Tuesday, 29 March 2022

How does the company pass on the burden of increasing input costs to its customers ?

dp¢Opfs sp¡ L„`ƒuAp¡ƒ¡e ƒX¡ R¡,

`Z rkas±u N°plLp¡ `f ƒMpe R¡ bp¡Sá


 

`¡V²p¡g, N¡kdp„ cphh^pfp¡ ±pe sp¡ ku^p¡ Rp`¡ QXu Åe R¡,  `Z fp¡Sábfp¡Sáƒp h`fpiƒu QuÅ¡ƒp DÐ`pvLp¡e N°plLp¡ƒp„ rMõkp„dp„±u hk|gu Lfu g¡ R¡ : kdpQpf cg¡ "d¡Nu'ƒp Apìep, `Z ƒpƒp¡ - dp¡Vp¡ h^pfp¡ b^¡ Sá ±ep¡ : kp¥±u h^y QpgpLu `¡L¡Vƒu kpCT Aƒ¡ cph Fõ±f fpMuƒ¡ A„vfƒp¡ SáÕ±p¡ OVpXhpdp„ ±pe R¡ : Lp¡fp¡ƒpƒu dyíL¡gu `Ru lh¡ eyÙƒu Akfdp„ A¡aA¡dkuÆ L„`ƒuAp¡ƒ¡ h¡QpZ VLphu fpMhpƒp¡ R¡ `XLpf

 


 

R¡ëgp„ b¡ hóp®ƒp Lp¡fp¡ƒpLpmdp„ b^pƒy„ Ýepƒ ƒ±u Sásy„, LvpQ N©rlZuAp¡ cph QLpksu li¡. fp¡Sábfp¡Sáƒp h`fpiƒu QuÅ¡, Mpk Lfuƒ¡ b°pÞX L¡ ƒp¡ƒ b°pÞX `¡qL„Ndp„ Aphsu QuÅ¡ƒu Sá Al] hps Lfhu R¡, A¡hu v|^, Qp-Lp¡au, rbFõLV, ƒdLuƒƒp `¡L¡V, ƒyXëk Sá¡hu QuÅ¡ƒp cph hÝep lsp. Lp¡fp¡ƒpdp„ `yfhWp hlƒ "kàgpe Q¡Cƒ'ƒu dyíL¡gu lsu. lh¡ A¡dp„±u Aphp `°Lpfƒu QuÅ¡ƒy„ DÐ`pvƒ Lfsu L„`ƒuAp¡, Sᡃ¡ A¡aA¡ƒkuÆ (apõV d|rh„N LÞTeydf NyX¹k) Ll¡hpe R¡, A¡ dp„X blpf Aphu Aƒ¡ gp¡Lp¡ƒu MfuviF¼s ky^fsp„ dp„N h^u lsu, Ðep„ frípep-ey¾¡ƒ eyÙƒu Fõ±rs±u kpZkpdp„ Aphu NC R¡. lfuapC OZu h^u R¡. h¡QpZ OVpXhy„ ƒ±u, ƒap¡ OVpXhp¡ ƒ±u, sp¡ iy„ Lfhy„??bly kpdpÞe cphh^pfp¡ Lfhp¡ L¡ `¡qL„N bvgpìep rhƒp A„vf dpg OVpXu v¡hp¡, A¡ bƒu iL¡. Aƒ¡ lp, Aphy„ bƒu füy„ R¡. `¡V²p¡g, XuTg, N¡kƒu qL„ds h^¡ sp¡ fp¡Sá syf„s Rp`¡ QXu Åe R¡, `f„sy sdpfu v¥rƒL h`fpiƒu QuÅ¡dp„ `Z Ap  R|`p¡ M¡g Llp¡ L¡ L„`ƒuƒu QpgpLu, Sáëvu±u Ýepƒdp„ ƒ±u Aphsu Aƒ¡ cphh^pfpƒp¡ bp¡Sá Aph¡ R¡.

friep Aƒ¡ ey¾¡ƒ dpV¡  eyfp¡`dp„ iåv `°Qrgs R¡, "b¡N bpõL¡V'. eyÙ `Ruƒp `°rsb„^p¡ Aƒ¡ bvgpe¡gp ìep`pfƒp kdedp„ A¡ iåv L¡Vgp¡ VLi¡ A¡ `°ñ R¡, `f„sy s¡ƒy„ LpfZ A¡ R¡ L¡ MpÛQuÅ¡, `pds¡g, L©róp DÐ`pvƒp¡, Mpk Lfuƒ¡ OJ, s¡g, N¡k dpV¡ A¡ Ap^pfc|s v¡ip¡ R¡. lh¡ Aphu fp¡Sábfp¡Sáƒp h`fpiƒu QuÅ¡ƒy„ DÐ`pvƒ Lfsu L„`ƒuAp¡ƒp¡ Ap eyÙƒp„ hpsphfZdp„ MQ®?hÝep¡. Ap L„`ƒuAp¡ dpV¡ LpQp dpgkdu qL„dsp¡dp„ cph h^u Nep Aƒ¡ lSyá h^u iL¡ R¡. L„`ƒuAp¡ƒ¡ `¡V²p¡g, XuTg, N¡kƒu qL„ds h^sp„ `Xsf sp¡ h^u S NC Aƒ¡ ƒap `f vbpZƒp¡ `Z ce Ecp¡ ±ep¡.  Mpk Lfuƒ¡ OJ Aƒ¡ `pds¡gdp„ h^¡gp cph Aƒ¡ `¡L¡rSá„N drVrfegƒp h^¡gp cph±u MQ®h^pfpƒu Akf Aphu.

`¡V²p¡gƒp cph kss 3 qvhk±u h^¡ R¡, ±p¡Xp kde `l¡gp„ Ad|g v|^ƒp cph hÝep, A¡g`uÆ N¡k `Ru kuA¡ƒÆ Aƒ¡ `uA¡ƒÆ N¡kƒp cph hÝep. Af¡ ! d¡Nuƒp cph hÝep, Ðepf¡ ƒp¢^ g¡hpC, `f„sy rbFõLV dp¢Ou ±C, rdëL `pDXf, Qp, L`Xp„ ^p¡hpƒp `pDXf, ƒlphp-^p¡hpƒp kpby, i¡ç`y, dp±p„ƒp„ s¡gdp„ `Z dp¢Ohpfu Aphu NC R¡ L¡ 10±u 15 VLpƒp cphh^pfpƒu s¥epfu ±C Q|Lu R¡. b^y„ kdpQpf ƒ±u bƒsy„, `Z kpdpÞe dpƒhu `fƒp¡ bp¡Å¡ b^u SáÁepA¡±u h^¡ R¡.

h^¡gp¡ MQ® N°plLp¡ `f ƒpMhp¡ sp¡ `X¡, ApMf¡ k¡hp ƒ±u. L„`ƒuAp¡ƒ¡ s¡dƒp N°plLp¡ ƒ±u sp¡Xhp, h¡QpZ ƒ±u OVpXhy„, sp¡ iy„ Lfu flu R¡ s¡ƒp L¡VgpL vpMgp fk`°v R¡. iy„ N°plLp¡ 10 êp.ƒp ƒdLuƒƒp„ `¡L¡V g¡ R¡, sp¡ b^p vf hMs¡ hSრQLpi¡ R¡? `¡qL„N vf hMs Sá¡hy„ Sá fpM¡ sp¡ Lep„ Mbf `X¡? L¡d L„`ƒuAp¡A¡ s¡ƒp¡ ƒap¡ kfcf Lfu gu^p¡  Xugfp¡ `pk¡ dmsu dprlsu dySáb lëvufpd cyrSáepƒp vk êp.ƒp„ `¡L¡Vdp„ 50 N°pdƒy„ hSრlsy„, lh¡ 42 N°pd ±ey„ R¡. `pfg¡ Æ rbFõLVƒy„ `p„Q êp.ƒy„ `¡L¡Vá hópp¡®±u ÅZusy„ R¡ Aƒ¡ dp¡Vp¡ N°plLhN® R¡, s¡ƒy„ hSრ60 N°pd lsy„, s¡ lh¡ `5 N°pd ±ey„. cph ƒ±u h^pep®. rb°Vprƒep rdëL fõLƒy„ vk êp.ƒy„ `¡L¡V 72 N°pdƒy„ lsy„, s¡ƒp 63 N°pd ±ep. qXVfSáÞVƒp„ `¡L¡Vƒp¡ vpMgp¡ gCA¡ sp¡ 10 êp.ƒy„ ìlug L„`ƒuƒy„ 115 N°pdƒy„ `pDQ R¡, ka®?A¡¼k¡gƒy„ lh¡ 80 N°pd ±ey„. rlÞvyõspƒ rghfƒp„ ÅZusp„ DÐ`pvƒ gpCabp¡eƒp„ `¡L¡Vƒp `Z Ap Ap fus¡ cph hÝep. Ap fus¡ ku^u `p„Q±u vk VLpƒu LdpZu Lfu g¡hpe R¡.

Aphu fp¡Sábfp¡Sáƒp h`fpiƒu QuÅ¡dp„ N°pd sp¡ WuL,  õ`óV cphh^pfp `f `Z Ýepƒ ƒ±u  Aphsy„, `f„sy eyÙ `Ruƒu A±®s„Óƒu gp¡Lp¡ƒp„ Of ky^uƒu Akfp¡ Å¡hpdp„ Aph¡, sp¡ dpÓ d¡Nuƒp cph ƒ±u hÝep. Ap DÐ`pvƒ Lfsu L„`ƒu ƒ¡õg¡A¡ s¡ƒp„ buÅ„ DÐ`pvƒp¡dp„ `Z 3±u 16 VLpƒp¡ h^pfp¡ Lep£ R¡, Sá¡ ƒhp õVp¡Ldp„ v¡Mpsy„ li¡ A¡Vg¡ dpÓ 12 êp. d¡Nu `¡L¡V Sá 14 êp.ƒy„ ƒ±u ±ey„, AÞe `¡L¡V `Z dp¢Op„ ±i¡. d¡fuLp¡ L„`ƒuA¡ s¡ƒp„ ÅZusp„ DÐ`pvƒ kap¡gp s¡gƒp cph h^pep®, kpd¡ L„`ƒuƒ¡ `XLpf `Z R¡ L¡ s¡ƒp h`fpiLsp® buÆ L„`ƒuƒp„ s¡g sfa ƒ hm¡. bly ÅZusu rlÞvyõspƒ eyrƒ. guhf¡ `Z 3±u 7 VLpƒp cphh^pfpƒu Ål¡fps Lfu vu^u R¡. b°yLbp¡ÞX Qp lp¡e L¡ b°y Lp¡au lp¡e, sdpd DÐ`pvƒdp„ cph h^pfu ƒMpep R¡. Ap A¡aA¡dkuÆ k¡¼Vfdp„ sp¡ cpfsdp„ ƒpƒu-dp¡Vu k¢LXp¡ L„`ƒu R¡. Np¡vf¡Sá, Xpbf, `uA¡ƒÆ, b^p eyÙƒu Akf `pçep Aƒ¡ N°plLp¡ƒ¡ Sá bp¡Å¡ Aphhpƒp¡ R¡. Sá¡ `¡V²p¡g-v|^ Sá¡d v¡Mpsp¡ ƒ±u, `Z R|`u fus¡ Ofƒy„ bSá¡V h^pf¡ R¡.

ƒdLuƒƒp„ gNcN `¡L¡Vp¡dp„ Å¡hpdp„ Apìey„ R¡ L¡ `¡L¡Vá sp¡ 10 êp.ƒy„ Sá fpMhpdp„ Aph¡ Aƒ¡ kpCT `Z A¡ Sá fl¡, `Z A„vf SáÕ±p¡ OVu Åe, bpLu lhp Sá lhp. Ap ÿp¡Ódp„ lfuapC A¡Vgu R¡ L¡ LpQp dpgƒp cph h^¡ s¡ kp±¡ LdpZu VLphhu A¡ gp¡Yp„ƒu ^pf `f Qpghp Sá¡hy„ R¡. `pRy„ lh¡ dp¡g LëQf rhLõey„ R¡. N°plLp¡ƒ¡ A¡L kp±¡ OZp rhLë` kpd¡ lp¡e. A¡ Sá NyZhÑpdp„ kõsp¡ rhLë` ip¡^u g¡ R¡. L„`ƒuƒ¡ Xf lp¡e R¡ L¡ s¡ƒp„ h¡QpZƒp„ Ap„LXp ƒ OV¡, ƒap¡ sp¡ `Ruƒu hps R¡. Aphp kdedp„ L„`ƒuAp¡ SáÕ±p¡ OVpXhpƒp¡ rhLë` `k„v Lf¡ R¡, `Z N°plLp¡ kphQ¡s fl¡.

..........

 

Monday, 21 March 2022

How valuable is crude oil to India ? Can oil-rich America understand ?

`એક બેરલ ક્રૂડ કી કિંમત તુમ ક્યા જાનો બાયડન બાબુ'

યુક્રેન-રશિયા `યુદ્ધ' વચ્ચે તેલનો `ખેલ'

રશિયા-યુક્રેન યુદ્ધ ચાલે છે તેની સમાંતર હવે `તેલનો ખેલ' ચાલુ થયો છે. કયા દેશને આજે તેની ઊર્જા જરૂરિયાત સંતોષવા `ક્રૂડ' વિના ચાલે ? પરંતુ, તેલ ઉત્પાદન કરનારા `તેલિયા રાજા' દેશો તો એમ જ માને છે અમે કહીએ તેમ થાય, પરંતુ તેલ ખરીદનારા દેશો પણ `ગ્રાહક રાજા' છે અને તેનું માનવું પડે, તેને દબાવી ન શકાય. દબાય પણ નહીં, તેનો ભારતે ડંકે કી ચોટ પે દાખલો પણ આપી દીધો.

ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 100 અમેરિકી અબજ ડોલરથી વધુની કિંમતનું ક્રૂડતેલ અલગ-અલગ દેશોમાંથી ખરીદ્યું છે અને ઉત્પાદન કરનારા દેશોએ કોઇ ખરીદદારનું મૂલ્ય પણ સમજવું પડશે અને સમજાવી દેવાયું.

અમેરિકાની રશિયા પાસે તેલ ન ખરીદવાની સુફિયાણી સલાહનો ભારતે જવાબ આપી દીધો. ભલે સત્તાવાર ટિપ્પણી ન આવી, પણ શનિવારે ભારતીય કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને રશિયાની કંપની પાસેથી 30 લાખ બેરલ રશિયન ક્રૂડ ખરીદવાનો સોદો પાકો કરી લીધો. યુદ્ધ પછીનો એ પહેલો સોદો છે અને તે આંતરરાષ્ટ્રીય ચલણ યુ.એસ. ડોલરમાં નહીં, ભારતીય ચલણ?કે રશિયન ચલણ રૂબલમાં રહેશે. પાછળ ભારતની બીજી સરકારી કંપની એચ.પી.સી.એલ. પણ તૈયાર છે અને 20 લાખ બેરલ ખરીદી કરશે. આખરે ભારતના લોકોનાં આર્થિક હિતનો, સ્વતંત્રતાનો અને હા, વ્યાપારિક હિતનો પણ સવાલ છે. કારણ કે, લગભગ 40 ટકા સસ્તી કિંમતે એ મળશે અને ડિલિવરીની જવાબદારી રશિયન કંપનીએ ઉપાડવાની રહેશે.

સોવિયેત સંઘના ભાગલા પડયા પછી અમેરિકાનું જગત જમાદારીભર્યું વલણ શરૂ?થયું અને એ હજુ એમ જ છે, પણ બેવડાં ધોરણ ક્યારેય વધુ ચાલતાં નથી. યુરોપીય દેશોએ સ્પષ્ટ ના પાડી કે અમે રશિયામાંથી તેલ આયાત બંધ નહીં કરીએ, તો ભારત અમેરિકી સૂચન શા માટે માને ? અને આ તો `મોદી વિદેશનીતિ' છે. ખરીદી શરૂ?કરી અને હવે વધુ થશે. અમેરિકા સાથેના ભારત સાથેના સંબંધો થોડો સમય બગડી પણ શકે છે, પરંતુ ભારતને સલાહ પાછળનું કારણ `તેલનો ખેલ' છે. અમેરિકા લાંબો સમય ભારતથી બગાડી નહીં શકે. કારણ કે, અમેરિકાય તેલનો વેપારી છે. આ `ખેલ' અહીં સમજવાનો પ્રયાસ છે.

યુક્રેન પર રશિયાના હુમલા પછી અમેરિકા અને સાથી યુરોપીય દેશોએ સીધી લડાઇને બદલે રશિયા સાથેનો નાણાં વ્યવહાર બંધ?કરવા સહિતનાં પગલાં લીધાં તે જાણીતી વાત છે. એ પછી રશિયાનાં અર્થતંત્રમાં તેની નકારાત્મક અસરો શરૂ?થઇ ગઇ. રશિયા એ તેલનો અમેરિકા (પ્રથમ) અને સાઉદી અરેબિયા?(બીજે) પછી ત્રીજા ક્રમનો સૌથી મોટો તેલઉત્પાદક દેશ છે. તેની પાસે તેલ-ગેસ અને અન્ય ઉત્પાદનોનો ભરાવો થયો.

રશિયા આમ તો ઉત્પાદનનો 60 ટકા હિસ્સો યુરોપીય દેશોને વેચે છે અને બીજા ક્રમે ચીન છે. યુદ્ધ સારું છે કે તેની તરફેણનો કોઇ?ઇરાદો નથી, પણ ભારતે આ યુદ્ધમાં `તટસ્થ' વલણ લીધું. સંયુક્ત રાષ્ટ્ર સભામાં મતદાનથી અળગું રહ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સકીની સતત અપીલ છતાં ભારતે રશિયાને મનાવવાનો પ્રયાસ ન કર્યો. આ જૂની દોસ્તી હોય કે આર્થિક હિત કે મજબૂરી, રશિયાએ 40 ટકા ડિસ્કાઉન્ટથી ભારતને તેલ વેચવાનો પ્રસ્તાવ મૂક્યો.

આ પ્રસ્તાવથી ભડકી ઉઠેલા અમેરિકાએ ગત મંગળવારે કહ્યું કે, `ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટથી તેલ ખરીદશે તો એમાં કોઇ અમેરિકી પ્રતિબંધનો ભંગ નથી.' પરંતુ સાથે સાથે એવી ટિપ્પણી પણ કરી દીધી કે `આ પગલું એ દુનિયાનાં સૌથી મોટાં લોકતંત્રને ઇતિહાસમાં ખોટા પક્ષ?તરીકે રજૂ કરશે. રશિયાને સમર્થન એ આક્રમણને સમર્થન સમાન છે.' જો કે, ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જવાબ આપી દીધો કે તેઓ વૈશ્વિક ઊર્જા બજારમાં હંમેશાં સંભાવનાઓ ચકાશશે અને તેની તેલની જરૂરિયાત આયાતથી પૂર્ણ થશે. એ પછી ધુળેટીના દિવસે, ભારત-રશિયાની અંતિમ દોરની વાતચીત થઈ અને નાણા વ્યવહાર માટેની વ્યવસ્થા પણ ગોઠવી લેવાઈ, જે અત્યાર સુધી અમેરિકી ડોલરમાં હતી અને અંતે શનિવારે સૂત્રોને ટાંકીને સમાચાર આવ્યા કે સોદો નક્કી થઈ ચૂક્યો છે. આમ, ભારત રાષ્ટ્રહિત સામે કોઈ સંબંધનાં નામે દબાવવાના પ્રયાસમાં નથી ઝૂક્યું અને તેલ સસ્તું મળ્યૃ એટલે નથી લીધું તેના વાજબી કારણો છે.

ભારતનું અર્થતંત્ર ક્રૂડ નિર્ભર છે અને આપણી જરૂરિયાતના માત્ર 14થી 15 ટકા જ ઉત્પાદન થાય છે, બાકી આયાત કરવું પડે છે. રિફાઈનિંગ પ્રક્રિયા ભારતમાં ઉપલબ્ધ છે. 2020-21નાં નાણાકીય વર્ષમાં ભારતે 62.6 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યું હતું. પછી કોરોનાકાળ પૂરો થતાં ક્રૂડના ભાવ વધ્યા અને ચાલુ નાણાકીય વર્ષમાં આયાત બિલ બે ગણું થઈ ગયું. જાન્યુઆરી સુધીમાં 110 અબજ ડોલર પહોંચી ગયું છે. આ યુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધવાનો ડર હતો અને 140 ડોલર પ્રતિ બેરલ પહોંચવાનો ભય હતો, જે ભારતને કોઈ રીતે પરવડે એમ નથી. મોંઘવારીની આગ ફાટી નીકળે, માંડ અત્યારે કોરોનાકાળ પછી અર્થતંત્ર સ્થિર થઈ રહ્યું છે, ત્યાં આ ધક્કો ન પોષાય, અમેરિકા અને યુકેના અન્ય દેશો પાસે વધારાનાં તેલનો ભંડાર છે, એવા દેશોની સુફિયાણી-સ્વાર્થી સલાહ કોઈ રીતે ન પરવડે. બીજું, અમેરિકી પ્રતિબંધોથી ભારતે તેના પરંપરાગત વ્યવહારવાળા ઈરાન અને વેનેઝુએલામાંથી આયાત બંધ કરવી પડી.

અમેરિકાનાં બેવડાં ધોરણ છે, યુરોપીય દેશોએ તેલ ખરીદી ચાલુ જ રાખશે તેવી સ્પષ્ટ વાત કરી તો તો કંઈ ન થયું. બીજું, યુદ્ધના આરંભે રશિયા વિરુદ્ધની યુતિમાં જર્મની સાથે હતું, પણ હવે એ પણ તટસ્થ બની ગયું છે. રશિયાની કુલ કુદરતી ગેસ નિકાસના 75 ટકા ખરીદદારો યુરોપીય દેશો જર્મની, ઈટાલી, ફ્રાન્સ છે ,જ્યારે રશિયા પાસે નેધરલેન્ડ, ઈટાલી, પોલેન્ડ, ફિનલેન્ડ અને રોમાનિયા સહિતના દેશો ક્રૂડ ખરીદે છે. યુરોપના મહત્ત્વના સહયોગી દેશે જો રશિયામાંથી આયાત ચાલુ રાખી છે, તો ભારતને સલાહ શા માટે અને માને પણ શા માટે? જર્મનીને સૂચન કેમ નહીં? વળી, રશિયાએ સસ્તાં ક્રૂડની ઓફર માત્ર ભારતને જ કયાં કરી છે, અન્ય આયાતી દેશોને પણ કરી હતી. અંતે ભારત ન ઝૂક્યું અને ઓછી કિંમત, ભારતીય તટ સુધી ડિલિવરી જેવી ઉચ્ચ શરતો સાથે સોદો કર્યો. ડિલિવરીની શરત એટલા માટે કે પ્રતિબંધોને લીધે વીમા કંપનીઓનો કારોબાર શક્ય નથી. ખાડી દેશો કરતાં રશિયા દૂર પણ પડે છે. એટલે જ આપણે 60 ટકા આયાત ખાડી દેશોમાંથી કરીએ છીએ. આ સોદો થતાં જ અમેરિકાને મરચું લાગ્યું. કારણ કે  એ દેશ એમ જ માને છે કે વિશ્વમાં ડોલરથી જ વ્યવહાર થાય. આ માર્ગ નીકળ્યો એ તેને ફટકો છે. ભવિષ્યમાં ડોલરનું મૂલ્ય ઘટશે. સમગ્રતયા યુદ્ધની સાથે સાથે રહેલો `ખેલ' પાધરો પડી રહ્યો છે. રશિયા-ભારતે ડિસ્કાઉન્ટ અને રૂબલ-રૂપિયાની લેવડદેવડથી હવા કાઢી નાખી. 

અને, ભારતે માત્ર સસ્તું જોઈને જ ક્રૂડ નથી ખરીદ્યું. 2021માં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં વિદેશમંત્રી સ્તરે કરાર થયા હતા. સંરક્ષણમાં તો ભારત-રશિયાની ભાગીદારી છે જ, એથી પહેલાં 2020માં આઈઓસીએ રશિયન કંપની રોઝનેફ્ટ સાથે ક્રૂડ ખરીદીની શરૂઆત કરી જ દીધી હતી. રશિયાનાં તેલ-ગેસ ક્ષેત્રમાં ભારતનું રોકાણ છે, પણ અંતરને કારણે તે યુરોપીય દેશોમાં વેચાય છે.

હવે સ્થિતિ એટલી પલટી ગઈ છે કે જ્યાં ભારતમાં પેટ્રોલના ભાવ વધવાની શક્યતા હતી, ત્યાં સ્થિર રહેશે. હા, ભારતીય ચલણ રૂપિયો પણ ડોલર સામે મજબૂત બનશે. અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળશે તેવી આશા ઊભી થઈ ગઈ. આમ, તેલમાં આત્મનિર્ભર દેશો પ્ર્રતિબંધાત્મક વ્યાપારની તરફેણ ન કરે અને કરે તો કેમ  જવાબ આપવો એ ભારતે વિશ્વને સ્પષ્ટ જણાવી દીધું.

 ............ 

સૌથી વધુ તેલ વપરાશકર્તા દેશ

વિશ્વમાં દૈનિક 99.70 મિલિયન બેરલ તેલનો વપરાશ થઇ જાય છે. આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સીના આંક મુજબ અમેરિકા ભલે સૌથી વધુ તેલ ઉત્પાદન કરે છે, પરંતુ વપરાશમાં પણ વિશ્વમાં પ્રથમ છે. દુનિયાના કુલ વપરાશનો પાંચમો હિસ્સો ઉપયોગ કરે છે.

વપરાશમાં દૈનિક 20.48 ટકા મિલિયન બેરલ સાથે અમેરિકા પ્રથમ અને એ પછી  બીજા ક્રમે ચીન (13.07 ટકા) અને ભારત ત્રીજા ક્રમે (4.84 ટકા) છે.

...........

ટોચના દસ તેલિયારાજા ક્રૂડ ઉત્પાદક દેશ

અમેરિકા, સાઉદી અરેબિયા, રશિયા, કેનેડા, ચીન, ઇરાક, યુએઇ, બ્રાઝિલ, ઇરાન,કુવૈત

 ................ 

ભારત ક્યાંથી -  કેટલું તેલ ખરીદે છે ?

ભારતની દૈનિક 50 લાખ બેરલની ક્રૂડતેલની જરૂરિયાત છે અને તેમાંથી લગભગ 85 ટકા હિસ્સો ઊર્જા જરૂરિયાતો માટે આયાત કરવો પડે છે. ભારત સૌથી વધુ પશ્ચિમ એશિયાના દેશોમાંથી ક્રૂડની આયાત કરે છે. કયા દેશમાંથી કેટલા ટકા આયાત કરે છે, તે અહીં દર્શાવ્યું છે.

ઇરાક           23 ટકા

સાઉદી અરેબિયા        18 ટકા

સંયુક્ત આરબ  11 ટકા

અમેરિકા                7.3 ટકા

રશિયા          2 ટકા

અન્ય દેશો      23 ટકા

......... 

Tuesday, 15 March 2022

Now the monetization of government land and properties. A big step towards economic reform...

હવે સરકારી જમીન-મિલકતોનું મુદ્રીકરણ

આર્થિક સુધારાની દિશામાં મોટું કદમ


રેલવે, પોર્ટ, ટેલિકોમ, વીજળી, ગેસ સહિતનાં ક્ષેત્રોનાં સરકારી સાહસો પાસે હજારો હેક્ટર જમીન બિનઉપયોગી પડી છે; ઇમારતો નધણિયાતી સ્થિતિમાં છે : સરકારે તેને વેચાણ કે ભાડે આપીને વિકાસ અને રોજગારીનાં ઇરાદા સાથે નિગમ સ્થાપવાની જાહેરાત કરી : જો કે, દબાણો હટાવવા સહિતના પડકારો છે

 

કેન્દ્ર સરકાર હેઠળ સંખ્યાબંધ જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ કાર્યરત છે, પણ તેમાં ઘણી નિક્રિય થઇ ચૂકી છે કે હવે બંધ થવાને આરે છે તો કેટલીકનું સરકાર ખાનગીકરણ કરી નાખવાના મૂડમાં લાંબા સમયથી છે. એ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ (વિનિવેશ)ની પ્રક્રિયા તો ચાલુ જ છે, પણ  કામગીરી તેનાં લક્ષ્યથી ઘણી ધીમી છે. આ પ્રક્રિયાના એક ભાગરૂપ સરકારે ગત બુધવારે બહુ અગત્યનો નિર્ણય લીધો હતો. એ છે પૂર્ણ સરકારી માલિકીનું એક નિગમ સ્થાપવાને જેનું નામ છે નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન (એનએલએમસી) અને કામ રહેશે સરકારી માલિકીનાં સાહસોની બિનઉપયોગી જમીનો અને ઇમારતો ઈકવીટી દ્વારા વેચી કાઢવાનું.

આમ તો મોદી સરકાર 2014માં આવી એથી પહેલાં પણ આવી બિનઉપયોગી મિલકતોનું મોનેટાઇઝેશન (મુદ્રીકરણ) કરવાનો વિચાર વહેતો થયો હતો, પણ ધીમી ગતિ હતી. છેલ્લે 2020-21નાં બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આ મુદે્ નક્કર કાર્યવાહી માટે ખાસ એસપીવી (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ) રચવાની દરખાસ્ત મૂકી હતી, તેને સ્વીકારી લઇને આ રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ નિગમ રેલવે, બીએસએનએલ, બીપીસીએલ, સહિતના કેન્દ્ર સરકારના ઉદ્યમો તેમજ એજન્સીઓ પાસે પડેલી જમીનો, નોન-કોર સંપત્તિઓને તારવી લેશે અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા બાદ ખાનગી કંપનીઓ કે સંસ્થાઓને વેચાતી કે ભાડેપટ્ટે આપશે કે, જેથી તેનો યોગ્ય ઉપયોગ થાય અને સરકારને પણ તેની આવક થાય. 31મી જાન્યુઆરીનાં જાહેર આર્થિક સર્વેક્ષણમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે, સરકાર આવું નિગમ રચવા જઇ રહી છે. એ સર્વે મુજબ તમામ સીપીએસઇ (કેન્દ્રીય જાહેર સાહસ) દ્વારા સરકારને આવી દેશમાં કુલ 3400 એકર જમીન છે. કેન્દ્ર ઇચ્છે છે કે, આ જમીનમાં કોઇ નવું રોકાણ આવે અને ઉદ્યમ સ્થપાય તો આર્થિક ઉપાર્જનની સાથો સાથ યુવાનોને રોજગારીની નવી તકો મળે છે. આવી જમીનો ક્યાંક દબાણ હેઠળ છે, તો અબજોની મિલકતો ખંડેર જેવી નધણિયાતી હાલતમાં  પડેલી છે. સરકાર માટે ચોક્કસ પડકારરૂપ કામ છે, પરંતુ આર્થિક સુધારાની દિશામાં આ મોટું પગલું સાબિત થશે. જેનાથી વધારાની-બિનઉપજાઉ જમીનોનું મૂલ્ય તો ઊભું થશે જ, સાથે સાથે આંશિક ડિસઇન્વેસ્ટમેન્ટની જટિલ પ્રક્રિયામાં સરળતા થશે. ઉપરાંત જે એકમો કે સેવા સરકાર બંધ જ કરવા માગે છે, તેની પ્રક્રિયા પણ સરળ થઇ જશે. પ્રાથમિક તબક્કે એવી પ્રતિક્રિયા આવી હતી કે, આ તો સરકારી મિલકત વેચીને ખજાનો ભરવાની નીતિ છે, પરંતુ અબજો રૂપિયાની જમીન-ભવનોનો ગેરઉપયોગ થતો અટકશે એ મોટી વાત છે.

જો કે, આ કામ ઘણું અઘરું થવાનું છે અને લાંબો સમય માગી લેશે એવું આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો માને છે. કારણ કે, હજારો એકર જમીન વિવાદોમાં ઢસડવામાં આવી ચૂકી છે. જ્યારે વાસ્તવિક કાર્યવાહી શરૂ થશે ત્યારે અદાલતોમાં કેસો થઇ શકે છે. દબાણકારો વર્ષોથી કબજો જમાવી બેઠા છે.  પહેલાં તો એ માટે પણ  ખાસ કાનૂની  યંત્રણા ગોઠવવી પડશે. દેખીતી રીતે ટાઇટલ ક્લીયર થયા બાદ જ તેની વેચાણ પ્રક્રિયા શરૂ થશે. બીજું, ઘણી જમીનો  શહેરથી દૂર કે ગામડાંમાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલી છે. હવે કોઇ ખાનગી સાહસ શરૂ કરવા માગતું હોય તો તેમને બાંધકામ નિર્માણ સહિત જમીન  મળે, પણ અંતરિયાળ વિસ્તારમાં ખરીદી માટે આકર્ષણ ઓછું થાય. આમ, પડકારો છે, પરંતુ સરકારનું આર્થિક સુધારાની દિશામાં ચોક્કસ એક મોટું કદમ છે જ.

 .............. 

કેવી રીતે કામ કરશે નિગમ ?
છ લાખ કરોડ મેળવવાનો અંદાજ

આ એનએલએમસીની સ્થાપના માટે કેન્દ્ર સરકારે 5000 કરોડ રૂપિયાની પ્રારંભિક અધિકૃત શેરમૂડી અને  1500 કરોડ રૂપિયાની પેઈડઅપ મૂડી  ફાળવી દીધી હતી. અત્યાર સુધી જાહેર સાહસોમાંથી મુખ્યત્વે બી.એસ.એન.એલ., એમ.ટી.એન.એલ., બી. એન્ડ આર., ભારત પેટ્રોલિયમ કોર્પો લિ., બી.ઇ.એમ.એલ.એ પોતાની પાસે મુદ્રીકરણ (વેચી શકાય) માટે 3400 એકર જમીન અને અન્ય નોન-કોર મિલકતો હોવાનું જાહેર કર્યું છે. આર્થિક સર્વેમાં તેનો ઉલ્લેખ પણ છે.

હવે આવી મિલકતોના મૂલ્યનો ઉપયોગ કરીને તેની ઇક્વિટી પર વળતર મેળવવાની કલ્પના કરવામાં આવી છે, જેમ કે સરકારે તેમાં રોકાણ કર્યું હોય. આ નવું એકમ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોની માલિકોની જમીન માટે એક મિલકત વ્યવસ્થાપકના રૂપમાં ભૂમિકારૂપ કામ કરશે. ભૂમિ મુદ્રીકરણની સુવિધા માટે એક સી.ઇ.ઓ. અને ટેકનિકલ ટીમ હશે. નિગમને પોતાની લીઝ પર મળેલી મિલકતના મૂલ્યના આધારે ઇક્વિટી બજારમાંથી મૂડી મેળવવાની મંજૂરી મળી જશે.

સર્વેમાં ઉલ્લેખ હતો કે, 2021થી 2024 સુધીમાં કેન્દ્ર સરકારની મુખ્ય સંપત્તિના માધ્યમથી છ લાખ કરોડ રૂપિયાના કુલ મુદ્રીકરણની ક્ષમતા છે. માર્ગ, રેલવે, વીજળી, તેલ, ગેસ પાઇપલાઇન અને ટેલીકોમ સહિત ટોચના પાંચ ક્ષેત્રમાં કુલ મૂલ્યનો લગભગ 83 ટકા હિસ્સો છે. આ સામે પ્રત્યક્ષ વેચાણનો વિકલ્પ પણ રહેશે. જો કે, 3400 એકર તો પ્રાથમિક તારણ છે, હજુ ઘણી મિલકતોનું મૂલ્યાંકન બાકી છે, એથી અબજોનો આંક આવશે.

............

સંરક્ષણ, બંદર, રેલવે પાસે સૌથી વધુ જમીન : 
કચ્છની ભૂમિ પણ મુદ્રીકરણમાં આવી શકે છે

સરકાર પાસે અત્યારે લાખો એકર જમીન અને મિલકતો બિનઉપયોગી પડી છે, જે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો કેન્દ્રીય નિગમો અને સ્થાનિક સંસ્થાઓ પાસે છે. અલગ એજન્સીઓ હેઠળ મળતા અંદાજ મુજબ લગભગ પાંચ લાખ હેક્ટર જમીન વધારાની પડી છે.
પહેલું નામ સંરક્ષણ વિભાગનું આવે છે. તેની પાસે 17.99 લાખ એકર જમીન છે, જેમાંથી 1.61 લાખ એકર 62 અધિકૃત કેન્ટોનમેન્ટમાં આવે છે અને 16.38 લાખ કેન્ટોનમેન્ટની બહાર છે. બીજા ક્રમની સૌથી મોટી જમીન માલિક રેલવે છે. તેની પાસે 11.80 લાખ એકર જમીન છે, જેમાંથી 1.25 લાખ એકર ખાલી છે.
ભારતનાં 12 મોટાં બંદર પણ આ યાદીમાં છે. દેખીતી રીતે તેમાં કચ્છનું કંડલા પોર્ટ પણ સમાવિષ્ટ છે. ઉપલબ્ધ આંકડા મુજબ આ 12 બંદર પાસે 1.10 લાખ હેક્ટર જમીન છે, જેમાં મોટાભાગની લીઝ પર છે. સરકાર કાર્યવાહીમાં આગળ વધે તો કચ્છની રેલવે, કંડલા બંદર, સંરક્ષણ મથક સહિતની જમીનો પણ મોનેટાઇઝેશનની યાદીમાં આવી શકે છે.

...........

Sunday, 6 March 2022

UKRAINE WILL BECOME " BAJIGAR "

રશિયાને આ જંગ બહુ ભારે પડવાનો છે

 આર્થિક યુદ્ધમાં `બાજીગર' બને છે યુક્રેન

 સૈન્ય મોરચે રશિયા જીતી જશે એ દેખાતું  જ હતું, પણ યુદ્ધ છેડાયા પછી અમેરિકા - બ્રિટન અને સાથી દેશોએ  એવી જગ્યાએ  પ્રતિબંધના પ્રહાર કર્યા છે કે કળ વળતાં લાંબો સમય લાગશે : દુનિયાના 11મા ક્રમનાં અર્થતંત્રને વિશ્વમાં સ્થગિત થયેલા નાણા વ્યવહાર, સિક્યુરિટીઝ - મિલકતો પર રોક, તૂટેલા રૂબલ - શેરબજાર સહિતના મોરચે જંગ ખેલવાનો આવશે

 

રશિયા-યુક્રેન યુદ્ધ પરાકાષ્ઠાએ છે. રશિયા તેની ધારણા મુજબના દિવસોમાં જીતી નથી શક્યું, તો યુક્રેન પણ હાર માનવા તૈયાર નથી. કદાચ યુદ્ધ પહેલાં પણ યુક્રેન જાણતું હશે કે અમે સૈન્ય યુદ્ધમાં લાંબું ટકી નહીં શકીએ, પણ સૈન્ય યુદ્ધની સાથે સાથે આર્થિક યુદ્ધ પણ ચાલુ થઇ ગયું. અમેરિકા, બ્રિટન અને મિત્ર દેશો ભલે જંગ-એ-મેદાનમાં ન ઉતર્યા, પણ રશિયા પર કડક પ્રતિબંધો લાદવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, યુક્રેનને આર્થિક સહાય ચાલુ કરી દીધી છે એ સતત જારી છે. હવે સ્થિતિ એવી ઊભી થઇ કે યુક્રેન ભલે હારી જશે, પણ `બાજીગર' પુરવાર થશે !

આ સંજોગો  હિન્દી ફિલ્મજગતનો એક પ્રસિદ્ધ ડાયલોગ અને એક ગીતને યાદ કરાવે છે. `બાજીગર' ફિલ્મમાં શાહરુખનો જાણીતો ડાયલોગ છે : `કભી કભી જીતને કે લીયે કુછ હારના પડતા હૈ, ઔર હાર કર જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ.'! બીજું, `જો જીતા વો હી સિકંદર' ફિલ્મનું ગીત જાણીતું છે : `વો સિકંદર હી દોસ્તો કહેલાતા હૈ, હારી બાજી કો જીતના જીસે આતા હૈ' !

ભલે, રશિયા જીતે છે, પણ આર્થિક રીતે પુતિનને પણ આ જંગ બહુ ભારે પડવાનો છે. લાંબા સમય સુધી તેને પરિણામ ભોગવવાં પડશે. આર્થિક મોરચે પણ ચાલી રહેલાં સમાંતર યુદ્ધમાં સાથે સાથે અનેક દેશો પણ જોડાઇને તેના આર્થિક ખેલ પાર પાડી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી `િસકંદર' અને `બાજીગર'ની જેમ ટક્કર આપે છે. અમેરિકા, બ્રિટન, જાપાન,  તાઇવાન સહિતના દેશો આર્થિક પ્રતિબંધો, હવાઇસીમા પર રશિયાને મનાઇ જેવા પ્રતિબંધોથી એવી જગ્યાએ પ્રહાર કરી રહ્યા છે, જ્યાં રશિયાને વધુ તકલીફો ઊભી થાય. શનિવારે  અમેરિકન રાષ્ટ્રપતિ બાયડને હુમલા રોકવામાં આવશે તો પ્રતિબંધ હટાવવાની તૈયારી બતાવી હતી, એમાં રશિયાનું આર્થિક હિત છે, પરંતુ આ લખાય છે ત્યાં સુધી પુતિનની કોઇ પ્રતિક્રિયા નથી આવી. જેમ જેમ યુદ્ધની વિનાશકતા આગળ વધે છે, નવા નવા દેશો રાજદ્વારી અને આર્થિક પ્રતિબંધો લગાડી રહ્યા?છે.

અમેરિકા અને બ્રિટને શરૂઆત કરી હતી. જે ઘણી ગંભીર છે. અમેરિકાએ  રશિયાને મળનારી લોન તેમજ  રશિયાના ટોચના અજબપતિઓની મિલકતોને ફ્રીઝ (વ્યવહાર અટકાવી નાખવો)  કરી દીધી. તમામ પશ્ચિમી દેશોએ રશિયાની સેન્ટ્રલ બેન્કોની મિલકતો  ફ્રીઝ કરી નાખી છે. રશિયાને  સ્વીફ્ટમાંથી બાકાત કરી નાખ્યું છે. 11 દેશોએ  રશિયન બેન્કો સાથેની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. અમેરિકા અને બ્રિટને રશિયાની બે સૌથી મોટી બેન્ક સબર બેન્ક અને વીટીબી બેન્ક સાથેની તમામ કાર્યવાહી રોકી દીધી છે. આ સાથે વેબ બેન્ક અને મિલિટરી બેન્ક સાથેની લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂકી દીધો. 

અમેરિકન શેરબજાર ભાવાંક નાસ્દાક અને ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જે પણ તેમની બજારમાં લિસ્ટેડ રશિયાની કંપનીઓના શેરોની લે-વેચ અટકાવી નાખી હતી. બ્રિટને  પાંચ રશિયન બેંક અને રાષ્ટ્રપતિ પુતિનના નજીકના ત્રણ અબજપતિ રશિયન નાગરિક પર પ્રતિબંધ લગાડી દીધો છે. આ લોકો બ્રિટન સાથે કોઇ સંબંધ નહીં રાખી શકે. આ પછી રશિયન અબજપતિઓએ દેશમાં પુતિન સામે જ અવાજ ઉઠાવ્યો હતો. રશિયાનાં એટીએમની બહાર લોકોની લાંબી કતાર લાગી ગઇ છે.

જી-7 દેશોમાં સામેલ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રશિયાને ડોનેસ્ક અને લુહાંસ્કનાં એક્સચેન્જોમાંથી બધા જ પ્રકારના વ્યાપાર, રોકાણ અને સહાય પર પ્રતિબંધ મૂકી દીધો છે. જર્મનીએ પણ નોર્ક સ્ટ્રીમની 2 ગેસ પાઇપલાઇન યોજનાને રોકી દીધી હતી. બ્રિટિશ પેટ્રોલિયમ અને શેલ સહિત અનેક વિદેશી ફંડોએ રશિયાની એસેટ્સને ફ્રીઝ કરી દીધી છે. રશિયાની સિક્યુરિટીઝ વેચવા પર પણ પ્રતિબંધ મુકાઇ ગયો. આ સિવાય સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમનાં દરવાજા રશિયા માટે બંધ કરાયા અને અમેરિકા સહિતના દેશોએ રશિયન વિમાનો માટે હવાઇસીમા પણ બંધ કરી દીધી છે.

આવા પ્રતિબંધોથી દુનિયાની 11મા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા રશિયા દુનિયાનાં દેશોથી અલગથલગ પડી ગઇ છે. પ્રતિબંધોથી રશિયાનો કુલ 6.30 અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર સ્થગિત થઇ ગયો છે. અમેરિકાનો તો દાવો છે કે રશિયા પર નાણાકીય પ્રતિબંધથી 10 સૌથી મોટી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટયૂશન પર અસર થશે. રશિયાની નાણાકીય સંસ્થાઓ દૈનિક દુનિયાભરમાં 46 અરબ ડોલરનો નાણાકીય વ્યવહાર કરે છે, જેમાંથી 80 ટકા લેવડ-દેવડ ડોલરમાં થાય છે. એથી રશિયાને ભારે નુકસાન થઇ રહ્યું છે. રશિયાની નિકાસ પર પણ પ્રતિબંધ મુકાયા હોવાથી વિદેશી હુંડિયામણ પ્રભાવિત થશે.

રશિયાનાં શેરબજાર અને ચલણ પણ ઐતિહાસિક તૂટયાં છે. ભવિષ્યમાં જીડીપીમાં પણ નોંધપાત્ર ઘટાડો આવશે. જંગ શરૂ થયા પછી અત્યાર સુધીમાં રશિયાનું ચલણ રૂબલ ઐતિહાસિક લઘુતમ સ્તરે 30 ટકાથી વધુ તૂટી ચૂક્યું છે, જ્યારે રશિયાનું શેરબજાર 40 ટકાથી વધુ ગગડી ગયું છે. પ્રતિબંધોથી રશિયાની જીડીપીમાં 1.5થી 2 ટકાના ઘટાડાની આશંકા છે. અર્થતંત્ર મંદીમાં ઘસડાઇ શકે છે. રૂબલનો એક અમેરિકી ડોલરનો ભાવ 25મી ફેબ્રુઆરીના 80 રૂા. હતો, જે તળિયે જઇને 118 રૂા. સુધી નીચે ગયો છે. રશિયાએ ગભરાઇને વ્યાજદરો અત્યારથી જ 9.5 ટકાથી વધારીને 20 ટકા કરી નાખ્યા છે. વિદેશ સાથે નાણા વ્યવહાર પર પ્રતિબંધ મુકાતાં રશિયન કંપનીઓએ તેમની આવકને ઘરેલુ બજારનાં ચલણમાં રૂપાંતરિત કરવી પડશે. 80 ટકા આવક વિદેશી ચલણમાં હતી.

દુનિયાભરની રેટિંગ એજન્સીઓ આ યુદ્ધથી ભારતને સૌથી ખરાબ અસર થવાની વાત કરે છે, પરંતુ જીતનારા દેશ રશિયાને પણ ડાઉનગ્રેડ કરી રહી છે. મૂડીઝે રશિયાને `જંક' ગ્રેડમાં- તળિયે મુકયું છે, બલ્કે રશિયા પર અસરો દેખાવા લાગી છે. લોકોને સામાન્ય વ્યવહારમાં સમસ્યા વધી ગઇ છે. બાયડનનું થોડા દિવસ પહેલાંનું નિવેદન નોંધનીય છે કે પુતિનને અંદાજ પણ નહીં હોય કે આટલા બધા પ્રતિબંધો લાગશે. યુક્રેનને તો સહાય-મદદ ચાલુ છે. સંયુક્ત રાષ્ટ્ર માનવીય કોષ દ્વારા બે કરોડ ડોલર અને ઈયુના આર્થિક સહાયતા ભંડોળમાંથી 1.5 અરબ યુરો આપવામાં આવશે. આમ, અત્યારે તો રશિયન નાણાકીય બજારમાં પણ હડકંપ મચેલો છે. ભલે, મિસાઇલ વિસ્ફોટ નથી.

...........




Tuesday, 1 March 2022

War is far away ...., But impact every house in India..!

યુદ્ધ ભલે થાય દૂર - દૂર,

પ્રભાવ ભારતમાં ઘર - ઘર

 

રશિયા - યુક્રેન યુદ્ધે આર્થિક ઊભરતા દેશોમાં મોટું સંકટ ઊભું કરી દીધું છે : શેરબજારના કડાકા તો હજુ સંકેત છે; યુદ્ધ વધુ ચાલ્યું તો ક્રૂડની આગથી પેટ્રોલ - ડીઝલ, ગેસ, અનાજ, ખાદ્યતેલની મોંઘવારીથી આમ આદમીના ખિસ્સાનો બોજ વધશે : સરકાર ઇંધણ પરની એક્સાઇઝ ડયૂટી ઘટાડે તો જ રાહત મળી શકે

 

યુક્રેન-રશિયા વચ્ચે છેડાઈ ગયેલું યુદ્ધ આ લખાય છે ત્યારે ગંભીર બની રહ્યું છે. કેટલું ચાલશે એ નક્કી નથી. સ્પષ્ટ છે કે આ બે દેશ વચ્ચે ભલે ઘર્ષણ હોય, પણ એનો પ્રભાવ આપણા દેશ અને ઘર સુધી છે. ક્રૂડની કિંમત હજુ ઊંચી જવાનો ભય તોળાય છે, શેરબજારનો પરચો મળી ગયો. અરે, આપણા ઘર સુધી પહોંચતાં પેટ્રોલ-ડીઝલ, ગેસ, અનાજ, તેલ સુધી મોંઘવારીની માર માથે ઝળુંબે છે. આ સંજોગોમાં પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડયૂટી-વેચાણવેરામાં સરકાર ઘટાડો કરી રાહત આપે એ વિકલ્પ છે, પણ એમાં કેટલું આગળ વધી શકાય એ પ્રશ્ન છે. યુદ્ધની શરૂઆત થઈ તેના થોડા સમય પહેલાં જ નાણાંમંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ સંકેત આપ્યો હતે કે, `આ યુદ્ધ ભારતીય અર્થતંત્ર માટે મોટો ખતરો છે.'

આ ઘર્ષણના આરંભ પહેલાં ભારતીય ટીવી ચેનલો ઉત્સાહથી હેવાલ આપતી હતી, પ્રતિનિધિઓ મોકલશે તેવી વાત કરતી હતી, પણ ભારત માટેય ખુશ થવા જેવું નથી. ભલે સીધી રીતે યુદ્ધમાં નથી અને તેનાં સબળ કારણો છે, કારોબારથી ભારત વ્યાપક રીતે જોડાયેલું છે. ક્રૂડતેલની કિંમત આઠ વર્ષમાં પહેલી વખત 100 ડોલરને પાર થઈ હતી, હજુ વધી શકે છે. આપણું અર્થતંત્ર ક્રૂડના ભાવ પર મહદ્દઅંશે આધારિત છે. અત્યારે કલ્પના કરવી મુશ્કેલ છ. પણ મોંઘવારીનો વધુ ઝટકો આવશે એ નક્કી છે.

રશિયા અને યુક્રેન બન્ને ભારત સાથે આયાત-નિકાસમાં જોડાયેલા છે. ભારતમાંથી રશિયાને નિકાસ કુલ નિકાસના 1 ટકાથી પણ ઓછી છે, પણ આયાત 1.4 ટકા છે. મુખ્ય હિસ્સો સંરક્ષણ જરૂરિયાતનો છે. સીપીઆઈના હેવાલ મુજબ રશિયા બીજા ક્રમનો સૌથી મોટો શત્રોનો નિકાસકાર દેશ છે, જેમાં ભારતનો હિસ્સો 23 ટકા છે. સંરક્ષણની જરૂરિયાતોને અસર થશે.

ગત વર્ષે ભારતની કુલ કાચાં સનફ્લાવર (સૂરજમુખી) તેલની આયાતમાં યુક્રેનમાંથી આવતા જથ્થાથી હિસ્સેદારી 74 ટકા હતી. આ સાથે ભારત યુક્રેનનો કુલ કારોબાર 2019-20માં 2.52 અરબ ડોલર હતો. છેલ્લે નવેમ્બરના આંકડા મુજબ યુક્રેનથી ભારતમાં 18, 93,000 ટન સૂરજમુખી તેલ આયાત થયું હતું. આટલો મોટો જથ્થો ભારતમાં આવતો બંધ થાય તો શું અસર થાય તે સ્પષ્ટ છે.

શેરબજારમાં વીતેલા સપ્તાહમાં ઘમસાણ થયું. 25મી ફેબ્રુઆરીએ  તો સેન્સેક્સ 1974 આંકના કડાકા સાથે 55,858 પર બંધ થયો. દુનિયાનાં બાકી બજારોની સ્થિતિ પણ એવી જ છે. શુક્રવારે રિકવરી આવી, પણ હવે કડાકાનો આ દોર ક્યાં અટકશે એ સવાલ છે.

ગોલ્ડમેન સાક્સનો એક રિપોર્ટ યુદ્ધ પહેલાં જ આવ્યો હતો, જેમાં  કહેવામાં આવ્યું કે રશિયા અને યુક્રેનમાં પૂર્ણ લડાઇ થાય અને લાંબી ચાલે તો રશિયાનું ચલણ રૂબલ તેનાં ઐતિહાસિક સ્તરથી પણ નીચે જશે. એનો અર્થ એ કે દુનિયાભરમાં તેલની કિંમતમાં ભડકો થશે. ક્રૂડની શનિવારે આ લખાય છે ત્યારે કિંમત ભલે પ્રતિ બેરલ 100 ડોલરથી ઘટીને 98 ડોલર થઇ છે, પણ તેમાં હજુ 13થી 15 ટકાના ઉછાળાનું જોખમ તો ઊભું જ  છે.  એલપીજી અને સીએનજીની કિંમત પણ પ્રતિકિલો 10થી 15 રૂા. વધી શકે છે.

બીજાં પણ સંકટ છે. જે દેશો ત્યાંથી તેલ અને ગેસની ખરીદી કરે છે એમનેય મુશ્કેલી થશે. સમગ્ર દુનિયામાં ક્રૂડતેલની કિંમતોમાં અસર થશે અને થવાની શરૂઆત થઇ ચૂકી છે. તેની અસર દેખીતી રીતે ખાવા-પીવાની અને જીવનાવશ્યક ચીજોની કિંમત પર પણ પડશે. દેશના દરેક આમ આદમીને  તેની અસર થવાની છે. કારણ કે, ફૂડ સ્ટોક માર્કેટ (અનાજનાં બજાર)માં રશિયાની મોટી ભૂમિકા છે.

રશિયા ઘઉંનો મોટો નિકાસકાર દેશ છે. ભારતમાં પણ ઘઉં આવે છે. જો પુરવઠો બંધ થાય તો મુશ્કેલી આવશે. દેખીતી રીતે જાહેરમાં વ્યક્ત ન કરે, પણ રશિયા પણ ઇચ્છશે કે યુદ્ધ ચાલુ રહે અને ભાવ વધે તો સ્વાભાવિકપણે તેની કમાણી વધશે. કાચાં તેલ અને ખાદ્યતેલની કિંમત વધે તો તેનું હૂંડિયામણ વધશે.

આમ, એક બાજુ ક્રૂડની કિંમત બીજી બાજુ અનાજ આયાત કરતા દેશોમાં ખાવા-પીવાની ચીજોની કિંમત અને ત્રીજી તરફ ડોલર રૂબલની સરખામણીએ પણ મોંઘો થઇ?રહ્યો છે અને ભારતીય ચલણની સરખામણીએ પણ ડોલર મોંઘો બની રહ્યો છે. 24મીએ ગુરુવારે ભારતીય ચલણ સામે 76 રૂા. સુધી પહોંચી ગયો હતો. આમ, અનેક મોરચે ભારતે લડવાનું આવશે. વળી બંને યુદ્ધગ્રસ્ત દેશ કોપર અને નિકલના સૌથી મોટા નિકાસકાર દેશ છે. પુરવઠો ઘટશે તો ભારતનાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને અસર થશે, ઉત્પાદન ઘટી જશે.

બે દેશ વચ્ચેના મામલાની દુનિયાભરમાં  અસર છે. આ બધી બાબતો એવા સમયે દુનિયાની સામે ચિંતા બનીને આવી છે, જ્યારે કોરોના મહામારીમાંથી લોકો માંડ ઉગરી રહ્યા છે. ભારત જેવા વિકાસશીલ દેશો અને ગરીબ-મધ્યમ વર્ગના દેશો-લોકો માટે મોટું સંકટ છે, ભલે યુદ્ધ દૂર-દૂર દેશોમાં થાય છે.

.............