Thursday, 25 March 2021

Two decades of entire change in higher education of KUTCH-1

 ઉચ્ચ શિક્ષણમાં આમૂલ બદલાવના બે દાયકા 


દસ કોલેજો અને પરંપરાગત કોર્સથી બે દાયકામાં 46 કોલેજો સુધીની સફર : ભૂકંપ પછીનાં ઝડપી નવસર્જન વચ્ચે 
કચ્છમાં અલાયદી યુનિવર્સિટીની સ્થાપનાથી હરણફાળ  

2001ના ગોઝારા ભૂકંપે જેમ ઇમારતો ધ્વસ્ત કરી લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું, દસ હજારથી વધુ લોકોના જીવ લીધા, અબજોનું નુકસાન કર્યું, અનેક ક્ષેત્રોને જફા પહોંચાડી, તેમાં કચ્છનું તે સમયે મર્યાદિત રહેલું ઉચ્ચ શિક્ષણ પણ બાકાત ન રહ્યું. 26મીના રજા હતી એટલે કે મોટી જાનહાનિ ટળી, નહીં તો આ ક્ષેત્રે જાન-માલની હાનિ વધુ હોત. પણ સુખદ વાત એ છે કે આજે બે દાયકે ઉચ્ચ અને ટેકનિકલ ક્ષેત્રે કચ્છે હરણફાળ પ્રગતિ કરી છે ને તેમાં 2003ની કચ્છ યુનિવર્સિટીની સ્થાપનાનો પડાવ બહુ મહત્ત્વનો છે. યુનિવર્સિટીની સ્થાપનાનેય આમ તો ભૂકંપ સાથે સીધો સંબંધ નથી. કારણ કે 1998માં તત્કાલીન મુખ્યમંત્રી શંકરાસિંહ વાઘેલાની સરકારના `સરકાર લોકોને દ્વાર' કાર્યક્રમમાં જ સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી હતી, પણ મહત્ત્વનું એ છે કે, ભૂકંપે કચ્છ પ્રત્યે સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું અને નવસર્જનના આ ધસમસતા પ્રવાહમાં યુનિવર્સિટી અને તમામ ઉચ્ચ શિક્ષણને મોટો લાભ મળ્યો. બીજું  કચ્છનો ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો, એમાં અનેક ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ નવા નવા વ્યવસાયલક્ષી કોર્સ શરૂ કરવા પ્રેરિત થઈ. સમગ્રતયા  બે દાયકામાં કચ્છે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારે પ્રગતિ કરી છે. એવી જ રીતે ટેકનિકલ અને મેડિકલ શિક્ષણ ક્ષેત્રે પણ છલાંગ લગાવી કચ્છના છાત્રોને ભણવા           માટે તો બહાર જવું જ પડે એવું મહેણું            ભાંગ્યું છે. તબીબી હોય કે ઇજનેરી-ફાર્મસી હોય કે અન્ય કોઈ.. આજે કચ્છમાં અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. હા, તમને ગુણવત્તા માટે બહાર જવું પડે એ અલગ વાત છે અને ભૂકંપના 20 વર્ષ પછી હવે આ મહેણું ભાંગવા પર ધ્યાન આપવાની જરૂર છે. પણ સફળતા એ છે કે હવે તમારે બહાર ભણવા જવું હોય તો એ તમારી 'મરજી' છે, 'નાછૂટકે' બહાર જવું પડે જ પડે એ સ્થિતિમાં બદલાવ આવ્યો છે.  

સ્વતંત્ર કચ્છ યુનિવર્સિટીથી 
ઉચ્ચ શિક્ષણમાં હરણફાળ  

આમ તો ભૂકંપ પહેલાં જ કચ્છ યુનિવર્સિટીને સૈદ્ધાંતિક મંજૂરીથી ઉચ્ચ શિક્ષણના વિકાસનો માર્ગ મોકળો થઈ ગયો હતો. પરંતુ ભૂકંપ પછીનાં નવસર્જન સાથે શિક્ષણ વિકાસે પણ વેગ પકડયો. 2003ના માર્ચમાં ગેઝેટમાં યુનિવર્સિટીની સ્થાપનાનો મુદ્દો મુકાઇ ગયો. જે સરકારી કચેરીઓ પડી ગઈ હતી એમાંની ઘણી જ્યુબિલી ગ્રાઉન્ડમાં કાર્યરત હતી, તેમાં એક પ્રી-ફેબ કાર્યાલય કચ્છ યુનિવર્સિટીનું પણ ઊભું થયું. અહીંથી ગુજરાત પ્રવાસન ખાતા હસ્તકની હોસ્ટેલમાં રૂમ ફાળવાયા. આ પછીના સીમાચિહ્નરૂપ તબક્કામાં યુનિવર્સિટીના સ્વતંત્ર ભવનનું નિર્માણ પણ થયું, જે કચ્છનાં ધમધોકાર નવસર્જનની કડીમાં સાથે જોડાઈ ગયું. 2004માં સત્તાવાર જાહેરનામું બહાર પડ્યાના ટૂંકા ગાળામાં તા. 20-09-07ના તો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 205 એકરમાં સંપાદિત જમીન વચ્ચે વહીવટી ભવન સહિત વિવિધ ઇમારતોનું લોકાર્પણ પણ થઈ ગયું.   
શિક્ષણની વાત કરીએ તો આઠ કોલેજો અને સરકારી ઇજનેરી અને પોલીટેકનિક કોલેજ સહિત દસ કોલેજ કચ્છ યુનિવર્સિટીમાં જોડાઈ. જો કે, ટેકનિકલ યુનિવર્સિટી જીટીયુ શરૂ થતાં ઇજનેરી અને ફાર્મસી અભ્યાસની કોલેજો તેમાં ભળી ગઈ. પ્રારંભમાં પાંચ ભવનમાંથી તરત વધતાં 2008 સુધીમાં વધુ ત્રણ ઉમેરાઈને સંખ્યા કુલ 8 ભવનોની થઈ. એ પછી સેલ્ફ ફાયનાન્સનો યુગ શરૂ થયો. ગાંધીધામમાં ડો. ગજવાણી બી.એડ. કોલેજ એ સૌથી પહેલાં સ્વનિર્ભર કોલેજ તરીકે જોડાઈ. ખાનગી કોલેજોમાં જોડાણનો આ દોર ઝડપથી આગળ વધ્યો અને આજે 46 કોલેજો કચ્છ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. બીજી બાજુ યુનિવર્સિટી ભવનોમાં પણ એમ.એસસી., એમબીએ, એમ.એસ.ડબલ્યુ., પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સ્વનિર્ભર અભ્યાસક્રમો શરૂ થયા. આજે કચ્છના ઉચ્ચ શિક્ષણના ફેલાવાની વાત કરીએ તો એકેય તાલુકો એવો નથી કે જેમાં કોઈ કોલેજ ન હોય. અંતરિયાળ દયાપર (લખપત તાલુકો), રાપર, અબડાસા સહિત દરેક તાલુકામાં કમસે કમ એક કોલેજ છે. સ્વનિર્ભર કોલેજો સિવાય બીજી મોટી સિદ્ધિ એ મળી કે નખત્રાણાની જીએમડીસી સંચાલિત કોલેજને થોડા સમય પહેલાં જ ગ્રાન્ટેડનો દરજ્જો મળી ગયો. આ પહેલાં માંડવીમાં સરકારી મરીન સાયન્સ કોલેજ મળી. 
શૈક્ષણિક ક્ષેત્રની કચ્છને અન્ય મોટી સફળતા યુનિવર્સિટીને 12-બીની માન્યતાના રૂપમાં મળી. કારણ કે સ્થાપના સમયે યુજીસીનું 2-એફનું પ્રમાણપત્ર ઉપલબ્ધ હતું. છેલ્લા બે દાયકામાં ધરતીકંપના કારણે ઉચ્ચ શિક્ષણના લાભની વાત આવે ત્યારે વીરાયતન સંસ્થાનો મુદ્દો મહત્ત્વનો બને છે. બિહારની સેવા, શિક્ષણ અને સાધનાને સાધનાના સૂત્ર સાથે કામ કરતી આ સંસ્થાએ ભૂકંપ પછી સેવાકાર્યથી આરંભ કર્યા          બાદ કચ્છમાં પ્રાથમિક           શિક્ષણ આપવાનું શરૂ               કર્યું. 
આજે ઇજનેરી, મેનેજમેન્ટ અને ફાર્મસી કોલેજો સાથેના વિશાળ વિદ્યા સંકુલનું નિર્માણ કરી દીધું છે. માંડવી નજીકના જખણિયા નજીક ઊભા કરાયેલા આ વિદ્યાધામથી આસપાસના છાત્રોને લાભ મળે છે. આ સિવાય ભૂકંપ પછી આવેલી રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાએ ઇન્દ્રપ્રસ્થમાં કોલેજ શરૂ કરીને ઉચ્ચ શિક્ષણમાં યોગદાન આપ્યું છે.   (ક્રમશ) 

કચ્છ યુનિ.ના આરંભે ઉચ્ચ શિક્ષણ-પ્રગતિ 

- દસ કોલેજો (સરકારી ઇજનેરી-પોલીટેકનિક સહિત) 
- વિદ્યાર્થી સંખ્યા : 2005માં 4328 
- ભવનની સંખ્યા : પાંચ; 2008માં વધુ 3 વિભાગ ખુલ્યા 
- 2006-07માં પ્રથમ પીએચ.ડી. ડિગ્રી અપાઇ 
- તા. 1/8/06ના મળ્યા પ્રથમ કુલપતિ 
- 2010-11માં વિદ્યાર્થી સંખ્યા : 19,108 

2021ની સ્થિતિએ કચ્છ યુનિ. હેઠળ ઉચ્ચ શિક્ષણ 


- કુલ સંલગ્ન કોલેજો : 46, કુલ સંલગ્ન ભવનો : 14 
અભ્યાસક્રમો : 
- સ્નાતક-10, અનુસ્તાનક-18, પીજી ડિપ્લોમા-4, સર્ટિફિકેટ કોર્સ-8 
પીએચ.ડી. : 
- કુલ ગાઇડ-61, વર્તમાન વિદ્યાર્થી-131 
- સ્થાપનાથી અત્યાર સુધી 192 ડોક્ટરેટ થયા 
- હજુ 25 વિદ્યાર્થી નોંધણી પ્રક્રિયામાં 
વર્તમાન વિદ્યાર્થી સંખ્યા : 
સ્નાતક (સેમ. 1/3/5) 14,800 
અનુસ્નાતક (સેમ. 1/3) 5,300 
અનુસ્નાતક કોર્સ 2020-21થી બંધ થતાં લગભગ 4000 વિદ્યાર્થીઓનો ઘટાડો, બાકી દર વર્ષે વિદ્યાર્થી સંખ્યા વધતી હતી. 
12 (બી)ની માન્યતા : 
તા. 16/2/18ના યુજીસીની મહત્ત્વની માન્યતા મળી 
- દીક્ષાંત સમારોહ : 
જુલાઇ-2010માં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની હાજરી. અત્યાર સુધીમાં 9 પદવીદાન સંપન્ન. 

Monday, 22 March 2021

Re'NEW with costly fee OR Buy'NEW with no Registration fee ! Take a Look at 'VEHICLE SCRAP POLICY'

ફી સાથે રિ`ન્યૂકે  ફી વિના બાય `ન્યૂ'

બિઝ સ્ટોરી - દિવ્યેશ વૈદ્ય

 કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે નવી વાહન નીતિ-વ્હીકલ ક્રેપ પોલિસીની જાહેરાત કરી. જેમાં જૂની ગાડીઓને પુન: રજીસ્ટ્રેશન અને ફિટનેસ ટેસ્ટ પછી ચલાવવાની છૂટ અપાઈ, પણ નીતિ એવી છે કે જૂની ગાડી ફિટ હશે તોય મોંઘી પડશે. જે સરકારનો સીધો ઈરાદો દેખાડે છે કે 15 કે તેનાથી વધુ વર્ષ જુના વાહનો યા તો ભંગારમાં નાખી દેવામાં આવે કે ઊંચી ફેરનેંધણી ફી ભરીને ચલાવવામાં આવે ! સરકારનો હેતુ સારો છે, જેની લાંબા સમયથી ચિંતા થાય છે પ્રદૂષણનાં સ્તરમાં ઘટાડો થાય અને માર્ગ સુરક્ષા પણ વધે, કારણ કે નવા વાહનો વધુ સારી સુરક્ષા સુવિધાઓ ધરાવે છે. માટે નવા વાહન ખરીદવા માટે ગ્રાહકોને ઘણા આકર્ષણ પણ મૂકવામાં આવ્યાં છે, પરંતુ ગ્રાહકની સાથે સરકારને પણ મસમોટી આવક ઊભી થશે. બીજીતરફ, જોકે વ્યાપારની દૃષ્ટિએ ભારતનું ઓટોમોબાઈલ ક્ષેત્ર દસ લાખ કરોડ એટલે કે લગભગ બે ગણું થઇ જવાનો વિશ્વાસ દર્શાવાયો છે. જ્યારે નીતિથી આગામી વર્ષોમાં ક્ષેત્રમાં કુલ 3.70 કરોડ યુવાનોને રોજગારી મળવાનો અને નવા ઉભા થનારા માત્ર ફિટનેસ સેન્ટરોમાં 35000 લોકોને રોજગારી મળવાની આશા છે. ગત બજેટમાં નાણામંત્રીએ આવી નીતિ લાવવાની જાહેરાત કરી દીધી હતી અને હવે જાહેર થયેલી નીતિ આગામી પહેલી ઓક્ટોબરથી લાગુ થઇ જશે. મુદે્ સામાન્ય લોકો 30 દિવસ સુધી સૂચનો પણ મોકલી શકશે. માર્ગ પરિવહન મંત્રીએ તેમના વક્તવ્યમાં દર્શાવેલા જુના વાહનોના આંકડા મુજબ, તો આગામી 5 વર્ષોમાં લગભગ સવા બે કરોડ વાહનો રસ્તા પરથી હટી જશે અને ભંગાર બની જશે, જ્યારે પ્રદૂષણનાં સ્તરનું આકલન કરતી સંસ્થાઓના દાવા મુજબ 70 ટકા સુધી પ્રદૂષણ ઘટી જશે. ક્રેપથી પ્લાસ્ટિક, સ્ટીલ અને તાંબુ મળશે, જેનો બીજીવાર ઉપયોગ કરવાથી વાહનોનો ખર્ચ પણ ઘટશે. નીતિની મહત્ત્વની જોગવાઈઓ શું છે ? વાહન ધારકને શું ફાયદો થશે અને સરકારને શું લાભ છે તે સહિતની અહીં છણાવટ કરવામાં આવી છે.  

શું છે મહત્ત્વની દરખાસ્તો ?  

નીતિના દાયરામાં દેશમાં અત્યારે દોડી રહેલા 20 વર્ષથી જુના  અંદાજે 51 લાખ એલ એમ વી વાહનો અને 15 વર્ષથી જુના 34 લાખ અન્ય એલ એમ વી વાહનો આવી જશે. જે અંતર્ગત 15 લાખ મધ્યમ અને ભારે મોટર વાહન પણ આવી જશે. બધા ખાનગી વાહનોનું 15 વર્ષ માટે રજીસ્ટ્રેશન હોય છે, નવી નીતિમાં ડીઝલ અને પેટ્રોલના ખાનગી વાહનોને હવે 20 વર્ષ            સુધી ચલાવવાની મંજુરી મળશે, પણ શરતો આકરી કરી દેવાઈ છેખાસ તો ટેસ્ટ અને ફી. ફી તો કેટલાક પ્રકારના વાહનોમાં આઠ ગણી વધારવામાં આવી છે. યક્ષ પ્રશ્ન છે કે પ્રદૂષણ સહિતના માપદંડની પરીક્ષા કેટલી પારદર્શક રીતે લેવામાં આવે છે ? જો એજન્ટોના માધ્યમથી ઘરબેઠે ખોટા સર્ટીફિકેટો આપવાનું ચલણ રહેશે તો આયુષ્ય વટાવી ચુકેલી ગાડીઓ માર્ગ પર વધુ દોડશે, નહીં તો પરીક્ષણ એટલું આકરું છે અને ફી પણ વધુ છે એટલે ક્રેપમાં જશે. જેની સરકારને અપેક્ષા છે. જોગવાઈ એવી છે કે, 20 વર્ષથી વધુ જુના ખાનગી વાહનો જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યા કે પાસ થયા પછી પણ રજીસ્ટ્રેશન રિન્યૂ કરાવે તો 1લી જુન, 2024થી આપોઆપ રજીસ્ટ્રેશન રદ થઇ જશે, અને ફિટનેસમાં નિષ્ફળ રહેનાર ગાડી ક્રેપ થશે. જોકે, ખાનગી વાહનોને ટેસ્ટમાં બીજી તક આપવામાં આવશે. પછી પણ નિષ્ફળ જશે તો ગાડી ક્રેપ કરાશે

મહત્વની તારીખો  

-1લી ઓક્ટોબર,2021થી નવી નીતિ નિયમ લાગુ, બધી શ્રેણીનાં વાહનોને તબક્કાવાર ફિટનેસ ટેસ્ટ ફરજીયાત   -ફિટનેસ નિષ્ફળ કે પાસ થયા પછી પણ રિન્યૂ કરાવનારા વાહનોની નોંધણી પહેલી જૂન, 2024થી આપોઆપ રદ.   -પહેલી એપ્રિલ,2023થી 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ જરૂરી અથવા નોંધણી રદસરકારી વાહનો 15 વર્ષ જુના થાય એટલે ક્રેપીંગ થશે. માટે પહેલી એપ્રિલ,2022ની સમયમર્યાદા છે

70 ટકા સુધી પ્રદૂષણ ઘટવાની આશા  

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં હેવાલ મુજબ 2025 સુધીમાં સવા બે કરોડ વાહનો ક્રેપ થઇ જશે. જ્યારે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ નિષ્ણાતોએ કહ્યું હતું કે, આનાથી પ્રદૂષણ બહુ ઓછું થઇ જશે. જુના વાહનો વધુ પ્રદૂષણ કરે છે અને હવે નવા બનતા વાહનો ઓછા પ્રદૂષણવાળા અપગ્રેડ ટેકનોલોજીવાળાં છે, જેથી વાહનો ભંગાર થઇ જશે એટલે પ્રદૂષણ ઘણું ઘટી જશે.આઇઆઇટી, મુંબઈ અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટનાં નવા સર્વે મુજબ વાહનોથી થનાર પ્રદૂષણમાં 70 ટકા પ્રદૂષણ 15થી 20 વર્ષ જૂની ગાડીઓના કારણે થાય છે. આવામાં નવી નીતિથી બહુ બદલાવ દેખાશે તેવી અપેક્ષા છે

ગ્રાહકોને શું ફાયદો ?  

-સરકારે વાહન નિર્માતા કંપનીઓને એવી ભલામણ કરી છે કે, જે ક્રેપીંગ સર્ટીફીકેટ દેખાડે તેને નવી ગાડી પર પાંચ ટકા છૂટ આપવામાં આવે. -નવી ગાડી લેવા સમયે રોડ ટેક્સમાં 3 વર્ષ માટે 25 ટકા સુધીની છૂટનો નીતિમાં ઉલ્લેખ છે. રાજ્ય સરકારો ખાનગી ગાડીમાં 25 ટકા અને કોમર્શિયલમાં 15 ટકા સુધીની છૂટ આપી શકે છે. -ગાડી ક્રેપ કરવા સમયે પણ નવી ગાડીની શો રૂમ કિંમતનાં 4 થી 6 ટકા સુધી માલિકને વળતર અપાશે.  -નવી ગાડીની ખરીદીમાં રજીસ્ટ્રેશન ફી માફ કરી દેવાશે. આમ, કુલ મળીને ક્રેપ કરાતા વાહનોનાં બદલામાં 10 થી 15 ટકા રાહત મળી શકે છે

સરકારને શું ફાયદો

- જ્યારે લોકો જૂની ગાડી ક્રેપ કરશે અને નવી ગાડી ખરીદવાનું શરૂ કરશે એનાથી સરકારને વાર્ષિક લગભગ 40,000 કરોડની જીએસટીની આવક થવાની ધારણા છે. સિવાય વધેલી ફીની આવક તો અલગ.  - હવે રજીસ્ટ્રેશનનો  સમય વધવા સાથે બીજીવાર રજીસ્ટ્રેશનની ફી પણ મસમોટી કરી નાખવામાં આવી છે. જેમ કે જૂની મોટર સાઈકલ માટે પુન:નોંધણીની વર્તમાન ફી 300 છે, જે વધીને 1000 રૂા. થશે. કાર અને જીપમાં ફી 500 રૂા. હતી જે વધીને 5000 રૂા. થશે. વ્યાવસાયિક વાહનો માટે 1500 રૂા.થી વધીને 12,500 થઇ જશે.  - અત્યારે કોમર્શીયલ વાહનોને આઠ વર્ષ પછી પ્રતિ વર્ષ ફિટનેસ કરાવવાનું હોય છે, હાલની ફી 800 રૂા. છે, જે વધીને 7500 થઇ જશે. આમ, આવા વાહનોને 15 વર્ષમાં ફિટનેસ ફી પેટે 15 વર્ષમાં 52,500 રૂા. ચૂકવવા પડશે.

718 ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર ખૂલશે   

સરકારની નવી નીતિમાં ગાડીને ક્રેપ કરવા માટે ખાસ વ્યવસ્થા તંત્ર ગોઠવવાની યોજના છે. દેશના દરેક જિલ્લામાં પબ્લિક પ્રાઈવેટ ભાગીદારી (પીપીપી મોડેલ) મુજબ ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ સેન્ટર ખોલાશે. સેન્ટરમાં ગાડી ક્રેપ કરાવ્યા બાદ એક ત્યાંથી એક પ્રમાણપત્ર મળશે, જે આધારકાર્ડ સાથે નવી ગાડી ખરીદવા સમયે ડીલર પાસે રજૂ કરાતાં ગાડીની કિંમતના 4થી 6 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ટેસ્ટમાં કાર્બન ઉત્સર્જન, બ્રેકીંગ, અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ,1889 અંતર્ગત સુરક્ષા તપાસ થશે.  

Monday, 15 March 2021

Progressing even faster than Amazon and Tesla ... NONE OTHER THAN GUJJU ENTREPRENEUR GAUTAM ADANI

જેની એમેઝોન અને ટેસ્લાની `ગતિ'થી પણ ઝડપી થઇ `પ્રગતિ'

ગૌતમ અદાણી

બિઝ સ્ટોરી - દિવ્યેશ વૈદ્ય

 

લગભગ 70ના દાયકાની વાત છે, અમદાવાદની ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયનો એક વિદ્યાર્થી કચ્છના કંડલા બંદરે શાળા પ્રવાસે આવે છે, સ્વપ્નશીલ પ્રકૃતિના વિદ્યાર્થીને વિશાળ બંદર જોઈને વિચાર આવે છે, હું પણ આવું કંઇક બાંધીશ,` આજે વિદ્યાર્થી એનાથીય મોટું અને એક નહીં, અનેક બંદર બાંધીને દેશના માળખાકીય વિકાસમાં અપ્રતિમ યોગદાન આપે છે.......    

બીજું, જેને માધ્યમોમાં  અવાર-નવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના `ઉદ્યોગપતિ મિત્ર' તરીકે સંબોધવામાં આવે છે, વિપક્ષો પણ જેને વારંવાર નિશાન બનાવે છે. અરે, ક્યારે `કોલેજ ડ્રોપઆઉટ' તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. સામાન્ય ગુજરાતી વેપારી પરિવારમાંથી આવેલા અને સંજોગોના કારણે ખરેખર બી.કોમ.ના બીજા વર્ષનો અભ્યાસ પડતો મૂકીને  પોતામાં રહેલી ધંધાકીય સમજ સાથે આગળ નહીં રોકેટ ગતિએ આગળ વધી વિતેલા શુક્રવારે વૈશ્વિક સ્તરે જેનું નામ ટોચમાં આવ્યું છે ગૌતમ શાંતિલાલ અદાણી.

ગુજ્જુ અબજપતિ 2021ના સમયમાં અત્યાર સુધીમાં દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા ધનપતિ બન્યા. ગૌતમભાઇની વાતો રોચક છે. ટૂંકી વાત કરીએ તો પોતાની ગળથૂથીમાં રહેલી સૂઝ સાથે લઇ સંજોગોના કારણે અડધેથી ભણવાનું મૂકી બે-ત્રણ વર્ષ મુંબઇ હીરા કારોબારમાં જોડાયા. પરિવારમાંથી મોટાભાઈ દ્વારા ટેક્સટાઇલ વ્યવસાયમાં જોડાવાનું કહેવાતાં અમદાવાદ આવીને પ્રારંભથી ધંધાને ઝડપી આગળ  વધાર્યો અને થોડા વર્ષ બાદ કચ્છમાં મુંદરા બંદરના સંચાલનનો કરાર ગુજરાત સરકાર પાસેથી મેળવ્યા બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે વૈશ્વિક સ્તરે પહોંચીને ગત અઠવાડિયે એશિયાના સૌથી સમૃદ્ધ ભારતીય મુકેશ?અંબાણી નહીં, વિશ્વના સમૃદ્ધ અબજપતિઓ એમેઝોનના જેફ બેજોસ અને અમેરિકી ઇલેકટ્રીક કાર  કંપની ટેસ્લાના સીઇઓ એલન મસ્કને  પણ પછડાટ આપનાર બની ગયા છે, ગુજ્જુઉદ્યોગપતિ ગૌતમ અદાણી.

2021ની પહેલી જાન્યુઆરીથી લખાય છે ત્યાં સુધી દુનિયામાં એવી કોઇ વ્યકિત નથી કે જેમણે પોતાની સંપત્તિમાં ઉદ્યોગપતિ કરતાં વધુ ધન કમાયું હોય. ભલે, અદાણી વિશ્વના ટોચના 10 અમીરોમાં હજુ સ્થાન નથી મેળવી શક્યા. વિશ્વમાં 26મા ક્રમે છે, પણ ટોચની યાદીમાં એવા કોઇ સંપત્તિવાન નથી, જેણે પોતાની સંપતિમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી અદાણી કરતાં વધુ કમાણી કરી હોય. બેજોસ અને મસ્કનું નામ તો છેલ્લા બે-ત્રણ મહિનાથી બહુ ગાજે છે અને વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યકિતની યાદીમાં ઉપર-નીચે થાય છે. મસ્કની એક ટ્વિટથી તે અમીરીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયાના સમાચાર હજુ તાજા છે, પણ ગત અઠવાડિયે વળી બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ જાહેર થયો, એમાં 2021ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારા ઉદ્યોગપતિઓની યાદીમાં જાહેરમાં ઓછું બોલવા માટે જાણીતા અદાણીએ ટૂંકા ગાળામાં 16.2 અબજ અમેરિકી ડોલરની સંપત્તિ વૃદ્ધિ સાથે ભલભલા ધનકુબેરોને પણ અચંબિત કરી દીધા

કોરોનાનું વર્ષ હતું અને મોટા-મોટા ધંધા ઉદ્યોગ મંદીમાં ધકેલાઇ ગયા હતા ત્યારે સમયમાં પણ અદાણીએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. બધું થયું છે તેની મુખ્ય કંપનીના શેરોમાં રોકાણકારોએ  મૂકેલા વિશ્વાસ થકી. રોકાણકારોએ અદાણી જૂથના શેરોમાં ભારે ઉછાળો લાવી દીધો. અદાણી પ્રમોટરોના તેમની કંપનીમાં મોટેભાગે 75 ટકા કે તેથી વધુના પ્રમોટર્સ હોલ્ડિંગ છે અને તેમના શેરમાં તેજી આવતાંની સાથે તેમના નેટવર્થમાં જબ્બર ઉછાળો આવે છે. અહીં તેમનો કારોબાર, તેમની કંપનીઓના ભાવમાં આવેલો ફેરફાર અને કઇ મૂલ્યવૃદ્ધિએ તેમને પ્રથમ ક્રમે પહોંચાડયા તેનું વિશ્લેષણ છે.

ગૌતમ અદાણીએ ટેક્સટાઇલ-હીરા કારોબારથી વ્યાપારની શરૂઆત કરી પછી અદાણી એક્સપોર્ટની સ્થાપના કરી જે આજે અદાણી એન્ટરપ્રાઇઝ તરીકે વિશ્વસ્તરે કામ કરે છે. પછી પોર્ટ, પાવર, ગેસ અને કુદરતી ઊર્જા ક્ષેત્રમાં કારોબાર ફેલાવ્યો હતો. છેલ્લા બે-ત્રણ વર્ષમાં હવે એરપોર્ટ, ડેટા સેન્ટર અને સૂર્ય-પવન ઊર્જામાં ઝડપી ડગ માંડયા. જેનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો કે છૂટક ઇન્વેસ્ટર હોય, બધા લાંબાગાળાના રોકાણ સાથે ભરોસો મૂકી રહ્યા છે. જેથી જૂથના એક સિવાયની તમામ પાંચ કંપનીઓએ છેલ્લા માત્ર અઢી મહિનાથી પણ ઓછા સમયમાં 50 ટકા કે તેથી વધુ વળતર આપ્યું છે. માત્ર એક કંપની અદાણી ગ્રીન એનર્જીએ 50 ટકાથી ઓછું એટલે કે બાર ટકાનું વળતર આપ્યું છે પણ તેણે ગત વર્ષે એટલે કે, 2020માં તો 500 ટકાથી પણ વધુની કમાણી કરાવી હતી. 2020માં તો કોરોનાના કારણે અર્થતંત્ર મંદીની ગર્તામાં ધકેલાઇ ગયું હતું, પણ જૂથના શેરોએ તો રોકાણકારોને બાર હજારના લાખ કરી દીધા. એક વર્ષમાં 200થી 700 ટકાની કમાણી કરી દીધી હતી

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજ્જુ ઉદ્યોગપતિનો તેમની સાથેનો ઘરોબો જાણીતો છે. નીતિ વિષયક બાબતોમાં ઉદ્યોગપતિના જૂથને લાભ મળે તો પણ શું ? ધંધાકીય કૌશલ્ય વિના આવી સિદ્ધિ મળે. સાત ભાઇ-બહેનમાંના એક એવા ગૌતમભાઇ વારસાગત અબજોપતિ નથી. જાતે આગળ વધેલા અબજપતિ છે. જે એક સમયે સ્કૂટર ચલાવતા હતા અને આજે ચાર હેલિકોપ્ટર ધરાવે છે. દેશના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા અને સૌથી વ્યસ્ત મુંદરા પોર્ટનું સંચાલન ગ્રુપ પાસે છે. સરકારે એરપોર્ટનું ખાનગીકરણ શરૂ કર્યું પછીની બિડિંગમાં પણ જૂથ આગળ રહ્યું હતું. લેખ સાથે અલગ-અલગ કોષ્ટકમાં કંપનીની મૂલ્યવૃદ્ધિ દર્શાવી છે જેને લીધે બિલિયોનર ઇન્ડેક્સમાં ગ્રુપ સ્થાન પામ્યું હતું.

ગુજ્જુ ઉદ્યોગપતિની પાંચ રોચક વાતો

 

- ધંધાકીય સૂઝ : ગૌતમ અદાણી સાચા અર્થમાં આત્મનિર્ભર અબજપતિ છે. માત્ર 20 વર્ષની ઉંમરે જિંદગીના પહેલા દસ લાખ રૂા. માત્ર 3 વર્ષના સમયમાં મુંબઇમાં ડાયમંડ બ્રોકર તરીકે કામ કરીને કમાઇ લીધા હતા. વારસામાં ટેક્સટાઇલ બિઝનેસ હતો, પણ નવા ધંધામાં ટૂંકાગાળામાં કૌશલ્ય લીધું.

- વાટાઘાટ કુશળતા : ઉડ્ડુપીના થર્મલ પાવર પ્લાન્ટની માત્ર 6000 કરોડ રૂપિયામાં ડીલ કરી અને પાછળ માત્ર 100 કલાકની નેગોશિયન પ્રક્રિયા ચાલી.

- બંદર-વીજ ક્ષેત્રે ટોચે : 1995ના ગાળામાં મુંદરા પોર્ટના સંચાલનનો કરાર ગુજરાત સરકાર પાસે મેળવ્યો. જે પછી બંદર ખાનગી થયું અને દેશનું ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું અને આધુનિક બંદર બન્યું. કચ્છમાં 4620 મેગાવોટના દેશના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા થર્મલ વીજ પ્રોજેક્ટની સ્થાપનાથી શરૂ કરી, આજે અદાણી જૂથ વીજ ક્ષેત્રનું અગ્રણી ઉત્પાદક એકમ બન્યું.

- `પ્રયાસ' મંત્ર : એકવાર પત્રકારો સાથેની વાતચીતમાં અદાણીએ કહ્યું હતું કે, તેઓ એક મંત્ર સાથે કામ કરે છે, જે તેમને સફળતા તરફ લઇ જાય છે. જીવન દરમ્યાન `પરિણામો' પ્રત્યે ઝનૂની થવાને બદલે `પ્રયાસ' પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

- રેલવે-પોર્ટ લીકેજ નીતિ : ભારતની દેશના બંદરોને રેલવે સાથે જોડી દેતી નીતિના મૂળમાં ઉદ્યોગપતિનું વિચારબીજ છે. તત્કાલીન રેલવેમંત્રી નીતિશકુમાર સમક્ષ બંને ક્ષેત્રને જોડવાનું રાષ્ટ્રીય મહત્ત્વ મૂક્યું હતું, પછી યોજના આવી હતી.

અદાણી જૂથે રોકાણકારોને કરાવી ધૂમ કમાણી

અદાણી જૂથની  એક વર્ષ પહેલાંનો        યર ટુ ડેટ       વર્તમાન        માત્ર અઢી મહિનાનું કંપનીઓ        ભાવ    તા. 1/1/21નો      ભાવ    2021નું રિટર્ન

        તા. 16/3/20  ભાવ            ટકાવારી

અદાણી ગ્રીન એનર્જી    117        1065   1158   9

અદાણી એન્ટરપ્રાઈઝ    134        491    892    82

અદાણી ટોટલ ગેસ      363        363    744    104

        (તા. 13/1)                            

અદાણી પોર્ટ એન્ડ સેઝ  261        503    723    44

અદાણી ટ્રાન્સમિશન     171        434    774    79

અદાણી પાવર  28     50        75     50

માલિકના શેરોની ટકાવારી અને બજાર મૂડીમાં વૃદ્ધિ

અદાણી જૂથની  કેટલા ટકા પ્રમોટ 2021માં માર્કેટ

કંપનીઓ        શેર હોલ્ડીંગ        કેપમાં વધારો

અદાણી ગ્રીન એનર્જી    74.9        1.8 લાખ કરોડ

અદાણી એન્ટરપ્રાઈઝ    74.9   1 લાખ કરોડ

અદાણી ટોટલ ગેસ      74.8        80 હજાર કરોડ

અદાણી પોર્ટ એન્ડ એસ..ઝેડ        63.75  1.5 લાખ કરોડ

અદાણી ટ્રાન્સમિશન     74.9        85 હજાર કરોડ

અદાણી પાવર  74.9   29 હજાર કરોડ

વિશ્વમાં 26મો ક્રમ ; પણ વૃદ્ધિમાં પ્રથમ

વિશ્વમાં સૌથી   ઉદ્યોગપતિ        કુલ ચોખ્ખી સંપતિ        2021ના આરંભથી

સમૃદ્ધોમાં ક્રમ            (અબજ?ડોલરમાં)       સંપત્તિ વધ-ઘટ

1       જેફ બેઝોસ      181     -8.78 (ઘટાડો) અબજ ડોલર

2       એલન મસ્ક     179        8.39 અબજ ડોલર

3       બીલ ગેટસ     139        7.46 અબજ ડોલર

4       બર્નાડ આનૌલ્ટ 125        10.7 અબજ ડોલર     

5       માર્ક ઝુકરબર્ગ  102        1.65 અબજ ડોલર

6       વોરન બફેટ     99.4        11.7 અબજ ડોલર

7       લેરી પેજ        94.7        12.2 અબજ ડોલર

8       સર્જી બ્રિન       91.6        11.8 અબજ ડોલર

9       સ્ટીવ બોલોર    85.2        85.2 અબજ ડોલર

10      મુકેશ અંબાણી   83.1        8.1 અબજ ડોલર

26     ગૌતમ અદાણી  49.7        16.2 અબજ ડોલર