કિરણ મઝુમદાર-શો
તેઓ ભારતના પ્રથમ મહિલા
ઉદ્યોગ સાહસિક અને આઈઆઈએમ-બેંગ્લોરના અધ્યક્ષ છે તેમજ બાયોટેકનોલોજી કંપની બાયોકોન
લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર છે. ફોર્બ્સ ઈન્ડિયા મેગેઝિનની પણ દેશના ટોચના
શ્રીમંત લોકોની યાદીમાં શામેલ છે. ભારતીય ધનિકની યાદીમાં છેલ્લા છેલ્લા
વર્ષમાં સૌથી વધુ કિરણ મઝુમદાર-શોની સંપત્તિમાં વધારો થયો છે. જોકે, નેટવર્થની બાબતમાં તેઓ બીજા ક્રમના ભારતીય શ્રીમંત મહિલા છે. શોએ તેની સંપત્તિમાં
૨.૨૨ અબજ ડોલરનો વધારો કર્યો
છે. જેનાથી ૨૦૨૦માં તેની કુલ
સંપત્તિ ૪.૬ અબજ પર પહોંચી ગઈ છે. આ સાથે તેમણે ૯૩.૨૮ ટકા સાથે ૧૦૦ ધનિક લોકોમાં સૌથી
વધુ નફો મેળવનારમા સામેલ થયા છે. તેમને વર્ષ ૨૦૨૦નો ઇવાયઇ વર્લ્ડ એન્ટરપ્રિન્યોર એવોર્ડ મળી ચૂકયો છે.
સાવિત્રી જિંદાલ
જિદાલ ગ્રુપના સ્થાપક ઓમ
પ્રકાશ જિંદાલના પત્નિ છે. પતિના મૃત્યુ પછી, તેઓ કંપનીના અધ્યક્ષા બન્યા હતા. તેમના પતિનું મોત ૨૦૦૫માં હેલિકોપ્ટર દુર્ઘટનાને
કારણે થયું હતું. અમેરિકન મેગેઝિન ફોર્બ્સ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવેલી યાદીમા
સાવિત્રી જિંદલને સૌથી ધનિક ભારતીય મહિલા તરીકે શામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ
શ્રીમંત ભારતીયોની યાદીમાં ૧૯માં સ્થાને છે. ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૦મા તેમની સંપત્તિ
૧૩.૮ ટકા વધીને ૪૨,૪૧૫ કરોડ રૂપિયા થઈ છે.
જિંદલ ગ્રુપ સાવિત્રીબેન જિંદાલ ચલાવે છે. તે સ્ટીલ, પાવર, સિમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ક્ષેત્રે કામ કરે છે.
વિનોદ રાય ગુપ્તા
વિનોદ રાય ગુપ્તા હેવલ્સ કંપનીના માલિક છે. તેઓ
હેવેલ્સ ના સ્થાપક કિંમત રાય ગુપ્તાના પત્ની છે. આ કંપની પંખા, ફ્રિજ અને વોશિંગ મશીન
માટે ઇલેક્ટ્રિકલ અને લાઇટિંગ ફિક્સચર બનાવે છે. હેવેલ્સની સ્થાપના ૧૯૫૮મા પતિ કિંમત
રાય ગુપ્તા દ્વારા ઇલેક્ટ્રોનિક વેપારના ધંધા તરીકે કરવામાં આવી હતી. કંપની પાસે હાલમાં
૧૨ કારખાનાઓ છે. કંપની ૪૦ દેશોમાં ધંધો કરે છે. ભારતીય ધનિકની યાદીમાં તેઓ ટોચના ૫ ભારતીય મહિલાઓમા સામેલ થઇ ચૂકયા છે. શ્રીમંત
ભારતીયોની યાદીમાં તેઓ ટોચના ૫૦માંથી ૪૦મા ક્રમે અને શ્રીમંત મહિલાઓમાં ત્રીજા ક્રમે
છે. તેમની સંપત્તિ ૨૫૯૬૧ કરોડ છે.
લીના તિવારી
લીના તિવારી યુએસવી ઇંડિયા કંપનીના વડા છે. યુએસવી
ઇન્ડિયાની શરૂઆત ૧૯૬૧માં લીના તિવારીના પિતા વિઠ્ઠલ ગાંધીએ કરી હતી. તેમની કંપની ડાયાબિટીસ
અને રક્તવાહિનીના રોગો માટેની દવાઓ બનાવે છે. લીના એક લેખક, પ્રાણી પ્રેમી, નૃત્યાંગના પણ છે, પણ, સફળ મહિલા ઉદ્યોગપતિ તરીકે
બહુ નામના ધરાવે છે. ફોર્બ્સની યાદી મુજબ લીના
તિવારી દેશના સૌથી ધનિક મહિલાઓમાં ચોથા ક્રમે છે. લીના તિવારીએ ૨૦૨૦માં કુલ સંપત્તિમાં
૧.૦૮ અબજ ડોલરનો વધારો થાયો હતો. ૨૦૧૯ માં તેમની સંપત્તિ ૧.૯૨ અબજ ડોલર હતી. જેમા ૨૦૨૦માં ૫૬.૨૫ ટકાનો વધારો થયો હતો.
મલ્લિકા શ્રીનિવાસન
વિશ્વની ત્રીજી અને ભારતની બીજી સૌથી વધુ ટ્રેકટર
બનાવતી કંપની ટ્રેકટર્સ એન્ડ ફાર્મ્સ ઇક્વિપમેન્ટ
લિમિટેડ (ટફે)ના અધ્યક્ષ મલ્લિકા
શ્રીનિવાસન દેશના સૌથી ધનિક લોકોની યાદીમાં ૫૮ મા ક્રમે છે. તેઓ માત્ર ૨૭ વર્ષની ઉંમરે
૧૯૮૬ ટફેમાં જોડાયા હતા. તે સમયે કંપનીનું ટર્નઓવર લગભગ ૮૫ કરોડ હતું, જે હવે વધીને આજે ૧૭,૯૦૦ કરોડ થયું છે. ટફે
દર વર્ષે ૧.૫ લાખ ટ્રેકટરનું વેચાણ કરે છે. કંપની ૧૦૦થી વધુ દેશોમાં કારોબાર કરે છે.
૨૦૧૧માં, તેમને અર્ન્સ્ટ એન્ડ યંગ
' એંટરપ્રિનિયરો ઓફ ધ યર
" એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકારે તેમને પદ્મશ્રીથી
પણ સન્માનિત કર્યા છે.
જીયા મોદી
જિયા મોદી ભારતના પ્રખ્યાત
કોર્પોરેટ વકીલ છે. તેમણે વિશ્વની ઘણી પ્રખ્યાત કોર્પોરેટ કંપનીઓના કેસોનું સમાધાન
કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેમણે એરટેલ, ટેલિનોર ગ્રુપ અને લાર્સન
અને ટુબ્રોના ઓટોમેશન વ્યવસાયથી સંબંધિત કેસોના ઉકેલામાં સફળતા મેળવી છે. જિયા મોદીની
કાયદાકીય કમ્પની ભારતની સૌથી સફળ કંપનીઓની સલાહકાર તરીકે કામ કરે છે. આમ, મોટી મોટી કંપનીઓ જ્યારે
અટકે છે, ત્યારે વ્યવસાય અને કાનૂની
બાબતો માટે એક મહિલા કોર્પોરટ ધારાશાસ્ત્રીની સલાહ લે છે.
શોભના ભરતીયા
ભારતીય મીડિયા જગતમાં શોભના
ભારતીયા એ એક મોટું નામ છે. તેમણે હિન્દુસ્તાન ટાઇમ્સના સંપાદકીય વિભાગમા કામ કરીને
પ્રગતિમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને હિન્દુસ્તાન ટાઇમ્સ ગ્રુપના ઘણા અન્ય હિન્દી મીડિયા પ્રકાશનો પણ શરૂ કર્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, ૨૦૧૭-૧૮ દરમ્યાન નોંધપાત્ર રીતે કંપનીનો નફો વધીને ૨૧૩ કરોડ થયો હતો.
નીતા અંબાણી
તેઓ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ
અંબાણીના પત્ની અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના માલિક છે. નીતા અંબાણીને વ્યાપાર જગતના
સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી મહિલાઓની ફોર્ચ્યુન ઇન્ડિયા ૨૦૨૦ની યાદીમાં પ્રથમ સ્થાન
આપવામાં આવ્યું છે. આ સિવાય દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના
નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ પણ છે.
તેઓ સામાજિક કાર્ય માટે વિશ્વવ્યાપી ઓળખ ધરાવે
છે.
વંદના લુથરા
તેઓ સૌથી
પ્રતિષ્ઠિત ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકોની પ્રથમ હરોળ માં સ્થાન ધરાવે છે. તેઓ વીએલસીસી
હેલ્થ કેર લિમિટેડના સ્થાપક અને ‘બ્યૂટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કીલ અને કાઉન્સિલ’ના અધ્યક્ષ પણ છે.૨૦૧૪ માં પ્રથમ વખત આ ક્ષેત્રના
અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. જે ભારત સરકારનું એક સાહસ છે, અને ઉદ્યોગ માટે કૌશલ્ય
પ્રશિક્ષણ પ્રદાન કરે છે. લુથરા ફોર્બ્સ એશિયાની વ્યાપાર જગતની ૫૦ શક્તિશાળી મહિલાઓની
યાદીમાં ૨૬મા ક્રમે રહી ચૂકયા છે. વી.એલ.સી.સી. એ દેશના શ્રેષ્ઠ સૌન્દર્ય સાધનોના ઉદ્યોગોમાંથી
એક છે. તે દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા
અને પૂર્વ આફ્રિકાના ૧૩ દેશોના ૧૫૩ શહેરોમાં ૩૨૬ સ્થળોએ કારોબાર ચલાવે છે.
ફાલ્ગુની નાયર
ફાલ્ગુની નાયર એ Nykaa.com ના સ્થાપક છે. જે કંપની સુંદરતાને લગતા ઉત્પાદનોનું
ઓનલાઇન વેચાણ કરે છે. નાયર એ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે અને એપ્રિલ ૨૦૧૨માં ‘ન્યાકા’ની સ્થાપના કરી હતી. આ કંપની મુંબઇ સ્થિત છે, જે મલ્ટિબ્રાન્ડ બ્યુટી અને વેલનેસ ઉત્પાદનોનું
વેચાણ ઓનલાઇન કરે છે. ન્યાકા આજે દેશભરમાં ૪૬થી વધુ સ્ટોર્સ ધરાવે છે. એપ્રિલ-૨૦૧૫માં, ફાલ્ગુની નાયરે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક
પર સૌંદર્ય પ્રોડક્ટનો સ્ટોર શરૂ કર્યો હતો.
ઝડપી પ્રગતિ દ્વારા આજે કંપની ૧૫૦૦થી વધુ જેન્યુઇન
બ્રાન્ડઝ સ્ટોર ધરાવે છે અને મફત ડીલીવરી આપે
છે. આજે નાયરની કુલ સંપત્તિ રૂ. ૧૩૦૦ કરોડ
સુધી પહોચી છે.
No comments:
Post a Comment