથે મુલાકાત..


કચ્છ યુનિવર્સિટીની શરૂઆત થઈ ત્યારથી સંઘર્ષનો અને પ્રશ્નોનો સમયગાળો વારંવાર આવ્યો છે. એમાં સૌને યાદ હશે કે જ્યારે પ્રથમ અને દ્વિતીય કાયમી કુલપતિ નિમાયા પછી ત્રીજા કુલપતિ નિમવામાં કેટલો સમય લાગ્યો હતો ? એ કપરો કાળ હતો રાજકીય ઘર્ષણનો... જેનો ભોગ શિક્ષણ વ્યવસ્થા બનતી હતી. કોર્ટ કેસ થયો કે કરાવવામાં આવ્યો હતો. કુલપતિની નિમણૂકના મુદ્દે શાસક - વિપક્ષ સામસામે હતા. સર્ચ કમિટીએ એકવાર ના મુક્યું,, વાંધો પડ્યો પછી ફરી મિટિંગ બોલાવી બીજીવાર નામ મુક્યું, છતાં પણ સ્વીકારવાની બદલે આખી સર્ચ કમિટી વિખેરી નખાઈ હતી અને મામલો કોર્ટમાં ગયો હતો. 

રાજ્ય કક્ષાએ ગરિમાપૂર્ણ પદ પણ કચ્છને કાયમી કુલપતિ પદ મળે એના કરતાં અમારો કુલપતિ મળે અથવા એમનો કુલપતિ ન મળે એવું વલણ હતું....! 

એ સમયગાળો યાદ હશે ત્યારે ઇન્ચાર્જ કુલપતિઓ ત્રણ ત્રણ વાર બદલ્યા હતા. આવા સમયગાળામાં કચ્છ યુનિવર્સિટીની નિયમિત રીતે રૂટીન શિક્ષણ વ્યવસ્થા ચલાવાઈ હતી. એટલું જ નહીં, નવી ગ્રાન્ટ પણ મંજૂર કરાવાઈ હતી અને જરૂરી વિકાસ કામો પણ થયા હતા. 



આ કપરા કાળમાં સૌથી વધુ સમય સુધી ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલરનું પદ સંભાળનાર વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. બી. એસ. પટેલ, સૌને યાદ હશે.
અમદાવાદમાં એમને મળવાનું થયું હતું. આજે તેઓ નિવૃતિ જીવન ગાળી રહ્યા છે, સાથે સાથે અમદાવાદની કેટલીક યુનિવર્સિટીઓમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. એક આચાર્યથી શિક્ષણ જગતની યાત્રા શરૂ કરનારા અને એજ્યુકેશન વિભાગના અધ્યક્ષ અને ડીન, અને છેલ્લે નિવૃત્તિ પહેલાંના વર્ષોમાં વાઈસ ચાન્સેલરનું પદ સંભાળનાર ડો. પટેલના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓ પીએચ. ડી. અને એમ.એડ. શિક્ષણ લઈ ચૂક્યા હશે. જે આજે સારી જગ્યાએ શિક્ષકો કે પ્રાધ્યાપક હશે.

એમની એક વિશેષતા હતી કે સ્વભાવે એકદમ નમ્ર, શાંત, પ્રમાણિક અને ધીરે બોલવું છતાં પણ જ્યારે અગત્યની મીટીંગ કે ચર્ચા હોય અને નિર્ણય લેવાના હોય ત્યારે મત " ના " માં જરૂરી હોય તો દબાણમાં આવ્યા વિના સ્પષ્ટ રીતે ના કહી દેવી. જે એમના આત્મબળની એક ખૂબી હતી. અનેક નિર્ણયો એ સમયે તેમના મતને કારણે પલટાયા હતા..., એ યાદ હશે. 

અમદાવાદમાં થયેલી મુલાકાતમાં તેમની સાથે આજની નવી શિક્ષણનીતિથી શું બદલાવવા આવશે તેની ચર્ચા થઈ. ગુજરાતના ઉચ્ચ શિક્ષણ તંત્રમાં ખાનગી યુનિવર્સિટીઓની ભૂમિકા, આજની એજ્યુકેશન કાઉન્સિલ જેવા મુદ્દે એમના અભિપ્રાયો જાણ્યા. 
તેમણે કચ્છ યુનિવર્સિટીના સ્ટાફને અને તેમને એ સમયે સહયોગી બનનારા વિવિધ સરકારી તંત્રના અધિકારીઓને યાદ કર્યા. 

આજે તેઓ સ્વસ્થ છે, અને કિશોર વયમાં એક ખેડૂત પુત્ર સાથે શિક્ષણ યાત્રા શરૂ કરી હતી. આજે નિવૃત્તિ જીવન સાથે એ ખેતી પણ સંભાળી રહ્યા છે. 

સ્વસ્થ રહો....
મસ્ત રહો.. 
 ડો. પટેલ સાહેબ. 
આભાર....



Thursday, 28 May 2026

કચ્છનાં ટેકનોસેવી વાઈસ ચાન્સેલર સાથે યાદગાર મુલાકાત....

આમ તો, પત્રકારોનો અને અધિકારીઓનો નાતો એક સમાચાર પૂરતો વધુ હોય છે, પણ ક્યારેક એવી મિત્રતા બંધાઈ જાય છે કે કાયમ યાદ રહી જાય અને ટકી રહે છે. કચ્છમાં પણ ઘણા એવા અધિકારીઓ આવ્યા છે. જે કચ્છમાં ભલે થોડો સમય રહ્યા હોય, પણ એમની સામે કચ્છનું નામ લઈએ ત્યારે ભાવુક બની જાય છે. બધાને યાદ કરવા લાગે છે. આવા જ એક લાંબા ગાળાનાં બંધાઈ ગયેલા ભાવુક સંબંધની વાત છે. કચ્છમાં વાઈસ ચાન્સેલર પદે રહી ચૂકેલા અને આજે અમદાવાદમાં નિવૃત્તિ જીવન ગાળી રહેલાની ડો. શશીરંજન યાદવ સાથે નિરાંતની મુલાકાત થઈ.

2009થી 2012ની વચ્ચે કચ્છ યુનિવર્સિટીના વિવિધ વિભાગો તથા તેનો સ્ટાફ અને યુનિવર્સિટી જોડાયેલી કોલેજોના વિદ્યાર્થીઓને આ નામ ચોક્કસ યાદ હશે. એ સમયે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં એક યંગ અને ડાયનેમિક વીસી તરીકેની એને ઉપમા મળી હતી અને એ ટેકનોલોજીના પ્રેમથી ટેકનોસેવી તરીકે જાણીતા હતા. યુનિવર્સિટીની ડિજિટલાઈઝેશનની પ્રક્રિયા, સ્માર્ટ ક્લાસનો આરંભ એ બધું સૌને યાદ હશે. 
અમદાવાદમાં એમની મુલાકાતમાં ઘણાના ખબર અંતર પૂછ્યા અને એમની સાથે આજની બદલાતી જતી ઉચ્ચ શિક્ષણની પદ્ધતિઓ, આજનું ટેકનોલોજીનું વાતાવરણ અને વિદ્યાર્થીઓમાં સ્કીલની મહત્વતા જેવા વિષયે ચર્ચા કરી અને તેમના વિચારો જાણ્યા. પણ., સૌથી વધુ વાત એ ગમી કે કચ્છમાં તેમના કાર્યકાળ દરમિયાન તેઓ એ સમયની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા અને આજે જ્યારે મળવાનું થયું ત્યારે પણ હાથમાં અત્યાધુનિક આઇપેડ હતું અને એઆઈ ટેકનોલોજી, ગૂગલ જેમિની, ચેટ જીપીટીમાં આજના યુવાનો જેટલા જ અપડેટ રહેતા હતા.  
બીજી વિશેષતા એ રહી કે વાઈસ ચાન્સેલર બન્યા પહેલાં પણ અમદાવાદમાં એમનો પત્રકારો સાથે ઘણો નાતો હતો એ કારણ હોય કે બીજું પણ એ પત્રકારોના માનસને વધુ સમજી શક્યા. જ્યારે પણ નકારાત્મક લખવાની જરૂર પડે ત્યારે પણ એમણે દરેક વાતને સકારાત્મક રીતે લીધી અને સુધારા માટે ચર્ચા કરી એ એમની ખેલદીલી યાદ રહેશે.
અને, તેમણે કચ્છમિત્ર પરિવારને યાદ કર્યો અને કહ્યું કે, હમણાં બે મિનિટમાં ગીત બનાવું, જુઓ, અને તરત વોઈસથી ઓર્ડર દ્વારા એક ગીત બનાવી દીધું. જે શેર કરી રહ્યો છું.

Pl share,  like and subscribe this blog...


 https://g.co/gemini/share/5c7160d6dc11


 https://g.co/gemini/share/59a703177f65


Saturday, 23 May 2026

હવે બુટલેગર ટ્રેનમાં કન્ટેનર વાટે દારૂ મંગાવતા થયા. મુન્દ્રા પહોંચેલું કન્ટેનર સેલ્ફ સિલિંગ હતું કે નહીં? મુન્દ્રા બંદરે બે કન્ટેનરમાં કરોડોનો દારૂ ઝડપાયો

કચ્છમાં ગેમના નામે જુગારની વ્યાપક બદી : ભુજ મુન્દ્રા ગાંધીધામમાં પણ ઓનલાઇન જુગાર....

મુન્દ્રા મહાજનનો વિસ્તાર : જિલ્લા પંચાયતમાં અનેક મોટા નેતાઓને સ્થાન મળી ચૂક્યું છે. ફલેશબેક

મુન્દ્રા નગરપાલિકા ચૂંટણીનો ચકરાવો : કાંઠાળ મુંદ્રામાં કમળની ભરતી ..., પંજાનો પુરુષાર્થ