Sunday, 21 February 2021
Friday, 19 February 2021
The first commercial oil production of ONGC in Gulf of kutch will be start form 2024.There is a need 'voice of kutch' from public and political front for refinery establish in kutch.
2024માં કચ્છના કાંઠેથી ઓએનજીસીનું તેલ ઉત્પાદન
દિવ્યેશ વૈદ્ય દ્વારા
ભુજ, તા. 18 : કચ્છમાં ઓફશોર તેલ-ગેસ સંશોધન પૂર્ણ થઇ?ચૂક્યું છે અને હવે કચ્છ એ આગામી 2024ના સમયમાં તેલનું વાણિજ્યિક ઉત્પાદનનું સાક્ષી બનશે, જે ભારતની આત્મનિર્ભરતાની દિશામાં આ મોટું કદમ હશે એમ કચ્છ આવેલા ઓ.એન.જી.સી.ના વેસ્ટર્ન ઓફશોર બેઝિનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વાસુદેવન કાનને જણાવ્યું હતું. યુનિ.માં યોજાયેલા વર્કશોપ દરમ્યાન કચ્છમિત્ર સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ઓફશોરમાં કચ્છમાં 2200 મિલિયન મેટ્રિકટન (એમએમટી)નો જથ્થો હોવાની શક્યતા છે, જેમાંથી 127 એમએમટીની શોધ?થઇ?ચૂકી છે અને નાણાકીય મંજૂરી સહિતની પ્રક્રિયા જારી છે. હવે બે ફીલ્ડ બ્લોકમાં 38 એમએમટી હિસ્સાનું વાણિજ્યિક ઉત્પાદન 2024માં શરૂ?થઇ?જવાની આશા છે. કચ્છમાંથી ઉત્પાદિત થનારા તેલના જથ્થાથી એલએનજી જેવી કંપનીઓને ફાયદો થશે, જે અત્યારે વિદેશથી આયાત કરી રહી છે અને કિંમત વધુ છે. માત્ર અર્થતંત્રને જ નહીં યુવાનોને નોકરીની તક મળતાં પણ લાભ મળશે. કયા સ્થાને ઉત્પાદિત તેલના જથ્થાની પ્રોસેસ રીફાઇનરીઓ સ્થાપવાની સંભાવના છે એવા સવાલ પર તેમણે કહ્યું કે, ઓખા બાજુ તેની સ્થાપના વિચારણા હેઠળ છે. આ વર્કશોપમાં ઓએનજીસીના ડાયરેક્ટર આર. કે. શ્રીવાસ્તવ પણ આવવાના હતા. જો કે, તેમણે કચ્છ યુનિ. અને પીડીપીયુના પદાધિકારીઓ સાથે વાત કરીને ભૂમિ સંશોધનમાં કેમ આગળ વધાશે તેની ચર્ચા કરી હતી.
Monday, 15 February 2021
ડિસઇન્વેસમેન્ટનાં ડગ; મોદી અડગ, Step towards disinvestment; Modi firm in his decision....
બિઝ સ્ટોરી - દિવ્યેશ વૈદ્ય
આજે એક બાજુ બેંક યુનિયનનું બે દિવસની હડતાળનું એલાન છે, અન્ય જાહેર સાહસોના યુનિયનો અને વિપક્ષની ડિસઇન્વેસ્ટમેન્ટ મુદ્દે ટીકા થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંસદમાં ગત બુધવારની આ ટિપ્પણી રાજકીય અર્થતંત્ર માટે મહત્ત્વની છે, જાણે ડંકે કી ચોટ ઉપર એલાન કરી દીધું છે કે, ડિસઇન્વેસ્ટમેન્ટ થવાનું જ છે, આ માર્ગેથી સરકાર પાછળ નથી હટાવાની, ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ જાહેર થઈ ગયો છે ત્યારે આ નિવેદન ન માત્ર ખાનગીકરણની હિમાયત કરવામાં આવી છે બલ્કે ખાનગીકરણનો મજબૂત તંબુ ખોડી નાખ્યો છે. બજેટમાં દરખાસ્ત બાદ હવે સંસદમાં વાત કરીને સરકારે દેશમાં ખાનગીકરણની વધુ વ્યાપક અને મોટી ભૂમિકાનો જાણે દડો ફેંકી દીધો છે. ખરેખર, કેન્દ્ર ઈચ્છે છે કે તેમણે તારવી લીધેલા ચાર વ્યૂહાત્મક પ્રકારના સાહસો સિવાય બધા જ બિનવ્યૂહાત્મક સાહસોમાંથી પોતાનો હાથ ખેંચી લેવા. વડાપ્રધાનના ભાષણનો અર્થ કાઢીએ તો સરકાર લોકોને, ખાસ કરીને યુવાનોને સાહસિક બનવવા માગે છે, બધું જ સરકાર ન ચલાવી શકે. આઝાદી પછીના તબક્કામાં સરકારી અંકુશો યોગ્ય અને જરૂરી હતા. પરંતુ હવે યુવા દેશમાં ખાનગીકરણ પર જ વિશ્વાસ મુકાશે તેવું વલણ સ્પષ્ટ કરી દેવાયું છે. આમ
તો આર્થિક સુધારાના એક ભાગરૂપ ડિસઇન્વેસ્ટમેન્ટસની શરૂઆત 1991થી થઈ હતી, પણ ગતી ધીમી હતી. હવે
મક્કમ ડગનો નિર્દેશ આપી દીધો છે. ચાલુ વર્ષે વિક્રમી રાજકોષીય ખાધ ઓછી કરવા અને કોરોના મહામારીના કારણે વધેલા મૂડી ખર્ચને પહોચી વળવા તેમજ અર્થ તંત્રને ઝડપી વિકાસનાં માર્ગે લાવવા સરકાર ડીસઇન્વેસ્ટમેન્ટને આવશ્યક માને છે. હવે લગભગ 300માંથી માત્ર મહત્ત્વના બે ડઝન સાહસો સરકાર પોતાના હાથમાં રાખશે, બાકીનું ખાનગીકરણ થશે. વર્તમાન પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યમાં કોરોના મહામારીના લીધે સરકારને લગભગ નિષ્ફળતા મળી હતી. 2014મા મોદી સરકાર આવ્યા બાદ સરકરી કંપનીઓનું માર્કેટ કેપ 36 ટકા ઘટી ગયું છે . સરકારે 121થી વધુ કંપનીઓમાં ભાગીદારી વેચીને લગભગ સાડા ત્રણ લાખ કરોડની કમાણી કરી છે. ચાલુ
પૂરાં થતાં નાણાકીય વર્ષમાં 2.10 લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય હતું. પણ તેમાંથી માત્ર 19 હજાર કરોડ રૂપિયા જ મેળવી શકી હતી. આ વખતે તેનાથી 35000 કરોડ ઓછું એટલે કે પોણા બે લાખ કરોડનું લક્ષ્ય લખાયું છે. સરકારને વિશ્વાસ છે કે
તેમાં જાહેર
સાહસો, બેંકો, આઇપીઓ બધું મળીને આ
લક્ષ્યથી પણ વધુ સફળતા હાંસલ થશે.કેન્દ્ર એવું માને છે કે, જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓમાંથી જ 1 લાખ કરોડ, જ્યારે બાકીના 75,000 કરોડ સીપીએસઈ (કેન્દ્રિય જાહેર સાહસો)માંથી જ મેળવી લેશે. ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા
શું છે અને હવે
આગળના વર્ષમાં સરકાર કયા સાહસોમાં કેવી
રીતે આગળ વધવા માગે છે, તેનું અહીં વિશ્લેષણ છે.
એલ.આઇ.સી.પોલિસીધારકોને થશે કમાણી :
ભારતીય જીવન વીમા નિગમ એ દેશની સૌથી મોટી વીમા કંપની છે. સરકાર તેમાંથી ધૂમ કમાણી કરે છે. નિગમમાં એલ.આઇ.સી.નો પોતાનો 51 ટકા અને સરકારનો 47 ટકા હિસ્સો છે. બજેટમાં થયેલી જાહેરાત મુજબ એલ.આઇ.સી.નું ડિસઇન્વેસ્ટમેન્ટ એ આઇપીઓની પદ્ધતિથી કરવામાં આવશે. થોડા સમય પહેલાં કરવામાં આવેલી જાહેરાત મુજબ ઇસ્યુની સાઈઝ 10 ટકા રહેશે. સરકાર તબક્કાવાર ખાનગીકરણ કરવા માગે છે પણ સારા સમાચાર એ છે કે વર્તમાન પોલિસીધારકો માટે 10 ટકા અનામત છે. સરકાર અત્યારે તો સૌથી મોટી હિસ્સેદાર રહેશે જ. પણ આઈપીઓમાં પોલિસીધારકોને કમાણીની તક મળશે. ઇસ્યુ ચાલુ વર્ષે ઓક્ટોબર કે એના પછીના સમયમાં આવવાની સંભાવના છે. આઇપીઓ પહેલાં એનું વેલ્યુએશન થશે. આકારણીની રીતે જોઈએ તો એલ.આઇ.સી.નો માત્ર 25 ટકા હિસ્સો વેચાય તો પણ સરકારને રૂા. બે લાખ કરોડ મળી શકે એમ છે. અત્યારે દસ ટકાનો આઇપીઓ થશે તોય સરકારને 80 હજાર કરોડ રૂપિયા મળશે.
બીપીસીએલ :
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ દેશની બીજા ક્રમની સૌથી મોટી તેલ કંપની છે અને અત્યારે તેમાં સરકારની 53 ટકા ભાગીદારી
સાથે 40,000 કરોડનો હિસ્સો છે. બજેટમાં આગામી વર્ષે ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યમાં ઉલ્લેખ કરાયો હતો, પણ આ જાહેર સાહસની પ્રક્રિયા ચાલુ જ છે અને સપ્ટેમ્બર અંત સુધીમાં વેચાણ પણ થઈ જશે. આ નફાકારક સાહસને ત્રણ
પ્રારંભિક બોલી તો મળી ચૂકી છે. તાજેતરમાં કંપનીએ શાનદાર નફો નોંધાવતાં ઓક્ટોબર ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં નફામાં 120 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો. માઈનિંગ કંપની વેદાન્તાએ નવેમ્બરમાં ભાગીદારી ખરીદવા એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ જમા કર્યું હતું. આ સિવાય બે વિશ્વસ્તરીય કંપનીઓએ પણ તેમાં રસ દાખવ્યો છે. બીપીસીએલ તમામ 52.98 ટકા વેચી નાખવાની યોજના છે. આ સોદાથી સરકારને 70થી 80 હજાર કરોડનો ફાયદો મળી શકે એમ છે.
આઇડીબીઆઈ થશે પૂર્ણ ખાનગી :
2002માં રચવામાં આવેલી આઇડીબીઆઇ બેન્ક આમ તો 2019માં એલઆઈસીમાં હિસ્સો વેચવાની સાથે જ ખાનગી કરી નાખવામાં આવી છે. હવે સંપૂર્ણ હિસ્સો વેચી નાખવાનો સરકારનો ઇરાદો છે. આ પહેલાં સંકટમાં આવેલી બેંકને એલઆઇસીએ ઉગારી લીધી હતી. એલઆઇસીએ આ બેંકમાં 51 ટકા હિસ્સો ગ્રહણ કરી લીધો છે. સરકારનો હિસ્સો તેમાં 48.71 ટકા છે. બેંકની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને એલ.આઇ.સી. વધારાની રૂા. 4743 કરોડની મૂડી નાખશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સ એન્ડ સર્વિસે આ બેંકમાં 4557 કરોડ રૂપિયા રોકાયા હતા. સંસદ દ્વારા તાજેતરમાં 9300 કરોડની મૂડી નાખવામાં આવી હતી. પ્રક્રિયા શરૂ કરવા જરૂરી કાનૂની મંજૂરી માટે એએએ બજેટની સાથે સુધારા ખરડો સંસદમાં રજૂ કરી દેવાયો છે. એટલે આગામી નાણાકીય વર્ષમાં જ આ બેન્કનું સંપૂર્ણ ખાનગીકરણ હાથ પર લઇ લેવાશે. સરકારને આ બેન્કમાંથી લગભગ 32 હજાર કરોડ રૂપિયાની આવક થશે. સરકારે બજેટમાં નિર્દેશ આપ્યો હતો કે, આઈડીબીઆઇ સિવાયની પણ બે બેંકો ખાનગી થશે. જો કે, એ કઈ બેંક છે એનો ફોડ પડયો નથી. જો કે, અત્યારે બેન્કિંગ યુનિયનોએ આંદોલન શરૂ કર્યું છે.
એસીઆઇ :
બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટની વાત કરી ત્યારે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો પણ ઉલ્લેખ હતો. 1961માં સ્થપાયેલી દેશની આ સૌથી મોટી જહાજી કંપનીને કેબિનેટે ગત વર્ષે નવેમ્બરમાં જ મંજૂરી આપી હતી. ગત ડિસેમ્બરમાં જ દિપમ (ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ) દ્વારા એસીઆઇમાંથી સરકારની તમામ 63.76 ટકા ભાગીદારીને વેચવા માટે રુચિપત્ર મગાવ્યું હતું. જેમાં કંપનીનું મેનેજમેન્ટ પણ સામેલ છે. બીડની મર્યાદા 13મી ફેબ્રુઆરી હતી તે પણ વધારીને 1લી માર્ચ કરી નાખી છે અને કંપનીને પ્રતિસાદ પણ સારો મળતાં પ્રાથમિક રીતે લાગે છે કે વેચાણથી સરકારને 4000 કરોડ રૂા. મળશે.
ક્યા સાહસોનું ડિસઇન્વેસ્ટમેન્ટ
આઇઆરસીટીસી, ઇન્ડિયન કન્ટેનર કોર્પોરેશન, આઇડીબીઆઇ, રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિ. (વિઝાગ) (2021માં લક્ષ્ય).
ભવિષ્યમાં ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય
ગેઇલ, આઇઓસી, એચપીસીએલ, રેલવે એસેટ, ઇન્ડિયન ડ્રગ એન્ડ ફાર્મા, રાજસ્થાન ડ્રગ એન્ડ ફાર્મા.
ક્યા સાહસોની પ્રક્રિયા ચાલુ છે
એર ઇન્ડિયા, બીપીસીએલ, પવનહંસ, બીઇએમએલ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નિલાંચલ ઇસ્પાત નિગમ લિ., ફેરો ક્રેપ નિગમ લિ.
સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કયા
ક્ષેત્રમાં
?
0 પરમાણુ, ઊર્જા, અંતરિક્ષ, ડિફેન્સ
0 ટ્રાન્સપોર્ટ અને ટેલિકોમ્યુનિકેશન
0 પાવર, પેટ્રોલિયમ, કોલસો અને ખનિજ
0 બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્સ સર્વિસ
નોન સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ
આમાં સંપૂર્ણ ખાનગીકરણ અથવા એકમને બંધ જ કરી દેવામાં આવશે.
સ્ટ્રેટેજીક ડિસઇન્વેસ્ટમેન્ટમાં સરકારી હિસ્સો જાળવી રખાશે. પણ નોન સ્ટ્રેટેજિકમાં મોટા
ભાગના એકમો ખાનગી થઈ શકે છે.
ભારતમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો ઘટનાક્રમ
1991- પ્રાંરભ સરકારે કેટલીક કંપનીઓનો 20 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો.
1993 -રંગરાજન સમિતિએ સરકારી કંપનીઓમાંથી 74 ટકા સુધી વિનિવેશનો પ્રસ્તાવ આપ્યો, જો કે, તેનો અમલ ન થયો.
1996- જી.વી. રામકૃષ્ણના નેતૃત્વમાં વિનિવેશ આયોગ બન્યું. 1999માં વિભાગ સ્થાપિત.
1998- વાજપેયી સરકારે સરકારી કંપનીઓના બે સેક્ટરમાં ભાગ પડ્યા. સ્ટ્રેટેજિક અને નોન-સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ.
2001- વિનિવેશ વિભાગનું નામ બદલીને વિનિવેશ મંત્રાલય કરાયું.
2004- યુપીએ સરકારે એક કોમન મિનિમમ પ્રોગ્રામ શરૂ કર્યો. વિનિવેશ મંત્રાલયમાંથી માત્ર એક વિભાગ બનાવી દીધો.
2005- રાષ્ટ્રીય રોકાણ ભંડોળ સ્થાપિત. જેના દ્વારા વિનિવેશની પ્રક્રિયા આયોજિત કરાતી હતી.
2005થી 2009 - ડાબેરી પક્ષોના સમર્થનવાળી સરકાર બની. જેનાં કારણે પ્રક્રિયા અટકી.
2009- ફરી ડિસઇન્વેસ્ટમેન્ટ શરૂ.
2014- નવી વિનિવેશ નીતિ બનાવાઈ અને તેનાથી જોડાયેલી ભલામણો નીતિ આયોગને સોંપાઈ.
2016- ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે કે દિપમની સ્થાપના.
2017- વિનિવેશ દ્વારા પહેલીવાર એક લાખ કરોડથી વધુની રકમ એકત્ર.
2020- પહેલીવાર બે લાખ દસ હજાર કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય. પણ એ સફળ ન થયું.
2021- 1.75 લાખ કરોડનું લક્ષ્ય.
બીઈએમએલ :
ભારત અર્થ મૂવર્સ લિમિટેડ એ 1964માં સ્થપાયેલ અને લગભગ 67 દેશમાં સંરક્ષણ ક્ષેત્રના સાધનોનું નિકાસ અને ઉત્પાદન કરતું સાહસ છે. જે ખાસ કરીને સંરક્ષણ, એરોસ્પેસ અને રેલવે તથા બાંધકામ સાથે જોડાયેલું સાહસ છે. સોમવારે સંસદમાં થયેલી જાહેરાત મુજબ સરકાર તેમાં માત્ર 26 ટકા હક જ જાળવી રાખવા માગે છે. બાકીનું અને 28 ટકા વેચવાનો ઈરાદો રાખે છે. અત્યારે સરકારનો 54 ટકા હિસ્સો છે. આમ તો 2016માં કેબિનેટે આ સાહસના ડિસઇન્વેસ્ટમેન્ટની મંજૂરી આપી હતી, પરંતુ તેમાં વિપક્ષોનો વિરોધ અને યુનિયનોના વિરોધથી કામ નહોતું થયું. પણ આ વખતે સરકારે જરૂરી કાયદા સુધારાની દરખાસ્ત કરી છે. સરકાર હવે પૂરી રીતે સજ્જ છે અને આગામી નાણાકીય વર્ષમાં જ કામ પૂરું કરી લેવા માગે છે. આ સાથે સંરક્ષણ ક્ષેત્ર સંબંધિત બીજી બે કંપનીઓ ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનીયર લિમિટેડ (જીઆરએસઈ) અને મિશ્રધાતુ નિગમ લિમિટેડ (મીધાન) એ બંનેમાં પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઇરાદો સરકારે જાહેર કરી દીધો છે.
કોણ ખરીદસે એર ઇન્ડિયા :
આ 100 સ્થાનિક અને 70 આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ચલાવતું ગંજાવર સરકારી સાહસ છે, પણ કરજમાં ડૂબી ગયું છે. સરકાર તેમાંથી છુટકારો ઈચ્છે છે. લાંબા સમયથી તેમાં પૂરી હિસ્સેદારી વેચવાના પ્રયાસ ચાલી રહ્યા છે, પણ હજુ સુધી સફળતા મળી નથી. એર ઇન્ડિયા પર 60,074 કરોડનું કરજ છે. જે ખરીદશે તેને 23,286 કરોડ ચૂકવવા પડશે. 2020માં સરકારે ફરી એકવાર બોલી લગાવી હતી, પણ હજુ ખરીદનાર મળ્યા નથી. જો કે, હવે કેટલીક કંપનીઓએ પ્રાથમિક રસ માટે પત્ર આપ્યા છે. સરકારને આશા છે કે સપ્ટેમ્બર સુધીમાં વેચાણ પૂરું થઈ જશે. જો આ વેચાશે તો સરકારને લગભગ 30 હજાર કરોડ રૂપિયા મળશે.
Tuesday, 2 February 2021
Kutch also benefits from promoting green energy! હરિત ઊર્જાને પ્રોત્સાહનનો ફાયદો કચ્છનેય !
બજેટની અનેક જોગવાઈઓથી જિલ્લાને પરોક્ષ લાભ થવાનીઆશા: એમએસએમઈ અને ટેક્સટાઈલ પાર્કમાં પણ અપેક્ષા