Tuesday, 27 April 2021
Saturday, 24 April 2021
ALL ROUND FIGHT FOR OXYGEN.....
ન્યૂઝ ઇન્સાઇટ. દિવ્યેશ વૈદ્ય
ઓક્સિજન મોરચે ચોમેર જંગ
એવું નથી કે ભારત ઓક્સિજન ઉત્પાદનમાં પાછળ છે, ઉત્પાદન વધારવા સહિતનાં પગલાં પણ લેવાયા છે, પણ, બેહદ ઝડપી આવેલા કોરોના કેસોના આ ઉછાળા વચ્ચે સ્થિતિ નિરંકુશ બની ગઇ છે. બીજી લહેરમાં જેની માંગ નવ ગણી થઈ ચૂકી છે એ પ્રાણવાયુ માટેની લડાઇમા શું નડે છે પ્રશ્નો ?
કોરોના મહામારીની બીજી લહેર શરૂ થઈ અને જાણે નિશ્ચિંત બની ગયેલા લોકો, ચૂંટણી અને કાર્યક્રમોમાં પડી ગયેલા પક્ષો, સરકાર બધાને ઊંઘતા ઝડપી લીધા. કેસોની સંખ્યા એટલી ઝડપે વધી કે દવા, પથારી, ઓક્સિજનની થોડા દિવસમાં જ તંગી ઊભી થઈ ગઈ. આ લહેરમાં દર્દીઓને જેની સૌથી વધુ આવશ્યકતા ઊભી થાય છે
એ ઓક્સિજનના દેશમાં ઉત્પાદનના આંકડામાં તો સરકાર કહે છે કે દૈનિક માંગ કરતાં જથ્થો
વધુ છે. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા જાય તો સાચી ખબર પડે. ઓક્સિજનવાળા બેડ ખાલી નથી. આમ કેમ થાય છે ?
એવું નથી કે આપણો દેશ ઓક્સિજનના ઉત્પાદનમાં પછાત છે, બલ્કે, અગ્રણી દેશમાં ગણાય
છે. હવે તો ઔદ્યોગિક
નહીં, (આવશ્યક નવ ક્ષેત્ર સિવાય )માત્ર મેડિકલ માટેનું જ ઓક્સિજનનું ઉત્પાદન કરવાની સૂચના
છે. સરકાર અનેક મોરચે લડે છે. તાત્કાલિક મોટી ફેક્ટરી નાખી ઉત્પાદન કરવું શક્ય ન હોય, એટલે વિદેશથી સીધા પચાસ હજાર મેટ્રિક ટનની આયાત કરાશે. પણ સમસ્યા નડે છે તેના પરિવહનમાં, સિલિન્ડરની અછતમાં, સંઘરાખોરીમાં, નફાખોરીમાં, રાજ્યો દ્વારા પોતાના જથ્થા પર હક્ક જતાવવાની વૃત્તિમાં, રાજકારણની દખલમાં. પરિવહન માટેના
ખાસ પ્રકારના ટેન્કર ઓછા છે, હવે ટ્રેનથી પરિવહન શરૂ થઈ ગયું છે. આશા રાખીએ કે સ્થિતિ જલ્દી થાળે પડી જાય. અત્યારની આ નિરંકુશ સ્થિતિ વચ્ચે આ સમસ્યાની ભીતર જતો
લેખ અહીં રજુ કર્યો છે.
ઉત્પાદન વધ્યું પણ માંગ નવ ગણી વધી
ભારત મેડિકલ ઓક્સિજન ક્ષેત્રમાં આગળ પડતો દેશ છે અને મોટે ભાગે ઓદ્યોગિક ઉત્પાદન
માટેના ગેસની નિકાસ પણ કરે છે. પણ, ભારતના કુલ ઓક્સિજન ઉત્પાદનમાં ૧૫ ટકા હિસ્સો જ મેડિકલ
ઓક્સિજનનો છે, જેની અત્યારે
દર્દીઓને તંગી પડી રહી છે. બાકી લોખડં, કાર ઉદ્યોગ માટે ઉત્પાદિત થાય છે.
થયું એવું કે કોરોનાની બીજી લહેરમાં કેસોનો
ઉછાળો એટલો ઝડપી આવ્યો કે તમામ અધૂરાશો ખુલ્લી પડી ગઈ. આ એલએમઓ (લિક્વિડ મેડિકલ ઓક્સિજન)ની કોવિડના સમય
પહેલાં સરેરાશ દૈનિક ૭૦૦ મેટ્રિક ટનની માંગ હતી. ૨૦૨૧ના આરંભે મહામારીની પહેલી લહેર આવી ત્યારે દેશમાં
ઓક્સિજનની માંગ વધી હતી પણ અત્યારના દર્દીઓ જેટલી નહોતી. ૨૦૨૧ના મધ્યમાં માંગ વધીને ૨૮૦૦ મેટ્રિક ટન થઇ ગઇ, પણ હવે આજે એ કોવિડ પહેલાનાં સમયની સરખામણીએ નવ ગણી વધી
ગઈ છે અને હજુ માંગ વધી રહી છે.
સામે તરફ આ મહાજંગનો સામનો કરવા દેશમાં ૧૦થી ૧૨ મોટી કંપની અને પાંચસો જેટલી નાની
કંપની છે. જે હવામાંથી ઓક્સિજન નિર્માણ પ્રક્રિયાથી ઉત્પાદન કરે
છે. સૌથી વધુ મહારાષ્ટ્ર-ગુજરાત, આંધ્ર, ઝારખંડ રાજ્ય ઉત્પાદન કરે છે. સરકારે પહેલાં ૭૦ ટકા અને હવે સો ટકા માત્ર મેડિકલ માટેના
તરલ ઓક્સિજનને જ આવા પ્લાન્ટમાંથી ઉત્પાદિત
કરવાનો નિર્ણય લીધો. નવ ક્ષેત્રો સિવાય ઔદ્યોગિક ઉત્પાદન બંધ થયું. હવે સ્થિતિ
કાબૂમાં આવી જાય એમ સામાન્ય ગણતરી કરતાં લાગે છે પરંતુ સામે માંગ સતત વધે છે અને પુરવઠો
પહોંચાડવાનો પડકાર ઉભો થયો છે.
કેટલે પહોંચ્યું ઉત્પાદનનું પ્રમાણ ?
બુધવારે નીતિ આયોગના સચિવ (સ્વાસ્થ્ય) ડો. વી. કે. પોલે કહ્યું કે, દેશની દૈનિક ૭૫૦૦ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા છે. જેમાંથી ૬૬૦૦ મેટ્રિક ટન મેડિકલ હેતુ માટે વપરાશ કરવામાં
આવે છે. માત્ર અતિ આવશ્યક નવ ઉદ્યોગોને ઓક્સિજન અપાય છે. જ્યારે ગુરુવારે સાંજે વડાપ્રધાનની સમીક્ષાની બેઠકમાં
ઓક્સિજનની તંગી મુખ્ય મુદ્દો રહ્યો અને એમણે રાજ્યોને ઝડપી પુરવઠો પહોંચાડવા પર ભાર
મૂકતા કહ્યું કે, અત્યારે ૨૦ રાજ્યોને દૈનિક ૬૮૨૨ મેટ્રિક ટન ઓક્સિજન અપાઈ
રહ્યો છે, જેની સામે માંગ ૬૭૮૫ની છે. છેલ્લા થોડા દિવસોમાં જ ૩૩૦૦ મેટ્રિક ટનની
માંગ વધી છે. આ રીતે નવ ગણી માંગ થઈ ગઈ છે. આમ, પ્રશ્ન પુરવઠો પહોંચાડવાનો ઉભો થાય છે. આવા સમયે પણ જમાખોરી થાય છે. આવા કાળાબજારિયા પર તંત્રને તૂટી પડવાનો સમય છે.
સિલિન્ડર-ટેન્કર અને રાજકારણ
સરકારી આંકડા મુજબ માંગથી ઉત્પાદન વધુ તો સમસ્યા ક્યાં આવે છે ? પ્રશ્ન ઓક્સિજનને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પ્રવાહી ઓક્સિજનને નિશ્ચિત તાપમાનમાં ખાસ પ્રકારના ટેન્કરથી
પહોંચાડાય છે, આ ક્રાયોજેનિક ટેન્કર કે જેને 'કેપ્સૂલ ટેન્કર' તરીકે પણ ઓળખવામા આવે છે, તેની સંખ્યા દેશમાં ૧૫૦૦ આસપાસ છે. વધુ ઉત્પાદન કરવા પણ રાજ્યોમાંથી તેને માંગ મુજબ પહોંચાડવામાં
આવે છે, પરંતુ ટ્રકો ક્યાંક ફસાઇ જવાના કે રોકવાના પ્રયાસો થયા
છે. પોતાના રાજ્યમાંથી બહાર જતી ઓક્સિજનની ટ્રકોને રોકાઈ અને
તેમાં રાજકીય મનોવૃત્તિ કામ કરી ગઈ. દિલ્હીની હોસ્પિટલે પહોંચવા જોઈતા ટેન્કર
ઉત્તરપ્રદેશ, હરિયાણામાં રોકવાની ઘટના બાદ દિલ્હી સરકાર હાઇકોર્ટમાં
ગયાનો દાખલો તાજો જ છે. જોકે એ પછી હવે ઓક્સિજન પરિવહન અને પુરવઠા નિયંત્રણ પીએમઓ હેઠળની કમિટી દ્વારા
થાય છે. બીજીબાજુ, હવે ટ્રક ઉપરાંત ટ્રેન દ્વારા ઑક્સિજન પહોંચાડાઇ રહ્યો છે.
કંટ્રોલ કમોડિટીમાં નાખવાની જરૂર:
ભાવ વધુ પડાવવાની ઘટના
અત્યાર સુધી દેશમાં પુરતો પુરવઠો ન હોવાને કારણે જરૂર નહોતી પડી પણ હવે તંગી ઉભી
થઇ છે ત્યારે ઑક્સિજનને કંટ્રોલ કોમોડિટીમાં નાખવાની આવશ્યકતા ઉભી થઇ છે. બીજીતરફ, ભાવ પણ અનિયંત્રિત બન્યા છે. સૌથી નાનો માપદંડ એવા ૭ ક્યુએમના સિલિન્ડરની કિંમત ૧૫૦ રૂપિયાના બદલે ૪૦૦ રૂપિયા લેવાઈ રહી છે. ભલે, સત્તાવાર કિંમતો નેશનલ ફાર્મા પ્રાઈઝિંગ ઓથોરિટી નક્કી કરે છે પરંતુ, કંપનીઓ આવા સમયે છૂટક બજારમાં કાળાબજારી કરવાની પણ ફરિયાદ
છે. જોકે એક સારી વાત એ છે કે પુરવઠા પર પીએમઓની ગ્રૂપ -૨ કમિટીએ નિયત્રણ લઈ લીધું છે. જેથી વધુ ઉત્પાદનવાળા રાજ્યો પોતાનો હક જતાવે નહીં.
અલગ બોક્સ
સરકારે કયા મહત્વના પગલાં લીધા
- બીજી લહેર શરૂ થઈ ત્યારે પ્રારંભમાં ઔદ્યોગિક ક્ષેત્રને
૮૫ની જગ્યાએ માત્ર ૨૦થી ૩૦ ટકા પુરવઠો આપવાનો કેટલાક રાજ્યો નિર્ણય લીધો. એ પછી કેન્દ્ર સરકારે હવે અતિઆવશ્યક નવ ઉદ્યોગો સિવાય
ઔદ્યોગિક ઓક્સિજનનું ઉત્પાદન રોકી દિધું. આ સિવાય માત્ર મેડિકલ ઓક્સિજન ઉત્પાદન કરવા
આદેશ આપ્યો.
- દેશમાં ઓક્સિજનની સ્થિતિ પર નજર રાખવા કંટ્રોલરૂમો શરૂ
કરાયા.
- ટેંકરો ઓછા પડતાં ટ્રેનોથી ઓક્સિજન પરિવહન.
- વધુ જરૂરીયાતવાળા રાજ્યોમાં પીએમ કેર ફંડમાંથી ૨૦૧ કરોડના ખર્ચે ૧૬૨ પ્રેશર સ્વિંગ મશીનને
તાત્કાલિક મંજૂરી અપાઈ. જેનાથી કાયમી ૧૫૪ મેડિકલ ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા વધશે. ૩૩ કાર્યરત થયા, એપ્રિલના અંત સુધી ૫૯ શરૂ થઈ જશે. બાકીના મેના અંત સુધીમાં ક્રિયાન્વિત થશે.
- ત્વરિત પુરવઠો ઉપલબ્ધ કરવા પચાસ હજાર મેટ્રિક ટન મેડિકલ
ઓક્સિજનની વિદેશથી આયાત.
- પીએમ કેર ફંડમાંથી ૧૦૦ ઓક્સિજન સુવિધાવાળી હોસ્પિટલની
જાહેરાત.
અલગ બોક્સ
ઓક્સિજન હવામાંથી ઉત્પાદિત પણ પ્રક્રિયા અને જાળવણી જટિલ
ઓક્સિજનનું ઉત્પાદન સરકારી અને ખાનગી એમ બંને રીતે થાય છે.ઇલેક્ટ્રોલીસિસ , કેમિકલ અને ક્રાયોજેનિક એમ ત્રણ પદ્ધતિ છે.પરંતુ ક્રાયોજેનિક પ્રક્રિયાનો વધુ ઉપયોગ થાય છે. હવામાં ૨૧ ટકા ઓક્સિજન,૭૦ ટકા નાઈટ્રોજન અને બાકી અન્ય ગેસ હોય છે. આ ક્રાયોજેનિક
ડિસ્ટીલેશન પ્રક્રિયા કે વેક્યુમ સ્વીંગ એબ્સોર્પ્સશન પ્રક્રિયામાં દબાણથી હવાને પ્રવાહી
બનાવાય છે . બહુ જ ઠંડુ માઇનસ ૧૮૩ ડિગ્રી ધરાવતો શુદ્ધ ઓક્સિજન મેળવાય છે. પણ, સરળતાથી પરિવહન માટે એને પ્રવાહી રૂપમાં રખાય છે.
અલગ પડેલા નાઇટ્રોજન અને ગેસની ઉદ્યોગમાં ઘણી માંગ છે. મેડિકલ ઓક્સિજનની શુધ્ધ્તા ૯૯.૫ ટકા છે. ઓક્સિજન ખૂબ જ જ્વલનશીલ છે અને હોસ્પિટલમાં
આગની અને લિકેજની ઘટનાઓ પણ બની રહી
છે. ટેંકરના પરિવહનમાં પણ સુરક્ષાના નિયમો છે એટલે ઉત્પાદન
વધે તોય હોસ્પિટલ પહોંચતા ઘણી સમસ્યાઓનો સામનો
કરવાનો થાય છે.
અલગ બોક્સ
ખાનગી કંપની દ્વારા કઈ રીતે મળી રહી છે મદદ
ઓક્સિજનની રાડ પછી ખાનગી કંપનીઓ તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે પોતાના પ્લાન્ટમાં
ઔદ્યોગિક ઓક્સિજન ઉત્પાદન ઘટાડીને નજીકના રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન
પહોંચાડી રહી છે.
- રિલાયન્સ ગ્રુપ તેની જામનગર રિફાઇનરીમાંથી રોજ ૭૦૦ ટન
ઓક્સિજનનો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરે છે.
- તાતા સ્ટીલ ૩૦૦
ટન ઓક્સિજન પૂરું પાડે છે.
- સેલ કંપની દ્વારા
તેના રાઉરકેલા, દુર્ગાપુર, ભીલાઈ જેવા સ્ટીલ પ્લાન્ટમાંથી નજીકના રાજ્યોમાં ૩૩ હજાર
ટન પુરવઠો પૂરો પાડે છે.
- જિંદાલ સ્ટીલે ૦ત્તીસગઢ અને ઓરિસ્સાની હોસ્પિટલમાં ૧૦૦
ટન ઓક્સિજન સપ્લાય શરૂ કર્યો છે.
- આર્સેલર મિત્તલ જૂથની નિપ્પોન સ્ટીલ તેની આસપાસના રાજ્યમાં
૨૦૦ ટન ઓક્સિજન પૂરું પાડે છે.
- ખાતર બનાવતી કંપની
ઇફકોએ ગુજરાતમાં ત્રણ ઓક્સિજન પ્લાન્ટ નાખવાની
જાહેરાત કરી..
- તંગીની જાહેરાત પછી ટાટા જૂથે તો ઓક્સિજન પરિવહન માટેના ખાસ ક્રાયોજનિક ટેંકરોને
હવાઈમાર્ગે વિદેશથી મેળવવા માટે જાહેરાત કરી દીધી.
Monday, 19 April 2021
NO "SCRAPYARD", IT'S "PARTCART"
બિઝ સ્ટોરી - દિવ્યેશ વૈદ્ય
આજે કોઇ ઇન્જિનીયરિંગ કરે તો સારા પેકેજમાં કોઇ કંપનીમાં જોડાય અને આગળ વધે, પરંતુ ઇજનેરી વિષય જ કંઇક નવું-નવું આપવાનો છે. શું ખામી છે, શું બજારની માગણી છે, તેની સમજ સાથે કંઇ નવતર સાહસ કરી નવી દિશા ચીંધવાનો આ વિષય છે. એને આવું કામ, ભુજની વી.ડી. હાઇસ્કૂલમાંથી 12મું ધોરણ પાસ કરીને એ સમયમાં નવતર ગણાતા અને ગુજરાતમાં પહેલીવાર શરૂ થયેલા બીઇ ઓટોમોબાઇલ ઇન્જિનીયરિંગનો 2007માં વલ્લભવિદ્યાનગરની એડીઆઇટી કોલેજમાંથી પાસ થનારા યુવાન જીત હિતેશભાઇ ગોસ્વામીએ કર્યું છે. એકબાજુ, સરકારે સ્ટાર્ટઅપ પોલિસીની લાંબા સમય પહેલાં જાહેરાત કરીને નવતર સાહસને આર્થિક, ટેકનિકલ સહાય, માર્ગદર્શન આપી રહી છે. બીજીતરફ, નવી ક્રેપ પોલિસીની બે-ત્રણ વર્ષથી ચાલતી વાતો પછી હવે તેની લોકસભામાં જાહેરાત પણ થઇ ગઇ. ટૂંકમાં અમલની જાહેરાત પણ થઇ શકે છે. આ સંજોગોમાં જીત ગોસ્વામીએ એવું ઓનલાઇન પોર્ટલ ચાલુ કર્યું જે ભારતમાં એક શોધ છે-નવતર છે. આજે ઓનલાઇન જમાનામાં જૂની કાર વેચતી વેબસાઇટો છે, પણ ગાડીની મરંમત કરવા વખતે જ્યારે પાર્ટસની જરૂર પડે તો નવા જોઇએ તો ઓનલાઇન કે તેના ઓથોરાઇઝ ડીલર પાસે જાય, કે ગાડી ક્રેપિંગનો વ્યાપાર કરતા કબાડીવાળા પાસે મળે. પણ હવે ગાડીઓના જૂના અને સારા પાર્ટસને રિફર્બિશ કરી ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિમાં લાવી અને ગુણવત્તાની ખાતરી સાથે ઓનલાઇન મંચ આપવાનું સાહસ કર્યું ભુજના ઇજનેરે. જેને ઇન્ટરપ્રિનિયોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ) અને પછી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ના એક વિભાગ સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રિનિયોરશિપ (સીઆઇઆઇઇ) દ્વારા માન્યતા મળી. દેશના નવતર સાહસો-વ્યાપાર પર નજર રાખતી સંસ્થાએ તેને સહાય કરી એટલું જ નહીં, આઇઆઇએમના વિદ્યાર્થીઓ માટે કેસ સ્ટડી તરીકે મૂકી છે. `કચ્છમિત્ર' સાથે કરેલી ખાસ વાતચીતમાં આ યુવાને કહ્યું કે, ઇજનેર બન્યા બાદ ઇન્સ્યોરન્સ સર્વેયર બની, સરકારી લાયસન્સ મેળવ્યા બાદ એક દાયકો કામ કર્યું તેમાંથી ક્રેપના આ વિશાળ વ્યાપારને કેમ વ્યવસ્થિત સ્વરૂપ આપવું તેનો વિચાર આવ્યો. આ પાર્ટસની બજારમાં ગુણવત્તા અને ઉપલબ્ધતાના પ્રશ્નો જોયા. સામાન્ય ક્રેપિંગ ધંધાર્થી પાસે પાર્ટસ હોય તોય તેને ખબર ન હોય, માત્ર ભંગારના ભાવે ગાડી લઈ લે, તેમાંથી શું-શું નીકળ્યું અને કેટલો કમાણો તેનોય કોઈ હિસાબ ન હોય. અમે એક કંપની સ્થાપી ક્રેપિંગ બિઝનેસને ઓનલાઈન મંચ આપ્યો, `પાર્ટકાર્ટ' વેબસાઈટ પરથી માત્ર ભુજ કે કચ્છ નહીં સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી માગણી આવે છે. આ પોર્ટલ પર તમામ બ્રાન્ડેડ ગાડીઓના કયા પાર્ટ, કઈ કિંમતે મળે છે તેની જાણકારી છે. ઓનલાઈન પેમેન્ટ આવે એટલે આપોઆપ તે પાર્ટ વેચાઈ ગયો દેખાડે. બીજા શહેરોની માગણી અમે કુરિયર દ્વારા પૂરી કરીએ છીએ. આ ઓનલાઈન પોર્ટલ બિઝનેસ મોડલ અન્ય ક્રેપ ધંધાર્થી કરતા કઈ રીતે અલગ પડે છે, તેવા એક સવાલમાં જીતુભાઈનું કહ્યું છે કે, પૂર જેવી કોઈ આપત્તિ, અકસ્માત કે અન્ય રીતે રસ્તા પર ન ચાલી શકનારી ગાડીઓ અમારી પાસે આવે. જે વીમાની રકમથી પણ ન ચાલી શકે એમ હોય. સામાન્ય કબાડી પાર્ટ સીધા વેચે પણ અમે તેને પદ્ધતિસર અલગ કરી ક્લીન, રિફર્બિશ અને ટેસ્ટિંગ કરીને ઓનલાઈન ભાવ સાથે મૂકીએ. કઈ ગાડીનો કયો પાર્ટસ છે તેની અમારી પાસે નોંધ હોય અને કઈ ગાડીમાં કેટલો નફો થયો તેની પણ નોંધ હોય. 15 જણની ટીમ છે. ફોટોગ્રાફી સ્ટુડિયો છે. અત્યારે દશ હજાર જેટલા પાર્ટસ મુકાયેલા છે. 2018માં રજિસ્ટર્ડ કપંનીથી શરૂઆત કરી પણ 2019માં સરકારની સ્ટાર્ટઅપ યોજનાના સહકારથી 2019થી વ્યાપાર જામ્યો અને છેલ્લા એક વર્ષમાં આવકમાં 70 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સિવાય સુખપર નજીક કાર વે મોટર્સ એલએલપી યાર્ડ તો છે જ. યુવાનોને તક અને ભવિષ્યની યોજના અંગેના સવાલ પર યુવા સાહસિકનું કહેવું છે કે, આ વ્યાપારનો વિસ્તાર સુરત, અમદાવાદ, રાજકોટ સહિત મોટા વિસ્તારમાં કરાશે. મોટા શહેરોમાં વર્કશોપ માટે વાતચીત ચાલુ છે. જેનાથી પાર્ટસ લેવડ-દેવડ સારી રીતે થશે. દુબઈમાં વાત ચાલુ છે. વૈશ્વિક બજાર સુધી પહોંચવાનો ઈરાદો છે. વિકસતું ફિલ્ડ છે. નવી નીતિથી યુવાનોને મોટી તક છે. - દેશનું ક્રેપિંગ બજાર 42,000 કરોડનું પણ, બિનસંગઠિત : નવી નીતિથી વધશે તકો : ફોર વ્હીલર ક્રેપિંગનો ભારતમાં રૂા. 42,000 કરોડનો વ્યાપાર છે, પણ એ બિનસંગઠિત છે. જેને પદ્ધતિસરનો કરવાના સરકારના પ્રયાસો છે. બહુ ઓછા દેશમાંથી ભારત એવો દેશ છે જેમાં હજુ ક્રેપિંગ પોલિસી અમલી નથી, જે હવે થાશે. આનાથી ક્રેપિંગ ધંધામાં ધરમૂળથી પરિવર્તન દેખાશે. અમારો નવતર પ્રયાસ ઘણી કંપનીઓને ગમ્યો છે. ભવિષ્યમાં ઘણી નવી તકો ઊભી થશે એમ `પાર્ટકાર્ટ'ના
સ્થાપકનું કહેવું છે. ક્રેપિંગ પોલિસી પરની વાતચીતમાં તેમણે કહ્યું કે, તેનાથી ધંધો વધશે. પર્યાવરણને પણ ફાયદો થશે. ખાસ કરીને ઓટો
કંપનીઓને મેટલ
વિદેશથી આયાત કરવી પડે છે એ નહીં કરવી પડે. રિસાઇકલિંગ વધશે. પર્યાવરણ બચાવવા માટે સરકાર આમ જ ઇચ્છે છે. વળી, અત્યારે મહામારીના સમયમાં લોકોનું બજેટ બગડતાં બધા નવા પાર્ટને બદલે સસ્તા અને સારા પાર્ટસ શોધે છે, ત્યારે આ સેક્ટરમાં તેજી નોંધાઇ છે.
Sunday, 18 April 2021
Major and serious issue of Remdesivir injection..
Saturday, 10 April 2021
Position of corona vaccine in india. There should be no hesitation in importing if required...
રસી ખૂટયાની રાડ : રસી ઉત્સવનું એ લાન : ભારત કેટલું સજ્જ ?
આવશ્યકતા પ્રમાણે ઉત્પાદન વધારો ન થઈ શકે તો રસીઓની આયાતને મંજૂરી આપવી જ પડશે: કમસેકમ ભારતમાં ઉચ્ચ મધ્યમ અને અમીર વર્ગ નાણાં ખર્ચી આયાતી રસી લેવાનું શરૂ કરે તો સરકારનું જુલાઈ સુધી 30થી 40 કરોડને રસી આપવાનું લક્ષ્ય હાંસિલ થઈ શકે
Wednesday, 7 April 2021
FINANCIAL YEAR 21 : IPO SHINE; NOW 32 IPO ARE READY TO COME IN NEW YEAR..
FY 21: આઇપીઓ બજાર `શાઇન'
FY 22: 32 ક`પની ઇન `લાઇન'
વીતેલા નાણાકીય વર્ષમા` `ધૂમ' કમાણી પછી 2022મા` પણ રહેશે `બૂમ' : આઇપીઓમા` ચીન, અમેરિકા પછી ત્રીજા ક્રમે રહ્યા પછી ભારતમા` હવે એલઆઇસી, ઝોમેટો, એચડીબી સહિતની ક`પની કરે છે તૈયારી
વીતેલુ` નાણાકીય વર્ષ 2020-21 શેરબજારની દૃષ્ટીએ
તો કોરોના વૈશ્વિક મહામારી વચ્ચેય ઝળહળતુ` રહ્યુ` અને 70 ટકા આસપાસ કમાણી કરાઇ તો સાથે સાથે પ્રાઇમરી
બજાર આઇપીઓ બજાર પણ એટલુ` જ ધમાકેદાર રહ્યુ`. નાણાકીય વર્ષ એફવાય-2021મા` 30 ક`પનીઓએ 31,277 કરોડ રૂા. એકઠા કરી દીધા જે છેલ્લા` ત્રણ વર્ષ નાણાકીય વર્ષમા` આઇપીઓ દ્વારા સૌથી વધુ એકત્ર કરાયેલુ` મૂડી રોકાણ હતુ`. કોરોના વચ્ચે ઉભરતા
ભારતીય અર્થત`ત્રમા` ભરપૂર લિક્વિડીટી
(રોકડ પ્રવાહ) જોવા મળ્યો. આ`તરરાષ્ટ્રીય બજારમા` પણ ભારે લિક્વિડીટી દેખાઇ અને એનો પડઘો આઇપીઓ બજારમા` એટલો પડયો કે, ભારત એ પૂર્ણ થયેલા` વર્ષ સુધીમા` ચીન અને અમેરિકા
પછીનો ત્રીજા ક્રમનો આઇપીઓ (ઇનિશિયલ
પબ્લિક ઓફર) દ્વારા સૌથી વધુ મૂડી એકત્ર કરનારો દેશ બન્યો.
હવે આ મૂડી પ્રવાહ
યથાવત છે અને ગત વર્ષના સારા પ્રતિભાવથી ખેંચાઇને નવા નાણાકીય વર્ષ એફ વાય-2022મા` 32 આઇપીઓ પાઈપલાઈનમા` છે ! ક`પનીઓ તેમના કામકાજનુ` વિસ્તરણ કરે કે કાર્યશીલ મૂડી માટે અથવા તો લોનથી દબાયેલી
હાલતમા`થી નીકળવા આઇપીઓ લાવે છે. વળી ઓછા ખર્ચમા` મોટુ` ભ`ડોળ એકત્ર કરી શકાય
છે. એ સ્થિતિમા` વર્તમાન `બૂમ'નો ફાયદો ઉપાડવા
માટે `કતાર' લાગી ગઇ છે. ગત
નાણાકીય વર્ષ જેવુ` જ નવુ` વર્ષ પણ ધમાકેદાર
રહેશે. માત્ર એપ્રિલમા` જ છ નવા આઇપીઓ આવવા સજ્જ છે.
ક`પનીઓએ 31,277 કરોડની મૂડી મેળવી
2020-21મા` કુલ 30 ક`પનીઓએ આઇપીઓ બજારમા`થી રૂા. 31,277 કરોડનુ` નવુ` રોકાણ મેળવ્યુ`. માત્ર ક`પનીઓને જ ફાયદો ન થયો રોકાણકારો પણ કમાયા. કુલ
આઇપીઓમા`થી 71 ટકા ક`પનીઓ ફાયદામા` રહી અને લિસ્ટિ`ગથી ઘણા ઊંચા ભાવે
કામકાજ કરે છે. સૌથી પહેલુ` લોકડાઉન પૂર્ણ થવા
સાથે જુલાઇમા` રોસારી બાયોટેકનો ઇસ્યુ આવ્યો અને 55 ટકા પ્રીમિયમથી લિસ્ટેડ થયા પછી અત્યારે 145 ટકાના વળતરથી બજારમા` કામકાજ કરે છે. 2021મા` સૌથી વધુ ગ્લેન્ડ
ફાર્માએ 6480 કરોડની રકમ એકત્ર કરી. આ સિવાય વીતેલા નાણાકીય
વર્ષમા` પ0 ટકાથી વધુ રિટર્ન
આપનારા શેરની વાત કરવામા` આવે તો, રૂટ મોબાઇલ 310 ટકા, હેપીએસ્ટ માઇન્ડ 225 ટકા, બર્ગર કિ`ગ 117 ટકા, એમટીઆર 78 ટકા, ઇન્ડિગો પેઇન્ટ્સ 57 અને ન્યુરેકા પર
ટકાનો સમાવેશ થાય છે. ભરણાની રીતે જોઇએ તો
સૌથી વધુ એમટીએઆર 200 ઘણો ભરાયો.
આ પહેલા` 2017-18મા` આઇપીઓ બજારમા`થી 82,109 કરોડ એકત્ર થયા હતા, એ પછી અનુક્રમે 14,719 અને 20,352 કરોડની મૂડી મળતા` ગત નાણાકીય વર્ષ 2018 પછીનુ` સૌથી સારુ` રહ્યુ`.
એ જ રીતે છેલ્લા
ત્રિમાસિક ગાળા જાન્યુ.-21થી માર્ચ-21મા` પણ શાનદાર દેખાવ રહ્યો. આ સમયગાળામા` 17 ક`પનીઓએ 18,800 કરોડ એકઠા કરી લીધા. આર`ભે રેલવેના ઇસ્યુ
આઇઆર એફસીએ જ 4633 કરોડ એકઠા કર્યા. જે અર્થવ્યવસ્થાનો સારો સ`કેત આપે છે.
લા`બી કતાર 32 અરજી, 18 મ`જૂર
આઇપીઓ બજારનો આ
પ્રવાહ યથાવત રહેશે એમ માનીને તક ઝડપવા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ
ઇન્ડિયા પાસે 32 ક`પનીઓની અરજી
પ્રક્રિયામા` છે. જેમા` કુલ 29,000 કરોડ જેટલુ` ભ`ડોળ મેળવવાનુ` આયોજન છે. 18 ક`પનીને મ`જૂરી મળી ચૂકી છે
અને છના ઇસ્યુ તો એપ્રિલમા` આવી શકે છે. સૌથી નોંધનીય છે કે, આગામી નાણાકીય વર્ષમા` જીવન વીમા નિગમ (એલઆઇસી), એચડીબી ફાયનાન્સીયલ સર્વિસ, એનસીડીઇએક્સ અને ઝોમેટોના આઇપીઓ આવી શકે છે.
આઇપીઓ શુ` છે; શા માટે ?
અનિશ્ચિતતાઓથી
ભરાયેલા શેરબજારમા` રોકાણ કરવાની બે પદ્ધતિ છે : 1) પ્રાઇમરી બજાર, 2) સેકન્ડરી બજાર.
પ્રાઇમરી બજારમા` આઇપીઓ દ્વારા રોકાણ કરવામા` આવે છે અને સેકન્ડરી બજારમા` સીધુ` સ્ટોક માર્કેટમા` લિસ્ટેડ શેરો ખરીદીને રોકાણ થાય છે.
આઇપીઓને `ઇનિશિયલ પબ્લિક ઓફર' કહેવાય છે. જ્યારે કોઇ ક`પની પહેલીવાર પોતાના
શેર પબ્લિક ઓફર કરે ત્યારે આઇપીઓ કહેવાય છે. જેમા` ક`પની સામાન્ય લોકોને શેર ઓફર કરે છે. સામાન્ય
ભાષામા` કહીએ તો આઇપીઓ દ્વારા ક`પની ભ`ડોળ એકત્ર કરે છે
અને તેને નવા રોકાણ માટે ઉપયોગ કરે છે. બદલામા` ખરીદનાર શેર મુખ્ય હિસ્સેદાર બને છે.
કયા કારણોને લીધે
આવે છે આઇપીઓ ?
ઙ ક`પનીને તેની પ્રગતિ
જોઇને એમ લાગે કે વિસ્તારની જરૂર છે તો નવા રોકાણ માટે આઇપીઓ કાઢે છે. લોન પણ લઇ
શકે પર`તુ વ્યાજ સાથે પરત કરવાનુ` થાય. જ્યારે આઇપીઓમા` રોકાણકાર હિસ્સેદાર
બને છે.
ઙ લોનનુ` પ્રમાણ ખૂબ વધી જાય પર`તુ પ્રતિષ્ઠા સારી
હોય અને ભવિષ્ય ઉજળુ` લાગે ત્યારે આ ઋણ ઓછુ` કરવા પણ આઇપીઓ આવતા હોય છે.
ઙ નવા ઉત્પાદન કે
સેવા બજારમા` મૂકવા માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમા` પ્રચાર પણ થાય છે અને નાણા` પણ એકત્ર થાય છે.
આઇપીઓ કેટલા
પ્રકારના હોય છે ?
ફિક્સ પ્રાઇઝ ઇસ્યૂ
: ઇન્વેસ્ટમેન્ટ બેંક સાથે બેઠક બાદ ચોક્કસ આઇપીઓનો ચોક્કસ ભાવ નક્કી થાય છે, જે ભાવે રોકાણકાર ભરણુ` ભરે છે.
બુક બિલ્ડિ`ગ આઇપીઓ :
ઇન્વેસ્ટમેન્ટ બેંક સાથે મળીને પ્રાઇસ બેન્ડ (ભાવ કેટલાથી કેટલા વચ્ચે) નક્કી થાય
છે. આ ભાવની મર્યાદામા` ભરણુ` ભરનાર કોઇ એક ભાવમા` બીડ કરી શકે છે. આ બ`ને ભાવમા` 20 ટકાનુ` અ`તર રાખવામા` આવે છે. ઓછા ભાવને ફલોર પ્રાઇસ અને વધુ ભાવ હોય તો કેપ
પ્રાઇઝ કહેવાય છે.
કેમ કરી શકાય રોકાણ ?
આઇપીઓની સમગ્ર
પ્રક્રિયા સેબીની નજર હેઠળ થાય છે. ક`પની સેબીને રીડ
હેરીગ પ્રોસ્પેકટ આપે છે જે આઇપીઓ ભરવા પહેલા` વા`ચવુ` જરૂરી છે. ક`પની આઇપીઓને રોકાણ
માટે 3થી 10 દિવસ ખુલ્લો મૂકે
છે. એ દરમ્યાન રજિસ્ટર્ડ બ્રોકરેજ ક`પની દ્વારા રોકાણ થઇ શકે છે. એ પહેલા` ડિમેટ એકાઉન્ટ અને ટ્રેડિ`ગ એકાઉન્ટ જરૂરી છે, જેનાથી જો શેર ફાળવણી થાય તો લે-વેચ થઇ શકે. આ પ્રક્રિયા
ઓનલાઇન થઇ શકે છે અને જોડાયેલા બેંક ખાતામા` તેટલી રકમ હોવી જોઇએ, ભરવા જેટલા રૂા. બ્લોક થઇ જાય તેવી સુવિધા પણ છે. સેકન્ડરી
બજારમા` લિસ્ટીંગ પછી બજાર ભાવ મુજબ લે-વેચ થાય છે.
શેર ફાળવણી ન થાય તો
હવે
ચાર દિ'મા` જ નાણા` પરત
આઇપીઓ ભરનારને લઘુતમ
શેરો ન ફાળવવામા` આવે તો ઇસ્યૂ જારી કરનાર ક`પનીએ પૂરી સ્કીમ
ઇસ્યૂ બ`ધ થયાના 15 દિવસમા` પાછી આપવાનો નિયમ હતો, પણ હવે સિક્યુરિટી એન્ડ એક્સચેંજ બોર્ડે એ સમયમર્યાદા ચાર
દિવસની કરી નાખી હોવાથી નાના રોકાણકારોને પણ પ્રોત્સાહન મળશે.
હવે જો ઇસ્યૂ
ભરનારને શેર ન ફાળવાય કે આઇપીઓ જારી કરનાર ક`પનીના શેર
નિયમાનુસાર બજાર લિસ્ટેડ થવામા` નિષ્ફળ જાય તો એ સ`જોગોમા` રોકાણકારોને હવે માત્ર 4 દિવસમા` જ તેમના બેંક ખાતા`મા`થી કપાયેલા કે માત્ર
`બ્લોક' કરાયેલા નાણા` પરત આપી દેવાશે. જો ક`પનીની શેરબજારમા` સૂચિબદ્ધ મ`જૂરી ન મળે તો એ અરજીના રદ થવાની માહિતી મળ્યાના
સાત દિવસમા` જ નાણા` પાછા આપવા માટે એ
જવાબદાર બનશે.
ક્યા ઇસ્યૂ આવે છે
નજીકના` ભવિષ્યમા` ?
મેક્રોટેક ડેવલપર્સ
: આ આઇપીઓ સાતમી એપ્રિલના ખૂલશે અને નવમી એપ્રિલ સુધી ચાલુ રહેશે. પ્રતિ શેરની કિ`મત 483થી 486 વચ્ચે ભરી શકાશે. ક`પની 2500 કરોડ રૂપિયા એકત્ર કરવા મા`ગે છે. આ ક`પની પહેલા` લોઢા ડેવલપર્સથી ઓળખાતી હતી.
કેઆઇએમએસ હોસ્પિટલ :
કૃષ્ણા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ લિ.એ 700 કરોડ રૂપિયાના
આઇપીઓ માટે સેબીની પાસે દસ્તાવેજ મૂકવામા` આવ્યા છે. જેમા` 200 કરોડના નવા શેર છે તેમજ પ્રમોટરો અને વર્તમાન શેરધારકો 2,13,40,931 શેરોનુ` વેચાણ કરશે. ક`પની આ`ધ્રપ્રદેશ-તેલ`ગાણાનુ` સૌથી મોટુ` હેલ્થકેર ગ્રુપ છે.
સોના કોમસ્ટાર : 1995મા` સ્થાપિત ક`પનીની 6000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે, તેમા` 300 કરોડ રૂા.ના નવા શેર છે. ક`પની અમેરિકા, યુરોપ અને ચીનમા` પણ નિકાસનુ` કામકાજ કરે છે. દેશની સૌથી મોટી ઓટો સ્પેરપાર્ટ ઉત્પાદક આ ક`પની નવા શેરો જારી
કરવા સાથે બ્લેક સ્ટોનની સહયોગી ક`પની સિ`ગાપોર સેવન ટોપકો
પ્રા. લિ. તેના 5700 કરોડના શેર વેચશે.
સેવન આઇલેન્ડ શિપિ`ગ : સેબી દ્વારા 600 કરોડ રૂા.ના આઇપીઓ માટે મ`જૂરી અપાઇ છે. જેમા` 400 કરોડના નવા શેર છે. મુ`બઇની આ ક`પની પાસે 20 જહાજ છે.
આધાર હાઉસિ`ગ ફાયનાન્સ : 2010મા` સ્થપાયેલી બ્લેક સ્ટોનના રોકાણવાળી આ ક`પની ઓછી આવકવાળા
લોકો માટેની મોરગેજ ફાયનાન્સર છે. ક`પનીએ 7300 કરોડ રૂા.ના આઇપીઓ
માટે મ`જૂરી મા`ગી છે અને 1500 કરોડના નવા શેર જારી કરશે તેમજ 5800 કરોડના શેર પ્રમોટરો વેચશે.
ડોડલા ડેરી : ક`પનીના પ્રમોટરો
આઇપીઓ લાવીને પ્રમોટરનો હિસ્સો તથા ઓફર ફોર સેલથી લગભગ એક કરોડ ઇક્વિટી શેરોનુ` વેચાણ કરવા મા`ગે છે. આ આઇપીઓમા` 50 કરોડ રૂા.ના નવા શેર હશે. દક્ષિણ ભારતની આ ક`પનીએ 800 કરોડના આઇપીઓ માટે સેબી પાસે ડીઆરએચથી જમા કરાવ્યુ` છે.