Sunday, 19 December 2021

The Federal Reserve is central bank of america, And So much discussion in India. Why ?

આરબીઆઇ તો સમજાય પણ આ

ફેડ બેઠકથી ભારતમા` કેમ થાય છે હલચલ ?

 

0થી 0.25 ટકાના મુખ્ય વ્યાજદરવાળા અમેરિકામા` કોરોના
પછી રાહતના ભાગરૂપે નાણા` ઠલવાયા; હવે પાછા ખેંચી
લેવાના અને વ્યાજદર વધારવાના સ`કેત : ભારતમા` શેરબજાર,
વ્યાજદર, ડોલર અને ખરીદશક્તિ સહિતની અસરો પડે છે

 

ભારતમા` કેન્દ્રિય મધ્યસ્થ બેંક છે. આરબીઆઇ (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) પણ, અમેરિકામા` આવી એક બેંક નથી, મધ્યસ્થ બેંકોના વડાઓની એક સમિતિ છે, એમની નાણાકીય બાબતો માટેની વર્ષમા` ચાર વખત બેઠક મળે છે. કમિટીનુ` નામ છે અમેરિકી ફેડરલ ઓપન માર્કેટ કમિટી.  હવે ભારતમા` નાણાકીય નીતિની સમયા`તર બેઠક મળે અને તેની અસર ભારતીય અર્થત`ત્ર અને બજાર પર પડે એટલે બેઠકની ઉત્સુકતા હોય એ સ્વાભાવિક છે. કારણ કે તે દેશનો ભવિષ્યનો રોડમેપ નક્કી કરે છે, પર`તુ જ્યારે જ્યારે અમેરિકી ફેડ બેંકની બેઠક હોય, તેની એટલી જ ચર્ચા હોય. એવુ` શા માટે ? વ્યાપાર અને બજારની દુનિયામા` રસ ધરાવનારા માટે આ કડી સમજવા જેવી છે. ખાસ કરીને ગત બુધવારે અમેરિકી ફેડની બેઠક મળી તેની ચર્ચા ઘણી હતી. કારણ કે તેમા` કોરોના પછીનો નીતિ બદલાવ હતો. આ સમીક્ષા પછી ફેડના ચેરમેન જેરોન પોવેલે જે નિવેદન આપ્યુ` અને નિર્ણયો લીધા તે ભારતીય સ`દર્ભમા` ઘણુ` મહત્ત્વ ધરાવે છે.

ચેરમેન પોવેલે સ્પષ્ટ કહ્યુ` કે, અમેરિકી અર્થત`ત્ર હવે મજબૂત રીતે આગળ વધે છે. ભલે નવા વાયરસનો ખતરો છે, હાલમા` વ્યાજદર નહીં વધારાય પર`તુ આગામી ત્રણ વર્ષમા` સાત વખત વ્યાજદર વધશે. 2022મા` ત્રણ વખત, 2023મા` બે અને 2024મા` પણ બે વખત વ્યાજદર વધશે. બીજુ`, આગામી માર્ચ-2022 સુધીમા` બોન્ડની ખરીદી બ`ધ કરી દેવામા` આવશે. એટલે કે રાહત પેકેજ બ`ધ કરી દેવામા` આવશે. હવે દર મહિને 15 અબજ ડોલરને બદલે 30 અબજ ડોલરનુ` બોન્ડ ટેમ્પરિ`ગ એટલે કે તેને સાદી ભાષામા` કહીએ તો અર્થત`ત્રમા` મૂકેલી નાણા` પ્રવાહને પાછા ખેંચવાની ઝડપ બેવડી કરીને માર્ચમા` તેને બ`ધ કરાશે.

આ જાહેરાતનો સૂચિતાર્થ એ નીકળે છે કે અમેરિકા કોરોનાને કારણે મા`દા પડેલા અર્થત`ત્રને રાહત આપવાનુ` `ધ કરશે. કોરોનાના કારણે લોકડાઉન અને પછી ઊભી થયેલી ઠપ અર્થત`ત્રની સ્થિતિમા` માત્ર અમેરિકા જ નહીં દુનિયાના તમામ દેશોએ પેકેજ જાહેર કર્યા હતા. અમેરિકાએ વધુને વધુ નોટો છાપી નાણા`નો ઢગલો કરી નાખ્યો હતો. જેનુ` પરિણામ તાજેતરના ફુગાવામા` દેખાયુ` અને અમેરિકામા` મોંઘવારીનો આ`ક 40 વર્ષની ઉચ્ચત્તમ સપાટીએ આવી ગયો. હવે અમેરિકી ફેડરલ બેંકને લાગ્યુ` કે અર્થત`ત્ર વધુ હીર પકડી ચૂક્યુ` છે, નાણા`ના ઓક્સિજન વિના શ્વાસ લઇ શકે છે, તેને પાછા લેવામા` આવે અને ફુગાવાને અ`કુશમા` રાખવા માટે વ્યાજદર વધારવામા` આવે. કારણ કે વ્યાજદર ઘટાડી ઘટાડીને અમેરિકાએ તેનો મુખ્ય વ્યાજદર 0થી 0.25 ટકા કરી નાખ્યો હતો.

આ છે પરિસ્થિતિ, અને ભારત અનેક રીતે પ્રભાવિત થશે. તેમા` સૌથી મોટી અસર અમેરિકાના અર્થત`ત્રમા`થી નાણા` પાછા ખેંચવાની થશે. બલ્કે અસર શરૂ થઇ ચૂકી છે. છેલ્લા એકાદ પખવાડિયામા` જોવામા` આવેલા શેરબજારના કડાકા એ આ અસરનુ` પરિણામ છે. અમેરિકા દુનિયાનુ` સૌથી મોટુ` અર્થત`ત્ર છે. તેના રોકાણકારો ભારત સહિત બધા દેશમા` જાય છે. ભારતીય બજારમા` વિદેશી સ`સ્થાકીય રોકાણકારોનો નિર્ણાયક હિસ્સો છે. ઓછા ટકાના વ્યાજ સાથે લીધેલા નાણા`ના અમેરિકી રોકાણકારોન`y મોટુ` પ્રમાણ છે. બજારના નિષ્ણાતો ફેડ બેઠક પહેલા`થી જ તેના નિર્ણયોનો અ`દાજ બા`ધી લે છે અને રોકાણ પાછુ` ખેંચવાનુ` શરૂ કરે છે જે હાલમા` દેખાઇ રહ્યુ` છે. અમેરિકાનુ` અર્થત`ત્ર અત્યારે મજબૂત છે, સારી ક`પનીઓનો નફો વધશે, વ્યાજદર પણ વધશે તો બહાર શા માટે જવુ`. વળી શૂન્ય નજીકના ઓછા વ્યાજના કારણે ઉધાર લઇને રોકાણ કરનારા હોય છે. એ તો પાછા જાય તો એમને પોસાય. સરવાળે ભારતીય શેરબજાર દબાશે, બજાર દબાશે તો ક`પનીઓનો મૂડીપ્રવાહ ઘટશે, જે આ તેજીના પ્રવાહમા` ખુદ પ્રમોટરો શેર વેચીને મેળવતા હતા. ક`પની નબળી પડશે તો નફો ઘટશે અને નફો ઘટશે તો મ`દી આવી શકે છે. આમ, આ ચક્રના ભયે ભારતની ફેડ બેઠક પર સીધી નજર હોય છે. આ વખતે એક ખાસ બાબત એ જોવા મળી કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમા` હજુ વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે, પર`તુ આ આ`ચકા બજાર ખમી જાય છે. કારણ કે બે વર્ષ દરમ્યાન નવા આવેલા રોકાણકારોની ખરીદી છે. 2017મા` જ્યારે અમેરિકાએ આવી રીતે બજારમા`થી નાણા` પ્રવાહ ઓછો કરવાના પગલા` લીધા અને ભારતીય બજાર પર એટલી અસર પડી હતી કે 20 દિવસમા` 12 ટકા બજાર નીચુ` ગયુ`. આ વખતે હજુ એવા કોઇ ચિન્હ નથી પર`તુ 2021ના વર્ષ કરતા` 2022 એ વળતરની એ પડકારભર્યું જરૂર બનશે.

અમેરિકી નાણા` પ્રવાહમા` બદલાવની અસર જેમ સીધી ભારતના બજાર પર છે એમ તેની અન્ય અસર વ્યાજદર, ડોલર અને લોન પર પડે છે. અમેરિકામા` વ્યાજ વધારાનુ` અનુકરણ આરસીઆઇ 2022મા` કરી શકે છે. પર્સનલ લોન-ડેટનો દર ભલે સ્થિર હોય પર`y હોમ લોનના દર ફલોટિ`ગ હોય છે. અત્યારે તે નીચા છે. ભારતમા` પણ રાહત પેકેજ અપાયુ` હતુ`. તેના ભાગરૂપે વિવિધ યોજનામા` વ્યાજદર પણ નીચા થયા હતા. લોન હપ્તા ભરવામા` પણ થોડો સમય છૂટછાટ અપાઇ. જો હવે વ્યાજમા` અનુકરણ થાય તો હપ્તેથી અને ખરીદનારાઓની ખરીદશક્તિ ઘટે, બા`ધકામ ઉદ્યોગમા` આવેલી તેજી ઠ`ડી પડી શકે.

આ સિવાય અમેરિકી ફેડ અનુસાર વ્યાજદર વધશે તો ડોલર મજબૂત થશે અને તો રૂપિયો નબળો પડશે. ભારતમા` ગુરુવારે ડોલર સામે રૂપિયાનો ભાવ 76 હતો, જે તળિયે આવી ગયો છે અને વધુ નબળો પડવાનો ભય છે. ડોલર મજબૂત થશે એટલે ભારતમા` આયાત મોંઘી બનશે, વિદેશમા` પ્રવાસ કરવો મોંઘો બનશે, વિદેશમા` બાળકોને ભણાવુ` મોંઘુ` થશે. હા, નિકાસકારોને ફાયદો થશે, તેમને એક ડોલરના વધુ રૂપિયા મળશે.

જો કે, ભારત પરની ફેડના નિર્ણયોની અસર આરબીઆઇ આગોતરી ઓળખીને તેની નીતિ બનાવે જ છે. જેથી નકારાત્મક અસરો ઓછી થાય અને સ્થિતિ સ`તુલિત રહે. પણ, ભારતે ઘણા સમયથી વ્યાજદર વધાર્યા નથી અને મોંઘવારીનો આ`ક પણ ઊંચે જઇ રહ્યો છે, અર્થત`ત્ર પણ ઉગરી ગયુ` હોવાનુ` સમજાય છે ત્યારે ભારતમા` પણ વ્યાજદર વધશે એ નિશ્ચિત મનાય છે. 





 

Wednesday, 15 December 2021

IPO BOOM IN 2021: KNOW WHAT IS PRICE BAND, LOT SIZE, LISTING PRICE?

૨૦૨૧માં આઇપીઓની ધૂમ ; શું છે પ્રાઇસ બેન્ડ,

લોટ સાઇઝ અને કેમ નક્કી થાય લિસ્ટિંગ કિમત ?

 

આઇપીઓ માટે વર્ષ ૨૦૨૧ એ અત્યાર સુધીનું શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. કોરોના પછી ઉગરી ગયેલા શેરબજારમાં રોકાણકારોની સક્રિયતા વધી. જેની અસર હેઠળ ૨૦૨૦ના અંતથી જ આઇપીઓમાં ધસારો શરૂ થયો હતો. તબક્કાવાર બજારમાં નાણાંની ઊંચી ઉપલબ્ધતાએ રોકાણકારોને નવી કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાની પ્રેરિત કર્યા હતા.


વર્ષ ૨૦૨૧ દરમ્યાન ઝોમેટોનો આઇપીઓ બહુ ચર્ચિત રહ્યો, એ પછી પે ટીએમના આઈપીઑએ પણ આ પ્રાથમિક શેરબજાર ગણાતા બજારમાં ભારે ઉત્સુકતા જગાડી હતી. ૨૦૨૧ દરમ્યાન એસએમઇ માર્કેટ સેગમેન્ટમાં, ૧૧ કંપનીઓ એવી હતી કે જેણે જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં શેરબજારમાં પદાર્પણ કર્યું હતું. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ૧૭૫ ટકાનો વધારો દર્શાવે છે. ભારતમાં આ વર્ષે જાન્યુઆરી-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન કુલ ૭૨ આઇપીઓ શેરબજારમાં આવ્યા હતા.

હજુ અત્યારે પણ આઈપીઑ બજાર ચર્ચામાં જ છે. ગ્રે માર્કેટ પ્રીમિયમથી ધબકે છે. દેશની બીજા ક્રમની સૌથી મોટી ફાર્મા રીટેલર કંપની મેડ પ્લસ હેલ્થનો ઇસ્યુ ૧૩મી ડિસેમ્બરથી ખૂલી રહ્યો છે. જાણીતા દિગ્ગ્જ રોકાણકાર રાકેશ ઝૂંઝુનવાલાના રોકાણ વાળી કંપની મેટ્રો બ્રાન્ડ નો આઈ પી ઑ ૧૦ મી ડિસેમ્બર થી ખૂલી ગયો છે. એલઆઈસીના આવનારા આઈપીઓની ચર્ચા અત્યારથી જ છે. હજુ અનેક કંપનીઓ લિસ્ટેડ થવા માટે કતારમાં છે, તેથી આઇપીઓની સંખ્યામાં વધારો થશે. આવા સમયે આઇપીઓનો અર્થ, આઈપીઓ સમયે વાંચવામાં આવતા શબ્દો શેરની પ્રાઇસ બેન્ડ, શેરની લોટ સાઈઝ, લિસ્ટિંગ કિંમત અને લિસ્ટિંગ કિમત કેવી રીતે નક્કી થાય છે એ જાણકારી રજૂ કરાઇ છે.

આઇપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા ખાનગી માલિકીની કંપની જાહેર સાહસમાં પરિવર્તિત થાય છે અને તેના શેરનો શેરબજારમાં લે વેચ શરૂ થાય છે. આ પ્રક્રિયાને 'ગોઇંગ પબ્લિક'  જાહેર કંપનીમાં જવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાનગી પેઢી એ જાહેર માલીકીની કંપની બન્યા પછી તે શેરધારકોની માલિકીની બને છે,  જે રોકાણકારો કંપનીનો સ્ટોક ખરીદે છે.

શેરની પ્રાઇસ બેન્ડ અને શેરની લોટ સાઈઝ

કંપનીના આઈપીઓમાં રોકાણ કરતી વખતે, રોકાણકારોના મનમાં વારંવાર પ્રશ્ન આવે છે કે શેરની પ્રાઇસ બેન્ડ કેવી રીતે નક્કી કરવામાં આવે છે, કે શેરની લોટ સાઈઝ કેવી રીતે નક્કી થાય છે.

આઇપીઓમાં પ્રાઇસ બેન્ડ અને ન્યૂનતમ લોટ સાઈઝ કંપનીના પ્રમોટર્સ અને કંપનીના શેરધારકો દ્વારા નક્કી કરવામાં આવે છે. જોકે, આ માટે તેઓ કંપનીના ઈસ્યુ મેનેજર સાથે ચર્ચા કર્યા પછી જ નિર્ણય લે છે. આ પ્રાઇસની માહિતી દેશના વધુ ફેલાવાવાળા અખબારોમાં જાહેરાતો દ્વારા વાચકોની સમક્ષ મૂકવામાં આવે છે. જે માહિતી ઇશ્યૂ શરૂ થવાના બે કામકાજના દિવસ પહેલા આપવી જરૂરી બનાવવાનો નિયમ છે.

આ ઉપરાંત, કેપ પ્રાઇસ -ટોચની કિંમતનોની જાણકારી આપવી પણ જરૂરી છે . આ માહિતી મુખ્ય સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવે છે, જેથી તેઓ તેને તેમની વેબસાઇટ પર અપલોડ કરી શકે. કામકાજના દિવસોની ગણતરીમાં શનિવાર, રવિવાર અને જાહેર રજાઓનો સમાવેશ થતો નથી, કે જે દિવસે મુંબઈની બેંકોમાં રજાઓ હોય છે.

પ્રાઇસ બેન્ડની ફ્લોર પ્રાઇસ (તળિયાની)માં  ૨૦ ટકા સુધીની વધઘટ થઇ શકે છે. તેના આધારે કેપ (ટોચ)ની કિંમતમાં સુધારો કરવામાં આવે છે. જો પ્રાઇસ બેન્ડમાં ફેરફાર થાય છે, તો ઓફરનો સમયગાળો ઓછામાં ઓછા ત્રણ કામકાજી દિવસ સુધી લંબાવવામાં આવે છે. પ્રાઇસ બેન્ડ અને ઓફરના  સમયગાળામાં કોઈપણ પ્રકાર ના ફેરફારની જાણ સ્ટોક એક્સચેન્જને પ્રેસ રિલીઝ જારી કરવા સાથે આપવામાં આવે છે. આ ફેરફારને ઇશ્યુના મેનેજરની વેબસાઈટસ અને સંબંધિત ટર્મિનલ્સ પર પણ દર્શાવવાવું જરૂરી છે.

જો પ્રાઇસ બેન્ડ ઘટાડવામાં આવે તો રિટેલ રોકાણકારોને કર્મચારીઓ માટેના શેર અનામત હેઠળ આવતા રોકાણકારોને અપાતી બિડમાં સુધારો કરવાની તકની જેમ તક આપવામાં આવે છે. આ રોકાણકારો કટઓફ ભાવે બોલી લગાડી શકે છે. વધારાની રકમ બોલીમાથી બ્લોક હટાવવાની સાથે તેમને પરત કરવામાં આવે છે.

લિસ્ટિંગ કિંમત કેમ નક્કી થાય

આઇપીઓ લિસ્ટિંગ કિંમત એટલે કે જ્યારે કોઈ કંપની સ્ટોક એક્સચેન્જમાં પદાર્પણ કરે છે ત્યારે શેરની લિસ્ટેડ થવા સમયની આરંભની કિંમત. રોકાણકારો શેર માટે સબ્સ્ક્રાઇબ કરે છે એ ત્રણ દિવસના આઇપીઓ પછી લિસ્ટિંગ થાય છે. શેરની ફાળવણી આઇપીઓ પછી થાય છે. જોકે, લિસ્ટિંગ કિંમત એ ઓફરની કિંમતથી અલગ છે, જે આઇપીઓ સાથે કંપનીને મદદ કરતી ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે.

આઇપીઓની લિસ્ટિંગ કિંમત શેરની માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે, જેનો હેતુ બંને વચ્ચે સંતુલન જાળવવાનો છે. લિસ્ટિંગની કિંમત શેર માટે પ્રાપ્ત થયેલા તમામ ઓર્ડર પર આધારિત હોય છે અને જ્યારે એક્સચેન્જમાં સ્ટોક લિસ્ટિંગ થાય ત્યારે એક્ઝિક્યુટ ( સફળ ખરીદ વેચાણ ) થઈ શકે તેવા સોદાની સંખ્યા વધારવાના વિચાર સાથે જોડાયેલી છે. આ પ્રક્રિયાને પ્રાઈસ ડિસ્કવરી-કિંમત શોધ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આઇપીઓ સમયે કંપનીના શેરની કિંમત જે કંપનીના મૂલ્યાંકન દ્વારા નક્કી કરવામાં આવે છે, તેને લિસ્ટિંગ વખતે શેરની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે.

બીજું, એ જાણવું જરૂરી છે કે,  શેરની માંગણી ઓફર કરેલા શેર્સની સંખ્યા કરતા વધારે હોય, તો એ ઇશ્યુને ઓવરસબ્સ્ક્રાઇબ-વધુ ભરણું થયેલો કહેવાય છે, જ્યારે વિપરીત સ્થિતિને અંડરસબ્સ્ક્રિપ્શન-ઓછો ભરાયેલો કહેવામાં આવે છે, આવું ત્યારે બને જ્યારે શેરમાં લોકોને રસ ઓછો પડ્યો હોય. ત્રણ રીતે શેર લિસ્ટિંગ થાય છે,  કટ-ઓફ પ્રાઇસ આ રીતે આવે છે.  પ્રીમિયમ પર, સમાન ભાવે  કે ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થાય છે.

આઇપીઓ માટેના શેરના ભાવને કેટલાક પરિબળો અસર કરે છે, જે શેરના મૂલ્યાંકન પહેલાં રોકાણકારોએ  ધ્યાનમાં લેવા જોઈએ. શેરો આઇપીઓની સૂચિત કિમત કિંમત શું છે અને એ આ પ્રકારના ઉદ્યોગમાં રહેલી કંપનીની સમાન હોવા જોઈએ. બીજું,  આઇપીઓમાં કેટલા સ્ટોક વેચવામાં આવી રહ્યા છે. ઉપરાંત, છેલ્લા કેટલાક વર્ષોમાં આ કંપનીની નાણાકીય કામગીરી કે દેખાવ  કેવો રહ્યો છે અને જે શેર વેચવામાં આવી રહ્યા છે કંપનીના સંભવિત ગ્રાહકોની માંગ કેટલી છે અને કેટલી રહી શકે છે., અને કંપનીનો સંભવિત વૃદ્ધિ દર કેટલો રહેવા અંદાજ છે.

Monday, 6 December 2021

Offers in IIT placement-2021 and IITian Parag Agarwal's appointment is a proof of quality of educational institution of India.

ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાની ગુણવત્તા
 અને દેશની તેજ બુદ્ધિપ્રતિભાની સાક્ષી બે ઘટના

 આઇઆઇટી, મુંબઇમાં ભણેલા પરાગ અગ્રવાલને ટ્વિટરનું સીઇઓ પદ મળ્યું, તેના થોડા દિવસોમાં થયેલી તમામ આઇઆઇટીની પ્લેસમેન્ટ કાર્યવાહીમાં આગલાં વર્ષની સરખામણીએ બે ગણી વધુ કંપનીઓની ઓફર આવી : આઇઆઇટી ખડગપુરના એક વિદ્યાર્થીને કારકિર્દીના આરંભે જ વાર્ષિક 2.40 કરોડની વિક્રમી ઓફર મુકાઇ એ માત્ર કોરોના પછીની આર્થિક રિકવરી જ નહીં, ભારતની ગુણવત્તાનો પુરાવો છે

 

-દિવ્યેશ વૈદ્ય 

ઘણીવાર આપણે જોયું હશે કે, ખુદ શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ભારતીય શિક્ષણ?પદ્ધતિની ખામીઓ ગણાવાય છે. વિદેશની શિક્ષણ પદ્ધતિઓની થિયરીને બદલે પ્રેક્ટિકલ જ્ઞાન- વ્યાવહારિકતા, તાલીમને, સ્કિલને વધુ મહત્ત્વ અપાતું હોવાનાં ગુણગાન ગવાય છે, પરંતુ ખુદ ટોચની વિદેશી કંપનીઓ, જેનું વિશ્વમાં પ્રભુત્વ છે. એ ભારતીય સંસ્થાઓ પાસે આવે છે અને કહે છે, આટલા કરોડનું પેકેજ, તમે અમારી પાસે કામ કરો ! ભલે, `ભારતીય શિક્ષણ પદ્ધતિમાં બધું સારું જ છે, માત્ર રટવા કે યાદશક્તિ પર જ ધ્યાન નથી અપાતું, પણ કુશળતા પણ જોવાય છે' એમ કહેવાનો અર્થ નથી, પરંતુ સુધારાની ચોક્કસ જરૂર છે. હવે તો નવી શિક્ષણનીતિ પણ આવી છે. આ મુદ્દો એટલે છેડાયો છે કે, ભારતની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને, ભારતનાં બુદ્ધિધનને બિરદાવતી, દેશને ગૌરવ અપાવતી બે  ઘટના વીતેલાં અઠવાડિયાંમાં બની છે.

જાણીતી માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરના નવા સીઇઓ તરીકે આઈઆઈટી-મુંબઈમાં ભણેલા ભારતીય નવયુવાન પરાગ અગ્રવાલની વાર્ષિક દસ લાખ અમેરિકી ડોલરના પગાર ઉપરાંત એક્ઝિક્યુટિવ બોનસ અને શેર, ભથ્થાં સાથે નિયુક્તિ થઇ. ભારતીય ચલણ મુજબ વાર્ષિક લગભગ રૂા. 7.50 કરોડનું પેકેજ થયું. બીજી બાજુ દેશનાં ગૌરવરૂપ એવી આઇઆઇટી સંસ્થાઓના ડિસેમ્બરનાં પ્રિ-પ્લેસમેન્ટ ગુરુવારથી શરૂ થયાં અને તેમાં ગત વર્ષની સરખામણીએ  અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને નોકરીની ઓફરમાં લગભગ 50 ટકાથી વધુનો ઉછાળો જોવામાં આવ્યો.

ખરેખરઆ એવા લોકોને જવાબ છે, જે શિક્ષણ લેવા માટે વિદેશ જાય છે અને ભલે વિદેશ જાય, પણ ભારતની શિક્ષણ સંસ્થાઓ સામે આંગળી ઉઠાવે છે. કોરોનાકાળ વિત્યાને હજુ વધુ સમય નથી થયો, સામે હવે ઓમિક્રોન વાયરસના ખતરાએ વિશ્વભરમાં ચિંતા ઊભી કરી દીધી છે. એવા સમયે આવી પ્લેસમેન્ટ ઓફર એ ભારત અને વૈશ્વિક અર્થતંત્રમાં સુધારાની તો સૂચક છે જ, સાથે સાથે ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પરની આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓની વધતી વિશ્વસનીયતાનું પણ સૂચક છે.

પરાગ અગ્રવાલની ટ્વિટરના સીઇઓ તરીકે જાહેરાત થઇ ત્યારે માધ્યમોએ એકી અવાજે યાદ કર્યું કે, ટ્વિટરનું નામ તો ઉમેરાયું છે, બાકી ગૂગલ, માઇક્રોસોફ્ટ, પેપ્સીકો, ડચેસ બેન્ક, એડોબ સિસ્ટમ, માસ્ટર કાર્ડ, નોકિયા, માઇક્રોન, મોટોરોલા, પાલો અલ્ટો, આઇબીએમ જેવી વિશ્વની જાણીતી કંપનીઓ પર ભારતીય સીઇઓનું રાજ છે, જેમાં મહદ્અંશે ભારતીય આઇઆઇટીમાંથી રેન્કર બનીને બહાર આવ્યા છે. બીજી બાજુ, આઇઆઇટીમાં ડિસેમ્બરની પ્લેસમેન્ટ કાર્યવાહી ચાલુ થઇ તેમાં આ વિશ્વસનીયતા વધી એમ દેખાયું. ગત વર્ષ કરતાં  આઇઆઇટી ખડગપુર, મુંબઇ, દિલ્હી, મદ્રાસ, ગૌહાતી હોય કે રૂરકી એમ દરેકમાં વિદેશી કંપનીઓ તરફથી બે ગણી ઓફર આવી.

આઇઆઇટી - પ્લેસમેન્ટ -2021ના શનિવારે પ્રસિદ્ધ હેવાલ પર દૃષ્ટિ કરવામાં આવે તો સૌથી ઊંચી ઓફર ખડગપુરના વિદ્યાર્થીને વાર્ષિક રૂા. 2.40 કરોડના પગારની થઇ, જેણે આગલા તમામ વિક્રમ તોડી નાખ્યા. આ તો હજુ વિદ્યાર્થીની કારકિર્દીની શરૂઆત છે. આગળ ક્યાં જશે. ખડગપુરે સૌથી ઊંચાં પ્લેસમેન્ટ માટે જેમની નામના છે એ મુંબઇને પાછળ રાખી દીધું છે. ખડગપુરમાં 1100 ઓફર આવી, જેમાં 35 આંતરરાષ્ટ્રીય કંપની છે. 20 એવી નોકરીની ઓફર હતી, જેમાં વાર્ષિક રૂા. 1 કરોડથી વધુનો પ્રારંભિક પગાર હોય.

બીજો ક્રમ મુંબઇ અને ગૌહાતીનો રહ્યો. બંનેના એક-એક વિદ્યાર્થીની સૌથી ટોચની ઓફર 2.05 કરોડની હતી. મુંબઇને 756 ઓફર મળી, જે ગત વર્ષની 503 કરતાં ઘણી વધુ છે અને આઠ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે, ભારતની શાખામાં નહીં, અમેરિકામાં મુખ્ય ઓફિસમાં કામ કરવાની હતી. ગૌહાતીને 28 વિદેશી કંપનીની ઓફર મળી, જ્યારે ભારતીય કંપનીઓમાંથી સૌથી ઊંચી ઓફર 1.02 કરોડ રૂપિયાની હતી.

આ સિવાય આ વખતના પ્લેસમેન્ટ રિપોર્ટ મુજબ આઇઆઇટી બીએચયુ વારાણસીને 190 કંપનીમાંથી 810 ઓફર મળી, જે ગત વર્ષની 498 કંપની કરતાં બે ગણી હતી, જેમાં સરેરાશ 32 લાખનું વાર્ષિક પેકેજ હતું. રૂરકીને પણ સૌથી ઊંચી ઓફર એક વિદ્યાર્થીને 2 કરોડના પેકેજની હતી. આ ઉપરાંત આઈઆઈટી મંડી, મદ્રાસ, દિલ્હી, જોધપુરના પણ આંકડા ગત વર્ષની સરખામણીએ સારા રહ્યા અને ભારતની પ્રતિષ્ઠા વધારી.

જ્યારે આવી પ્લેસમેન્ટ કાર્યવાહી થાય છે, ત્યારે ભારતીય આઇઆઇટીમાં  માઇક્રોસોફ્ટ, ગૂગલક્વાલકોમ, ઇન્ટેલ, બ્લેકસ્ટોન, આઇબીએમ જેવી ટોચની કંપનીઓના અધિકારીઓ આવે છે અને વિદ્યાર્થીઓને પ્રાથમિક ઓફર કરે છે. ફાઇનલ ઇન્ટરવ્યૂ સમયે આ આંક વધી પણ જતો હોય છે. આ સિવાય બેન્કિંગ, ઇજનેરી, એનાલિટિકલકન્સલ્ટિંગ, જોબ, ફાઇનાન્સ જેવાં  ક્ષેત્રની  ગોલ્ડમેન સાક્સ, અમેરિકન એક્સપ્રેસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, ઉબેર, વિઝા, ઇન્ડીડ, સેમસંગ જેવી કંપનીઓ પણ તાજા આઇઆઇટી ગ્રેજ્યુએટને પસંદ કરવા તૈયાર ઊભી હોય છે. બસ, ભારતે જેવું કામ આઇઆઇટીની ગુણવત્તાનું કર્યું, એવું કામ અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કરવું પડે. બાકી, દેશ પાસે પ્રતિભાની કોઇ કમી નથી એવું આ બે ઘટનાથી વધુ એકવાર પૂરવાર થયું.

..............


 

આઇઆઇટી-2021માં પેકેજ
આઇઆઇટી     ઊંચામાં ઊંચી ઓફર

ખડગપુર       રૂા. 2.40 કરોડ

ગૌહાતી રૂા. 2.05 કરોડ

દિલ્હી  રૂા. 1 કરોડ

મુંબઇ   રૂા. 2.05 કરોડ

બીએચયુ 

(વારાણસી)     રૂા. 2 કરોડ

મદ્રાસ  રૂા. 70 લાખ 


Unique petrol pump of Kutchi Man in Raipur..... 'AMAR JAWAN FUEL' ...

રાયપુરમા` કચ્છીમાડુનો અનોખો 

પેટ્રોલ પ``અમર જવાન ફ્યુઅલ'

 

છત્તીસગઢની રાજધાની પાસે એક એવો પ`પ છે, જ્યા` પ્રવેશતા` દેશભક્તિ અને અતિથિભાવથી ર`ગાઈ જવાય : ગૌશાળા અને ગુરુકુળ જેવી સેવાની સાથે હરીશભાઈ જોષીએ બે એવા પ`પ શરૂ કર્યા, જેનો તમામ નફો શહીદ જવાનના પરિવાર માટે ઉપયોગી બને, જેથી યુવાનોને પ્રેરણા મળે

 દિવ્યેશ વૈદ્ય દ્વારા 

ભુજ, તા. 6 : દુલેરાય કારાણીની બહુ પ્રસિધ્ધ પ`િક્ત છે, `કચ્છડો ખેલે ખલક મેં, જી` મહાસાગર મે` મચ્છ, જિત હિકડો કચ્છી વસે, ઉત ડિયાણી કચ્છ...' સાહસ અને સેવા એ કચ્છીની પ્રકૃતિમા` છે. ભલે તે વિશ્વમા` કોઈપણ છેડે જાય, આ વારસો, આ ભાવના, આ પ્રકૃતિ ન ભુલાય. છત્તીસગઢની રાજધાની રાયપુર સ્થિત એક કચ્છી પરિવારની આ વાત છે, જેણે બધી જગ્યાએ કચ્છી શ્રેષ્ઠીઓ કરે છે એમ ગૌશાળા, ગુરુકુળ તો ખોલ્યા` જ છે, પણ એક નવતર પેટ્રોલપ`પ પણ શરૂ કર્યો છે, જેનો દેશભરમા` જોટો જડે તેમ નથી. દેશભક્તિની ભાવનાથી હર્યોભર્યો અને કચ્છીની ઓળખ આપતી આતિથ્યભાવના ઉજાગર કરતા આ મૂળ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપ`પના સ`ચાલક છે હરીશભાઈ જેઠાલાલ જોષી. રાયપુરથી ર0 કિ.મી. દૂર વિલાસપુર માર્ગે આવેલા આ પ`પની વિશિષ્ટતા એ છે કે, તેનો તમામ ચોખ્ખો નફો સેનાના શહીદ જવાનોના પરિવારજનોની સહાય માટે સમર્પિત કરી દેવામા` આવે છે. માત્ર આવક જ નહીં, સમગ્ર પેટ્રોલપ`પને દેશભક્તિના` તસવીરો-સૂત્રો અને દિલ્હી સ્થિત અમર જવાન જ્યોત જેવી એક જ્યોતનુ` શહીદ સ્મારક ઊભુ` કરવામા` આવ્ય`y છે. 

જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ અને પરિવારના` મૂળિયા` ભુજ તાલુકાના` ગામ મોટા રેહા સાથે જોડાયેલા`. આઝાદી પછીના ગાળામા` કામકાજ માટે દાદાએ વતન છોડયુ` હત`y અને પછી પિતા જેઠાલાલ કાશીરામ જોષી મધ્ય પ્રદેશમા` એસ.ટી.મા` નોકરી કરી, આજે કમાયા અને બે પેટ્રોલપ`પ થયા, જે સમાજે આપ્યુ` તેને પાછુ` આપવાની ભાવનાથી એક પ`પ દેશના વીર શહીદોને સમર્પિત કરી દીધો. 

કચ્છમિત્ર સાથેની ખાસ મુલાકાતમા` વતનને યાદ કરીને આવા પેટ્રોલપ`પનો વિચાર કેમ આવ્યો તેવા સવાલ પર કહ્યુ` કે, 1978મા` પેટ્રોલપ`પમા` નોકરી કરતો હતો અને ફરજનિષ્ઠાથી રાજી થઈ ક`પનીના અધિકારીએ એક પેટ્રોલપ`પ ખોલવા ફોર્મ ભરવા કહ્યુ`, ઈન્ટરવ્યૂ આવ્યો, હુ` તો ભૂલી ગયો હતો, આશા નહોતી, પણ બે વર્ષ બાદ મારી પસ`દગી થઈ. બેંકમા` કોઈ મૂડી ન મળે. ચોખ્ખુ` કહી દીધુ`, મારી પાસે મૂડી નથી, પણ અધિકારીએ જાતે કરજ આપી મને પ`પ અપાવ્યો. ધીરેધીરે કમાયા અને સેવાનો વારસો પહેલેથી એટલે ગૌશાળા શરૂ કરી, ગુરુકુળ શરૂ કર્યું, ઘણા વિદ્યાર્થીઓ ધો.12 પછી લશ્કરમા` જોડાવા તૈયારી કરતા હતા. એમને જીમની વ્યવસ્થા કરી. ઘણા સેનામા` પસ`દગી પણ પામ્યા, પર`તુ તેમના પરિવારની સાથે દેશ ઊભો છે, તેથી સેનામા` જોડાવાની પ્રેરણા આપવા શહીદ પરિવારો માટે ક`ઈક કરવાનો વિચાર આવ્યો. નવો બીજો પેટ્રોલપ`પ શરૂ કર્યો, જે શહીદ પરિવારના` કલ્યાણ માટે સમર્પિત કર્યો. જ્યા` પેટ્રોલ ભરાવવા આવનારી દરેક વ્યક્તિ પ્રવેશતા` જ દેશપ્રેમથી છલકાઈ જાય અને સેનામા` જોડાવાની પ્રેરણા પામે. દરેક પેટ્રોલ ભરાવવા આવનારને અહીં વિનામૂલ્યે ચા-પાણી અને આરામ માટે રૂમની વ્યવસ્થા છે. નિ:શુલ્ક હવા-પાણી, ગાડી ધોવાનુ` તો ઘણી જગ્યાએ મળે, પણ અમે `અતિથિ દેવો ભવ'ની ભાવના ઊભી કરી છે. 

કચ્છના` જોડાણ વિશે તેમણે કહ્યુ` કે, ભુજના નાગરચકલા વૈજનાથ શેરીમા` મારુ` મોસાળન`y ઘર હત`y. માતા દેવકન્યાબેને ભુજની ઓફ્રેડ હાઈસ્કૂલમા`થી એ જમાનામા` મેટ્રિક કર્યું, જ્યારે કન્યા શિક્ષણ બહુ ઓછુ` હતુ`. 1956મા` માતા રાયપુરમા` ગુજરાતી સમાજે શરૂ કરેલી ગુજરાતી શાળામા` શિક્ષક અને આચાર્ય બન્યા` અને 35 વર્ષ રહ્યા પછી સેવાભાવથી ગુરુકુળ શરૂ કર્યું. 

બાજુમા` જ બ`જરી માતાના` `િદર સ`કુલમા` ગૌશાળા પણ શરૂ કરી, આમ સેવાક્ષેત્રે કદમ મા`ડતા` પેટ્રોલપ`પનો નવતર આયામ શરૂ થયો. 

માત્ર એક સમયનુ` ભોજન લેવા, ગરમ કપડા` છોડવા` અને પગરખા`નો ત્યાગ કરી ખુલ્લા પગે રહેવાનો આકરો સ`કલ્પ લઈ સેવામા` લાગેલા હરીશભાઈએ વધુમા` આ પ`પ વિશે વાત કરી કે, એનુ` નામ જ `અમર જવાન ફ્યુલ' આપ્યુ` છે. 

અમારુ` `જરી માતા ટ્રસ્ટ, સૈનિક કલ્યાણ બોર્ડ સાથે મળીને આ પ`પની  તમામ   આવક  શહીદ પરિવારના` બાળકોના અભ્યાસ, લગ્ન કે બીજા` કલ્યાણ માટે સમર્પિત થાય છે. આ સિવાય ટ્રસ્ટ દ્વારા  અનાથ બાળકોને, ઉચ્ચ શિક્ષણ તાલીમ, પશુ-જીવદયા જેવા` કામો તો  વર્ષોથી  થાય જ છે.